8 હજાર કરોડના ખર્ચથી બનેલું ચાંગી એરપોર્ટ એપ્રિલમાં ખુલશે, દુનિયાનું સૌથી મોટું ઇન્ડોર ઝરણું બનાવ્યું, જુઓ અંદરનો નજારો…

37

વીતેલા પાંચ વર્ષથી સિંગાપુર ચાંગી એરપોર્ટના નવા સંસ્કરણને લાવવાની વાત કરી રહ્યા છે. હવે સિંગાપુરે અધિકારીક રૂપથી 17 અપ્રિલે ચાંગી એરપોર્ટના બદલામાં રૂપને જનતા માટે ખોલવાની વાત કરી છે. એરપોર્ટ પર દુનિયાનો સૌથી ઉચો ઇન્ડોર ઝરણું બનાવવામાં આવ્યું છે. તેની ઉચાઇ 130 ફીટ છે. એરપોર્ટને બનાવવામાં 1.25 બિલિયન ડોલર (અંદાજે 8 હજાર કરોડ રૂપિયા) ખર્ચ થયા.

લાખ વર્ગમીટર ક્ષેત્રમા બન્યું

1) ચાંગી એરપોર્ટ એક લાખ ૩૦ હજાર વર્ગમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. એરપોર્ટમાં 10 માળ છે. તેમાંથી પાંચ માળ જમીનની ઉપર અને પાંચ જમીનની નીચે છે. 280 રીટેલ શોપ પણ બનાવવામાં આવ્યા છે. પેસેન્જરના જલ્દી ચેક ઇન કરવાની સુવિધા પણ અહિયાં આપવામાં આવી છે.

2) 50 મીટરનું કૈનોપી બ્રીઝ પણ અહિયાં બનાવવામાં આવ્યો છે. ઓફિસરોનુ કહેવું છે કે તે વર્ષના મધ્ય સુધી પૂરું થઇ જશે. એરપોર્ટ પર ચારમાળનું ગાર્ડન બનાવવામાં આવ્યું છે. દુનિયાના આલા આર્કિટેકમાં શુમાર મોશે સ્ફદી તેને મેજિકલ ગાર્ડન કહે છે. મોશેએ જ ડીઝાઇન કરી છે.

૩) મોશે કહે છે કે હું એક નવા પ્રકારના શહેરી સ્થાનની ખબર પાડવા માંગતો હતો. એક એવું ઈમારત કે જ્યાં દુકાનો પણ હોય અને સાથે ઝાડ પણ હોય. લોકો ક્યાય પણ જવા ઈચ્છે છે તો તેને મોડું ન થાય. અહિયાં આપણી જીત એટલા માટે થઇ કારણ કે આ એક લક દક મોલ જેવો દેખાઈ છે અને અહિયાં મોલ જેવું લાગે પણ છે. પણ અહિયાનો પાર્ક તમને એક નવો અને સુખદ અનુભવ દેશે.

4) એરપોર્ટ આંકડાઓના જણાવ્યા અનુસાર ચાંગી દુનિયાનો સાતમો સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 2018 માં અહિયાંની ચાર ટર્મિનલથી 6 કરોડ 56 લાખ યાત્રી નીકળ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment