9 માં ધોરણમાં ફેલ થવાથી છોકરાએ દાદાને કહ્યું, કે મારે મોટો માણસ બનવું છે, દાદાએ જણાવ્યો એવો રસ્તો કે અત્યારે 3 કંપનીનો માલિક છે આ છોકરો…

144

૧૮ વર્ષ પહેલા ભીવાદીનો એક છોકરો ૯ માં ધોરણમાં ફેલ થઇ ગયો. ઘરનાઓ ખુબ ગુસ્સે થયા. તે સાંભળતો રહ્યો. સાંજે તેના દાદા જગલારામ પાસે જઈને બોલ્યો, દાદા મોટો માણસ બનવું છે. પહેલા તો દાદા તેની સામે જોતા રહ્યા. પછી કહ્યું કે સામે સાયકલ ઉભી છે. પહેલા દૂધ વેચીને આવ, પરંતુ તેની તૈયારી જાતે જ કરજે. પહેલા દિવસે રાજવીરે ઉધાર લઈને દૂધ ખરીદ્યું. તેને સાયકલ પર લઈને ઘર-સોસાયટીમાં ફર્યો. પહેલા દિવસે પાચ લીટર દૂધ વેચ્યું. તે દુધની ધારે રાજવીરનો એવો હાથ પકડ્યો કે હાલમાં રાજવીર ત્રણ ફેક્ટરીનો માલિક છે અને ૫૦૦ લોકોને રોજગારી પૂરી પાડે છે.

૫ લીટર દુધનું વેચાણ વર્ષ ૨૦૧૪ સુધીમાં ૨૨ હજાર લીટર સુધી પહોચી ગયું. રાજવીર જીલ્લાના સરસ ડેરીનો સૌથી મોટો ડીલર બની ગયો તો દૂધનો વેપાર કરતા આગળ વધવાનો વિચાર આવ્યો. થોડોક પૈસા પણ ભેગા થઇ ગયા હતા. એવામાં તેણે ઈંડસ્ટ્રી એરિયામાં એક પ્લોટ ખરીદ્યો. વિચાર્યું અહિયાં લોખંડની એક ફેક્ટરી બનાવશું, પરંતુ ક્યારે પણ રીટર્ન ન ભર્યું તો બેંક લોન ન આપતી હતી.

રાઠી, કેપિટલ ઇસ્પાત જેવી કંપનીઓ છે ક્લાઈંટ

બે મહિના સુધી સતત દોડધામ કરીને લોન પાસ કરાવી અને ૨૦૧૫ માં શ્રીશ્યામ કૃપાના નામથી ઈંગટ બનાવવાની ફેક્ટરી ખોલી નાખી. શરૂઆતમાં તેમાં ૧૦ લોકોને રોજગારી આપવામાં આવી. થોડાક અનુભવી લોકો રાખવામાં આવ્યા. કામ એવું વધ્યું કે દેશની નામચીન સળિયા બનાવનારી ફેક્ટરી એલીગેસ ટીએમટી, આશિયાના ઇસ્પાત, કેપિટલ ઇસ્પાત, રાઠી ટીએમટી વગેરે અહિયાથી માલ લેવા લાગી. હાલમાં રાજવીરની પ્રગતિની ગાડી વધુ આગળ જવાની હતી. તેની સાથેજ તેણે કારના ગેયર પાર્ટ્સ બનાવનારી બે ફેકટરીઓ વિશ્વકર્મા અને ધર્મેન્દ્રા ઇન્ડસ્ટ્રી પણ ખોલી નાખી. રાજવીરને આજે પણ પોતાને ૯ માં ધોરણમાં ફેલ થયાની વાત કહેતા શરમ નથી આવતી. હાલમાં રાજવીર પાસે ૫૦૦ લોકો કામ કરે છે. સાથે જ ત્રણ સીએ પણ રાખવામાં આવ્યા છે જે રાજવીરના બધાજ કામના હિસાબ રાખે છે.

સાયકલની સામે ફીકી પડે જગુઆરની ચમક

જે સાયકલથી રાજવીરે દૂધ વેચવાની શરૂઆત કરી હતી. તે સાયકલ આજે પણ રાજવીરે પોતાના ઘરની પાસે સાચવીને રાખી છે. જયારે પણ ઈચ્છા થાય તો રાજવીર આ સાયકલ પરથી જ ફરવા નીકળી જાય છે. તેમ છતાં આજે રાજવીર પાસે જગુઆર જેવી કાર પણ છે. પરંતુ રાજવીર કહે છે કે આજે પણ મારી સાયકલની સામે જગુઆરની ચમક ફીકી પડે છે. આ જગુઆર તો સાયકલના કારણે આવી છે. એટલે તેને કઈ રીતે ભુલાવી શકું.

સંયુક્ત પરિવારથી મળી મોટી તાકાત

રાજવીરનું માનવું છે કે તેની સફળતામાં પરીવારનું પણ મોટું યોગદાન છે. તેના પિતા છ ભાઈ છે. ત્યારેજ તેમના ૧૪ દીકરા છે. આ ૧૪ દીકરાના ૩૦ બાળકો થઇ ગયા છે. પરંતુ બધાજ આજે પણ સાથે રહે છે. બધાના કામ અલગ છે. પરંતુ સાંજ પડતા જ બધા પોતાના ઘરે આવી જાય છે. રાજવીર આજે પોતાની સફળતામાં સંયુક્ત પરિવારને બહુજ મોટી તાકાત માને છે. તેની મુજબ જયારે પણ મુશ્કેલી આવે છે તો પરિવાર હમેશાં તેની સાથે ઉભું હોય છે. જેની સામે કોઈ પણ મુશ્કેલી દુર થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment