8 મે 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

30

આજના બાળકની જન્મ રાશી મિથુન(નામાક્ષર: ક, છ, ઘ)

મેષ

યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. આવક કરતા ખર્ચમાં વધારો જણાય જેથી અન્ય ખર્ચ પર કાબુ રાખવો તમારા હિતમાં રહેલ છે અન્યથા મુશ્કેલી ઉભી થશે. સામાન્ય નાની ઈજાઓથી સાવચેત રહેવું. કોર્ટ કચેરીના કામમાં જરા સાવધાની રાખવી જરૂરી છે.

વૃષભ

કુંડલી મારીને સુસુપ્ત પડેલી સમસ્યાઓ કે મુશ્કેલીઓ ફરીથી માથું ઊંચકતી જોવા મળે. વિલંબમાં પડેલા કાર્યો સારી સ્થિતિમાં આગળ વધવાની શક્યતા રહેલી છે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જાય. મન હળવું રહે.

મિથુન

આર્થિક મુશ્કેલીમાંથી સરળ રસ્તો નીકળતો જોવા મળે. જુના સંબંધો ફરીથી તાજા થવાની શક્યતા. આજનો દિવસ માનસિક શાંતિથી પસાર થાય. ધંધામાં પ્રગતી જોવા મળે. કૌટુંબિક વાતાવરણ આનંદમય અને સુમેળભર્યું રહેવાની શક્યતાને નકારી શકાય નહિ.

કર્ક

વારસાગત મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. તમારા કાર્યક્ષેત્રમાં તમે ધારેલી સફળતા મેળવી શકો. ભાવુક થઇને કે આવેશમાં આવી જઈ કોઈ મહત્વના નિર્ણયો ન લેવા. વિદેશના કામ બાબતે વાતાવરણ સાનુકુળ રહે. રાજકીય ક્ષેત્રે કામ કાજ કરતા લોકોએ તેમના હિત શત્રુઓથી ખાસ સાવચેત રહેવું

સિંહ

તમારા ધંધા કે વ્યવસાયમાં તમને વડીલો તરફથી આર્થિક મદદ મળવાની શક્યતાને નકારી શકાય નહિ. કુટુંબમાં સામાન્ય વાદ વિવાદ કે વિખવાદ ઉભા થવાની શક્યતા જણાય. યાત્રા કે પ્રવાસનું આયોજન ગોઠવાય. આર્થિક તેમજ માનસિક સ્થિતિ હળવી બનતી જોવા મળે.

કન્યા

ઘર કે કુટુંબ પરિવારના વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય. અટકાયેલા મહત્વના કાર્યો આગળ વધવામાં પુશ બેક મળે. આરોગ્ય સ્વસ્થ રહેવાની શક્યતા જણાય. જુના મિત્રો કે સ્નેહી સંબંધીઓને આકસ્મિક મળવાનું શક્ય બની શકે છે. વાહન અકસ્માતથી સાવચેત રહેવું.

તુલા

તમારા કાર્યક્ષેત્રમાં તમારી ફરજ મુજબ તમને હક્ક મળવાની શક્યતાને નકારી શકાય નહિ. ઋતુગત બીમારી થવાની શક્યતા જણાય. આપના કામની કદર અને પ્રશંસા થઇ શકે છે. જેથી કામ કરવાનો ઉત્સાહ વધી શકે છે.ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે.

વૃશ્ચિક

સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. વેપાર કે ધંધા માટે કરેલો પ્રવાસ લાભ અપાવે. જમીન મકાન કે વાહનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. યાત્ર કે પ્રવાસનું આયોજન શક્ય બને. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુંબની રહે. કોઇપણ બાબતમાં વાદ વિવાદ કે વિખવાદથી દૂર રહેવું.

ધન

આજના દિવસે તમારે તમારા ગુસ્સા અને આવેગ પર કંટ્રોલ રાખવો ખાસ જરૂરી છે. યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. શરીરના આરોગ્ય બાબતે ચિંતામાં વધારો થઇ શકે છે. જમીન મકાનને લગતા પ્રશ્નો હલ થઇ શકી છે. સામાજિક જવાબદારીમાં વધારો જોવા મળે.

મકર

તમારા કાર્યમાંસગા સંબંધી કે મિત્ર વર્ગનો સાથ સહકાર મળવાની શક્યતા જણાય. આરોગ્યની સુખાકારી જળવાઈ રહેવા સંભવ. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય. આજના દિવસે આર્થીક કે નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરવા.

કુંભ

જુના રોગોમાં થોડી રાહત જણાય. દામ્પત્ય જીવનમાં મનમેળ જોવા મળે. વિમાને લગતા તેમજ બેન્કને લગતા કામકાજમાં સાવધાની વરતવી પડે. આમદાની અઠ્ઠન્ની ખર્ચા રૂપિયા જેવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તમારા હિતમાં છે.આર્થિક નાણાકીય આવકમાં વધારો જોવા મળે પણ આવક કરતા જાવકનું પ્રમાણ વધી જાય.

મીન

તમારા કામ કાજમાં સામાન્ય અવરોધ આવતો જોવા મળે. દામ્પત્ય જીવન સુખમય રહે. ઘર તેમજ કૌટુંબિક પરિવારમાં ઉમંગ ઉલ્લાસ જોવા મળે. જમીન કે મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા નકારી શકાય નહિ. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા જણાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment