80 લાખ વર્ષ પહેલા સુપરનોવાના કારણે આપણા પૂર્વજોએ બે પગે ચાલવાની શરૂઆત કરી હતી, જાણો આ રહસ્ય…

8

બ્રહ્માંડમાં અનગણિત એવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, જેના કારણે માણસ જાતિ સતત વિકસિત થતી ગઈ છે. આ વિકાસક્રમમાં એક મહત્વનો પડાવ છે માણસનું બે પગે ચાલવું. હવે એક નવા અભ્યાસમાં જણાવામાં આવ્યું છે કે કેવી રીતે માણસે બે પગે ચાલવાની શરૂઆત કરી. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કેવી રીતે ૮૦ લાખ વર્ષ પહેલા સુપરનોવા દ્વારા કોસ્મિક એનર્જીના બોમ્બ વિસ્ફોટે કેવી ઘટનાની શરૂઆત કરી હતી, જેના કારણે પ્રાચીન માણસે બે પગે ચાલવાની શરૂઆત કરી હતી.

જીયોલોજીકલ નામના જર્નલ પ્રકાશિત અભ્યાસમાં જણાવામાં આવ્યું છે કે સુપરનોવાએ નીચેના વાયુમંડળમાં ઇલેક્ટ્રોન્સના હિમખલનની શરૂઆત કરી હતી. આ વાયુમંડળે લગભગ વાદળોમાંથી જમીન પર જોરદાર પ્રકાશ મોકલ્યો, જેનાથી આખી દુનિયાના જંગલમાં આગ લાગી ગઈ. પૂર્વ આફ્રિકાના જંગલો આગના કારણે મોટા મેદાનો બની ગયા. સંશોધકોનું કહેવું છે કે આગ અને તેના કારણે મેદાનો બનવું પણ એક મુખ્ય કારણ હોય શકે છે, જેના કારણે હોમો સેપીયંસના પૂર્વજોમાં બે પગ વિકસિત થયા.

અમેરિકામાં આવેલ કંસાસ યુનીવર્સીટીમાં પ્રોફેસર એડ્રિયન મેલોટનું કહેવું છે જે એવું માનવામાં આવે છે કે આ ઘટના પહેલા પ્રાચીન માણસોમાં બે પગો પર ચાલવાની પ્રવૃત્તિ હતી, પરંતુ ત્યારે તે પગનો ઉપયોગ જાડ પર ચડવા માટે કરતા હતા. મોટા મેદાનો બન્યા પછી એક જાડ પરથી બીજા જાડ પર જવા માટે તેમની પાસે ઘાસના મેદાનો હતા. તેના પરિણામ સ્વરૂપ તેમણે સીધા ઉભા રહીને ચાલવાની શરુઆત કરી. સીધા ઉભા રહીને ચાલવાથી તે ઘાસની ઉપરથી જોય શકતા હતા અને શિકારીઓને પણ જોવામાં સક્ષમ બની ગયા.

એવું માનવામાં આવે છે કે આ મેદાનોના કારણે જ બે પગ વિકસિત થયા, જેના પરિણામ સ્વરૂપે પ્રાચીન માણસ ખુબ જ વધુ વિકસિત થતા ગયા. એડ્રિયન કહે છે સામાન્ય રીતે નીચેના વાયુમંડળમાં આયનીકરણ મળતું નથી, કેમ કે બ્રહ્માંડની કિરણો ત્યાં સુધી પહોચી શકતી નથી, પરંતુ સુપરનોવાથી વધુ ઉર્જાવાળા કિરણો નીકળે છે, જેના કારણે ઇલેક્ટ્રોન્સ નીચેના વાયુમંડળમાં પહોચે અને તદુપરાંતની ઘટનાક્રમની શરૂઆત કરી.

આખી દુનિયામાં તબાહીની શરૂઆત

સંશોધકોએ સંભાવના દર્શાવી કે જંગલોમાં લાગેલી આજ્ઞા કારણે આખી દુનિયામાં તબાહીની શરુઆત થઇ હતી. માટી જમા થયેલ કાર્બનના અભ્યાસથી તે બોમ્બ વિસ્ફોટના સમય સાથે મેળ ખાય છે. એડ્રિયનના મત મુજબ, અમારા સંશોધકો ધરતી પર અમુક લાખ વર્ષ પહેલા ખુબ જ વધુ ચારકોલ અને કાલિખની શરૂઆત થયા હોવાનું જણાવે છે. સમયના મેળાપના આધારે અમે કહી શકીએ છીએ કે સુપરનોવાના કારણે બ્રહ્માંડની ઉર્જાનો જે બોબ્મ વિસ્ફોટ થયો હતો, તેના કારણે ઘણી ઘટનાઓ બની અને માણસ બે પગ પર ચાલવા માટે સક્ષમ થઇ શક્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment