8 વર્ષની બાળકીને પેટમાં થતું હતુ ભયાનક દર્દ, સીટીસ્કેન કરવામાં આવ્યું તો નીકળ્યું કઈક એવું જે જોઇને ડોક્ટર પણ સ્તબ્ધ થઇ ગયા…

62

ચીનમાં એક હેરત અંગેજ વાત સામે આવી છે. અહિયાં એક આઠ વર્ષની બાળકીને પેટમાં ભયાનક દર્દ થતું હતું. ઉપરાંત તેને થોડી થોડી વારે ઉલટીઓ પણ થતી હતી. આ જોઈ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોકટરોએ જયારે તેને તપાસીને તેનું સીટીસ્કેન કરવામાં આવ્યું તો જોવા મળ્યું કે આ બાળકીના પેટમાં જે જોવા મળ્યું તે જોઈ ડોકટરો પણ હેરાન થઇ ગયા.

હકીકતમાં આ બાળકીના પેટમાં લગભગ દોઢ કિલો જેટલો વાળનો ગુચ્છો હતો. જેને સર્જરી કરીને કાઢવામાં આવ્યો. મિરરના જણાવ્યા મુજબ આ બાળકીને બે વર્ષથી ઉમરથી જ વાળ ખાવાની બુરી અને ખરાબ આદત પડી ગઈ હતી.

આ બાળકીની માતાનું કહેવું છે કે તેણે આ વર્ષની શરૂઆતથી જ વાળ ખાવાની બુરી આદતને છોડી દીધી હતી. પણ ફેબ્રુઆરી મહિનામાં તે ખુબજ બીમાર પડી ગઈ હતી. અને તેને પેટમાં અટકી અટકીને વારંવાર ભયાનક દુ:ખાવો થતો હતો. અને સાથે ઉલટીઓના લક્ષણ પણ જોવા મળ્યા.

આ બાળકીની માતાએ નોટીસ કર્યું કે તેની દીકરીનું પેટ પણ ખુબજ જ ફૂલી ગયું હતું. ત્યાર પછી તે તેની બાળકીને લઈને ગુઆંગડોંગના દોન્ગુઆ હોસ્પીટલમાં તપાસવા માટે લઇ ગઈ. ત્યાં હોસ્પીટલના ડોક્ટરોએ પહેલા તો બાળકીનું પેટ ખાલી કરાવવા માટે ગેસ્ટ્રીક લેવેજનો ઉપયોગ કર્યો. પણ આ બાળકીના પેટમાં ખાદ્ય પદાર્થના કોઈ અવશેષ મળ્યા નહિ. જેથી ડોક્ટરોએ તેના પેટના દર્દનું કારણ  જાણવા માટે તેના પેટનું સીટીસ્કેન કર્યું.

સીટીસ્કેનમાં ડોકટરોને જે જોવા મળ્યું તે જોઈ ડોકટરો પણ આશ્ચર્ય ચક્કિત થઇ ગયા. તેમણે જોયું કે આ બાળકીના પેટની અંદર વાળની એક ભારી ભરકમ ગાંઠ આવેલી છે. અને વાળની આ ગાંઠ બિલકુલ પથ્થર જેવી થઇ ગઈ હતી. જો કે ડોક્ટરોએ સર્જરી કરીને વાળની આ ગાંઠને બાળકીના પેટમાંથી બહાર કાઢી લીધી. ત્યારબાદ ડોક્ટરોએ આ બાળકીના માતા પિતાને બાળકીના ખાવા પીવા પર ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે.

ડોકટરોએ જણાવ્યું કે બાળકોને વાળ ખાવાની આ આદતને પીકાના લક્ષણ માનવામાં આવે છે. હકીઆતમાં,  પિકા એક પ્રકારનો ઇટીંગ ડીસ ઓર્ડર એટલે કે એક પ્રકારનો ખાવાનો વિકાર છે. જેમાં બાળકોમાં આવા સામાન કે ચીજ વસ્તુઓ ખાવાની આદત પડી જાય છે. ખાસ કરીને તે પોષણ રહિત હોય છે. જે ખાવાથી કોઇપણ પ્રકારનો લાભ થતો નથી પણ નુકશાન ચોક્કસ થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment