૮૨ વર્ષની ઉંમરમાં પણ ધર્મેન્દ્ર છે એકદમ ફિટ, જાણી લો શું છે તેમની ફિટનેસનું રહસ્ય…

97

બોલીવૂડને ઘણી હિટ ફિલ્મ આપનાર સુપર સ્ટાર ધર્મેન્દ્રએ પોતાનો જન્મદિવસ થોડા સમય પહેલા જ ઉજવ્યો. ધર્મેન્દ્ર પોતાના સમયમાં બોલીવૂડના એ સેલિબ્રિટીમાં શામેલ રહ્યા જે પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત હતા. ધર્મેન્દ્રએ પોતાને ફિટ રાખવા ક્યારેય પણ જીમનો સહારો નથી લીધો. લગભગ આ જ કારણ હતું કે બોલીવૂડની ડ્રીમ ગર્લ પણ એમના લગ્ન થયેલ હોવા છતાં એમના પર પોતાનું દિલ હારી ચુકી હતી. ચાલો જાણીએ આટલી ઉંમર હોવા છતાં ધર્મેન્દ્ર પોતાને કેમ આટલા ફિટ રાખે છે. ખરેખર શું છે એમની ફિટનેસનું રહસ્ય.

ધર્મેન્દ્ર પોતાના સમયમાં એક્ટિંગ સિવાય પોતાની અદ્ભૂત બોડી માટે પણ જાણીતા રહ્યા છે. ધર્મેન્દ્રએ પોતાની “હી મૈન” વાળી બોડી જીમમાં પરસેવો બહાવીને નહિ પરંતુ દેસી અંદાજમાં કસરત કરીને બનાવી હતી. આજે પણ ધર્મેન્દ્રનું શરીર કોઈ રોકસ્ટારથી કમ નથી. પોતાને ફિટ રાખવા માટે તે રોજ એકસરસાઈઝ, યોગા અને પ્રાણાયામ કરે છે, સાથે જ ડાઈટ ઉપર પણ પુરતું ધ્યાન આપે છે.

મીડિયામાં આપેલ એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રએ કહ્યું કે, તમારા લોકોનો પ્રેમ જ મારા સારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. શોહરત તો આવતી જતી રહે છે પરંતુ લોકોના દિલમાં જગ્યા મેળવી અને એમનો પ્રેમ મેળવો એ મારા માટે મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી તમારા લોકોનો પ્રેમ મને મળતો રહેશે, હું આમ જ ફિટ અને ફાઈન રહીશ. જો તમે પણ જીમમાં ગયા વગર ધર્મેન્દ્ર જેવી બોડી બનાવા માંગો છો તો આપ્નાવો આ રીત

મજબૂત ખંભા, મજબૂત છાતી અને સ્વસ્થ કરોડરજ્જુ તો દરેક પુરુષનું સપનું હોય છે પરંતુ આને પૂરું કરવા માટે જીમના ભારી ઉપકરણ જ શુંકામ, એના માટે તો દરરોજના પુશ અપ્સ જ ઘણા છે. જોગિંગ કરવા માટે ટ્રેડ મિલ નહિ અથવા બહાર પાર્ક નહિ, આવું બહાનું હવે નહિ ચાલે. તમે ઘરમાં જ એક જગ્યાએ જોગિંગ કરો, તફાવત પોતાના શરીરમાં તમે જ જોશો.

જાંઘ અને પગની ચરબી ઓછી કરવા માટે સાઇકલિંગ સારી એકસરસાઈઝ છે પરંતુ તમારી પાસે સાઈકલ નથી તો કઈ વાંધો નહિ. પીઠ પર સુઈને પગને હવામાં ફેરવો. દરરોજ ૧૫ થી ૨૦ મિનિટ આ વર્કઆઉટ પણ તમારા માટે ઘણું છે. યોગના ફાયદા આજે કોઈનાથી છૂપ્યા નથી. પોતાને ફિટ રાખવા અને વેટ લોસ (વજન ઓછો) કરવા માટે યોગાસનોથી વધારે અસરકારક બીજું શું હોય શકે છે. આનાથી ખાલી શારીરિક રૂપથી નહિ પરંતુ આખો દિવસ તાજગીભર્યા પણ રહેશો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment