8 વર્ષની છોકરીના મગજમાં 100 થી વધુ આ જીવના ઈંડાઓ, જોઇને ડોકટરો પણ થઇ ગયા આશ્ચર્યચકિત…

47

એક બાળકીની સ્ટોરી જાણીને તમે પણ કહેશો કે આ ભગવાનનો ચમત્કાર છે જે આવું થવા છતાં જીવિત છે. આ બાબત નવી દિલ્લીની ફોર્ટીસ હોસ્પિટલમાં સામે આવી. આ બાળકીનો સ્ટોરી વિશે જે કોઈને પણ ખબર પડી તે ચોકી ઉઠ્યા.

હકીકતમાં બન્યું એવું કે સ્નેહાને છેલ્લા ઘણા દિવસોથી સોજો હતો. તેમજ તેને માથાના દુખાવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. સ્નેહાની સ્થિતિ દિવસેને બગડતી ગઈ અને તેને હરવાફરવામાં તકલીફ થવા લાગી. સ્નેહાને આચકી આવવાની તકલીફ પણ હતી. તેના પછી સ્નેહાને તેના માતાપિતા નવી દિલ્લીમાં આવેલી ફોર્ટીસ હોસ્પિટલમાં લઇ ગયા. અહિ ડોક્ટરોને તેની સ્થિતિ જોતા બાબત ગંભીર લાગી. તેમણે તરત જ બાળકીનો સીટીસ્કેન કરવાની સલાહ આપી. સીટીસ્કેન રીપોર્ટ જયારે આવ્યો તો ડોકટરોના હાલ બેહાલ થઇ ગયા. તેમણે રીપોર્ટમાં જે જોયું તેના પર વિશ્વાસ થઇ રહ્યો ન હતો.

હકીકતમાં ડોક્ટરોએ સ્નેહાના મગજમાં ૧૦૦ થી વધુ અળસિયાના ઈંડા જોયા. આઠ વર્ષની માસુમ બાળકીના મગજમાં કાચીંડાના ઈંડા મળવાથી તેઓ હેરાન થઇ ગયા. ડોકટરોને સીટીસ્કેનમાં ૧૦૦ થી વધુ ઉજળા ડાઘા જોવા મળ્યા. આ ડાઘા અળસિયાના  ઈંડાના હતા. સ્નેહાના લોહીથી અળસિયાના ઈંડા તેના મગજ સુધી પહોચી ગયા. લાંબા સમય સુધી અળસિયાના રહેવાના કારણે સ્નેહાને માથાનો દુખાવો અને આચકીના લક્ષણો ઉત્પન થયા. તેના કારણે સ્નેહાનો વજન પણ ૨૦ કિલો વધી ગયો. પરંતુ અળસિયા તેના મગજ સુધી કેવી રીતે પહોચ્યા તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.

તે બાબત પર ડોકટરોનું કહેવું છે કે કમનસીબે ખાવાનું ખાતી વખતે અળસિયાના ઈંડા તેના શરીરમાં પ્રવેશ કરી ગયા. નર્વસ સીસ્ટમ દ્વારા આ ઈંડા સ્નેહાના મગજમાં પહોચ્યા. હોસ્પીટલના ડોકટરોની મુજબ જયારે સ્નેહાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તો તે સમયે માથામાં સોજો હોવાના કારણે બેભાન સ્થિતિમાં હતી. ડોક્ટરોએ આ બાળકીનું નિદાન જંતુનાશક ઉપચાર દ્વારા કર્યું. મગજમાં આવેલા સોજાના ઓછો કરવા માટે ડોકટરોએ જરૂરી દવાઓ આપી.

નિદાન પછી બાળકીની સ્થિતિમાં સુધારો આવ્યો. સૌથી પહેલા તેના મગજનો વજન ઓછો થવાની શરૂઆત થઇ. ચમત્કારી રૂપથી હવે આ બાળકી હરવાફરવાની સ્થિતિમાં છે. વિશેષજ્ઞોની મુજબ ઘણીવાર આચકીને નજર અંદાજ કરવી આ બીમારીઓને ફેલાવા માટેનું મુખ્ય કારણ બની જાય છે. એક્સપર્ટના મત મુજબ ખાવાનું પકવતી વખતે પણ સુરક્ષાના જરૂરી ઉપાય કરવા જોઈએ.

નિદાન પછી સ્વસ્થ થવા પર બાળકીના માતાપિતા ખુબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે તેમણે ક્યારે પણ વિચાર્યું ન હતું કે તેમની દીકરી આવી ગંભીર બીમારીથી પીડિત થઈ જશે. વિશેષજ્ઞોના મત મુજબ ન્યુરોસીસ્ટી સરકોસીસ એટલે કે પેટના કીડાઓમાં હાજર હોય છે. આ મળના રસ્તાથી શરીરમાંથી નીકળે છે. ખેતરમાં શૌચ કરવા પર આ જમીનની નીચે ઉગનારી શાકભાજી પર ધાણા, કાકડી, ગાજર વગેરે પર ચોટી જાય છે. આ શાકભાજીને સરખી રીતે ધોઈને કે ઉકાળીને ન ખાવાવાળાના પેટના રસ્તાથી આ કીડા મગજ સુધી પહોચી જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment