8 માર્ચ 2019 આજની દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

25

આજના બાળકની જન્મ રાશી મીન (નામાક્ષર: દ, ચ, ઝ, થ).

મેષ

ઋતુગત બીમારીતી સાવચેત રહેવું. ઘરની જવાબદારીમાં વધારો આવી શકે તેવું બને. આજના દિવસે તમારે વાણી વર્તન પર સંયમ રાખવો ખાસ જરૂરી જણાય. ઘર પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને. ઋતુ પરિવર્તનથી ધંધામાં વૃદ્ધિ જોવા મળે.

વૃષભ

કમીશન, દલાલી કે એજન્ટનું કામ કરતા લોકોને તેમના કાર્ય ક્ષેત્રમાં લાભ અને પ્રગતિ જોવા મળે. આરોગ્ય બાબતે સાવચેતી રાખવી જરૂરી.કોઇપણ ક્ષેત્રમાં નાણાકીય રોકાણ કરતા પહેલા ખાસ ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે બીજાની આકસ્મિક ભૂલથી અકસ્માત થવાની શકયતા જણાય. ઘરની બહારનું ખાવા પીવાથી શરીરના આરોગ્ય પર ખરાબ અસર થવાની શક્યતા જોવા મળે.

મિથુન

નવા કાર્યનો શુભારંભ થવાની શક્યતાને નકારી શકાય નહિ. આજના દિવસે બહારના વ્યવહાર સાચવવામાં દિવસ પસાર થાય તેવું બને. વેપાર કે ધંધા માટે કરેલો પ્રવાસ ખાસ લાભ અપાવે નહી તેવું બને. આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો તમારા હિતમાં સાબિત થાય.

કર્ક

બારમાં સ્થાનમાં રહેલા રાહુથી જીંદગીમાં અવનવા ફેરફાર જોવા મળે. ખર્ચમાં વધારો થાય તેવું બની શકે. ભાગ્યોદયની નવી તક ખુલતી જોવા મળે. થાકની અનુભૂતિ કરો તેવું બની શકે. વિદેશને લગતી બાબત સાથે ધંધાકીય પ્રવૃતિમાં વેગ આવતો જણાય.

સિંહ

વડીલીના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા કાર્યક્ષેત્રમાં લાભદાઈ જણાય. તમારી ભૂલના કારણે આમદાની અઠન્ની ખર્ચા રૂપિયા જેવી સ્થિતિ આવી શકે. આજના દિવસે ઘર પરિવારના અને બહારના સંબંધો સાચવવામાં દિવસ પસાર થાય. વધારાની આવક સારા રસ્તે મેળવવાના પ્રયત્નો સફળ થતા જોવા મળે.

કન્યા

કોઈ શુભ માંગલિક પ્રસંગમાં જવાનું થવાથી દિવસ આનંદમય રહે. ધંધાકીય પ્રવૃતિમાં બજારની વધઘટ સ્પષ્ટ જીવ મળે. કોઈના હસ્તક્ષેપથી અટકેલા રાજકીયકે ખાતાકીય કામ થઇ શકે. દગાખોર મિત્રથી સાવચેત રહેવું તમારા લાભમાં રહે. કોઈ વ્યક્તિને આકસ્મિક મદદરૂપ થઇ શકો તેવું બને.

તુલા

તમારા આત્મબળ, મનોબળ, દ્રઢ વિશ્વાસ, બુદ્ધિ ચાતુર્ય અને શાબ્દિક છટાથી તમે તમારા હરીફોને કે પ્રતિ સ્પર્ધીઓને પરાજીત કરવામાં સફળતા મેળવશો. તમારા આનંદ ઉત્સાહમાં વધારો જોવા મળે. મનની ધારણા મુજબનું કાર્ય થતું જણાય જેથી આનંદમાં વધારો થાય. કોઇપણ સટ્ટાકીય બાબતોથી આજના દિવસે દુર રહેવું તમારા લાભમાં રહે.

વૃશ્ચિક

નાના પ્રવાસનું આયોજન શક્ય બને. સ્વસુર પક્ષ તરરફથી તમારા કાર્ય ક્ષેત્રમાં પૂરતો સાથ સહકાર અને સહયોગ મળી રહેવાની શક્યતા જોવા મળે.વિલંબમાં પડેલા કામનું નિરાકરણ આવવાની શક્યતા રહેલી છે. બીજા કોઈના ઘર કંકાસમાં તમે તમારી બુદ્ધિ ચાતુર્યથી તેમના વચ્ચે સુલેહ શાંતિ કરી શકો જેથી તમારુ માન વધતુ જોવા મળે.

ધન

જમીન મકાન બાબતમાં ઉતાવળ નકારવી.બીજાઓના સાથ સહકારથી આનંદના અતિરેકમાં વધારો જોવા મળે. બજારની દિશા અને દશા જોઈને જમીન, મકાન, વાહન કે કોઈ કંપનીના શેરની લે વેચ કરવી તમારા લાભમાં રહે. આજના દિવસે માનસિક થાક અનુભવાય.

મકર

હૃદય મનની વ્યગ્રતા બેચેનીમાં રાહત જોવા મળે. કોઈ શુભ માંગલિક પ્રસંગમાં આકસ્મિક મુલાકાતથી જુનાનવા સંબંધો ફરીથી તાજા થાય. ઘર પરિવાર સાથે મતભેદ મનભેદનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો. ધંધામાં ચડ ઉતર થવાની શક્યતા જણાય, ધીરજ રાખવી.

કુંભ

પુત્ર, પુત્રી, પૌત્રાદિકની પરીક્ષાને લગતી ચિંતાના ઘટાડો જોવા મળે. સીનીયર સીટીઝનોને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને. નોકરીયાત વર્ગને તેમના ઉપરી અધિકારી, બોસ કે કર્મચારીનો યોગ્ય સાથ સહકાર મળી રહે.

મીન

આજના દિવસે તમારે વાણી વર્તન પર સંયમ રાખવો ખાસ જરૂરી જણાય.કોઇપણ રાગદ્વેષથી દૂર રહેવું આપના હિતમાં સાબિત થાય. રાહુની અસરથી તમારી ધારણા મુજબનું કામ ન થવાથી માનસિક બેચેની જણાય. કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા વડીલનું કે અનુભવીનું સલાહ સુચન તમારા લાભમાં રહે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment