૯ ફેબ્રુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

28

આજના બાળકની જન્મ રાશી મીન (નામાક્ષર: દ, ચ, ઝ, થ)

મેષ

ઘર કે કુટુંબ પરિવારના વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય. અટકાયેલા મહત્વના કાર્યો આગળ વધે. આરોગ્ય સ્વસ્થ રહેવાની શક્યતા જણાય.

વૃષભ

આજના દિવસે વૃષભ રાશિના જાતકે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન લેવું આપના હિતમાં રહેશે. આર્થિક પ્રગતિમાં સુધારો જોવા મળે. ઘર બહારના ખાન પાનમાં સવિશેષ ધ્યાન રાખવું.

મિથુન

તમારા કામ કાજમાં સામાન્ય અવરોધ આવતો જોવા મળે. દામ્પત્ય જીવન સુખમય રહે. ઘર તેમજ કૌટુંબિક પરિવારમાં ઉમંગ ઉલ્લાસ જોવા મળે.

કર્ક

કોઈ વ્યક્તિ સાથે અનાયાસે ગેરસમજ કે મનદુ:ખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શરીર સ્વાસ્થ્યમાં ફેરફાર જોવા મળે. દામ્પત્ય જીવનમાં મનમેળ જોવા મળે.

સિંહ

આજના દિવસે તમારે તમારા ગુસ્સા અને આવેગ પર કંટ્રોલ રાખવો ખાસ જરૂરી છે. યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. શરીરના આરોગ્ય બાબતે ચિંતામાં વધારો થઇ શકે છે.

કન્યા

આર્થિક નાણાકીય આવકમાં વધારો જોવા મળે પણ આવક કરતા જાવકનું પ્રમાણ વધી જાય. જુના રોગોમાં થોડી રાહત જણાય.

તુલા

કુંડલી મારીને સુસુપ્ત પડેલી સમસ્યાઓ કે મુશ્કેલીઓ ફરીથી માથું ઊંચકતી જોવા મળે. વિલંબમાં પડેલા કાર્યો આગળ વધવાની શક્યતા રહેલી છે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું.

વૃશ્ચિક

વારસાગત મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. તમારા કાર્યક્ષેત્રમાં તમે ધારેલી સફળતા મેળવી શકો. ભાવુક થઇ કે આવેશમાં આવી જઈ કોઈ મહત્વના નિર્ણયો ન લેવા.

ધન

આજના દિવસે આર્થીક કે નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરવા. તમારા કાર્યક્ષેત્રમાં તમારી ફરજ મુજબ તમને હક્ક મળવાની શક્યતાને નકારી શકાય નહિ. ઋતુગત બીમારી થવાની શક્યતા જણાય.

મકર

યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. આવક કરતા ખર્ચમાં વધારો જણાય જેથી અન્ય ખર્ચ પર કાબુ રાખવો તમારા હિતમાં રહેલ છે. સામાન્ય નાની ઈજાઓથી સાવચેત રહેવું.

કુંભ

તમારા ધંધા કે વ્યવસાયમાં તમને વડીલો તરફથી આર્થિક મદદ મળવાની શક્યતાને નકારી શકાય નહિ. કુટુંબમાં સામાન્ય વાદવિવાદ કે વિખવાદ ઉભા થવાની શક્યતા જણાય.

મીન

આર્થિક મુશ્કેલીમાંથી સરળ રસ્તો નીકળતો જોવા મળે. જુના સંબંધો ફરીથી તાજા થવાની શક્યતા. આજનો દિવસ માનસિક શાંતિથી પસાર થાય. ધંધામાં પ્રગતી જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment