11 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

21

આજના બાળકની જન્મ રાશી મેષ (નામાક્ષર: અ, લ, ઈ)

આજનું ચિંતન : ચુંટણીની આચાર સંહિતા દરેકને સીધી કે આડકતરી રીતે અસર કરી શકે છે.

મેષ

ધંધાકીય પ્રવૃતિમાં માંગ વધતા કામ કરવાની ક્ષમતામાં વધારો જોવા મળે. તમારા કાર્યક્ષેત્રમાં પુત્ર પૌત્રાદિકનો તેમજ ભાઈઓનો સાથ સહકાર મળી રહે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.

વૃષભ

હૃદય મનની પ્રસન્નતા જોવા મળે જેથી દિવસ આનંદથી પસાર થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં રાહત જોવા મળે. ધંધાકીય પ્રવૃતિમાં રાજકીય હસ્તક્ષેપ વધે તેવું બને. લોભામણી સ્કીમની જાહેરાતથી લલચાઈ કોઈ લેભાગુ સ્કીમની ઝપટમાં આવી જાવ તેવું બની શકે.

મિથુન

સ્નેહી જનોના હિતાર્થે આજનો દિવસ દોડધામ વધી જાય તેવું બને. તમારા કાર્યમાં મુશ્કેલી આવે. કામમાં રુકાવટ જણાય તેવું બની શકે. ટૂંકા ગાળાનું રોકાણ આર્થિક લાભ અપાવે.

કર્ક

આજના દિવસે કોઇપણ કાર્યમાં મજબુરીથી કામ કરવાનું થતા થાક, કંટાળો, ચિંતા, બેચેની જોવા મળે. સહકાર્યકરની ગેરહાજરી આપના કાર્યમાં વધારો કરી શકે. પૈસાનું વોલેટ, મોબાઈલ, હેન્ડ બેગ વગેરેનું સમડીની ચીલ ઝડપ સામે સાવચેત રહેવું.

સિંહ

શરીરમાં સ્નાયુની તકલીફથી કામ કરવામાં મુશ્કેલી જણાય.પુત્રના કોઈ અવિચારી પગલાથી સમાજમાં તમારી બદનામી થવાની શક્યતાને નકારી શકાય નહિ. ઘરની બહારનું ખાવાથી શરીરના આરોગ્ય પર અસર થવાની શક્યતા રહે.

કન્યા

આવક કરતા ખર્ચમાં વધારો થવાની શક્યતા જણાય. પત્ની તેમજ ઘર પરિવારની ચિંતાને લીધે તમારા કાર્યમાં પુરતું ધ્યાન આપી શકો નહિ. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં વકીલોની મુનસફી અને લાલચને કારણે તમારી તરફેણનો કેસ ખોટી રીતે લંબાતો રહે તેવું જોવા મળે.

તુલા

નોકરી ધંધા અંગે કામની વ્યસ્તતા રહે. ધંધાકીય બાબતે ધાર્યા મુજબનું કામ થવાથી ઉત્સાહમાં વધારો જોવા મળે. કોઈ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે.

વૃશ્ચિક

વડીલોના આરોગ્ય બાબતે ચિંતા રહે. રૂટીન કામ ઉપરાંત વધારાના કામની જવાબદારી આવી પડે તેવું બને. ભાગ્યોદયની નવી તકો ખુલતી જોવા મળે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

ધન

આજના દિવસે તમારા કાર્યક્ષેત્રમાં હલવાસ રહે. માનસિક બેચેની ચિંતા રહે. મકાન, ઓફીસ, દુકાન ખરીદતા સમયે કે ભાડે રાખતી વખતે સાવચેતી રાખવી લાભમાં રહે. પુત્ર પૌત્રાદિક માટે કોઈ સારા સમાચાર મળવાની શક્યતા રહે.

મકર

વ્યવહારિક સંબંધો સાચવવા માટે છુટા હાથે ખર્ચમાં વધારો થાય. બહારગામ કે વિદેશમાં આવન જાવન રહેવાથી શરીર સ્વાસ્થ્યમાં ગંભીર બીમારીની ચિંતા જોવા મળે.

કુંભ

અટકેલા કામનું નિરાકરણ આવવાની શક્યતા રહેલી છે. બેન્કીન્ગને લગતા કામકાજમાં સાવચેતી રાખવી.વાણીની મીઠાસ અને વ્યવહારમાં સારું વર્તન લાભ અપાવે.

મીન

આજના દિવસે મગજને શાંત રાખી તમારા કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવું.ધંધાકીય બાબતે અન્ય સાથે મીટીંગ, મુલાકાત, ચર્ચા વિચારણાનું આયોજન થવાની શક્યતા રહે.તમારી ગણતરી ધારણા મુજબનું કામ થાય.

 

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment