૮ ફેબ્રુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

27

આજના બાળકની જન્મ રાશી સવારના 8 કલાક 18 મિનીટ સુધી કુંભ રાશી (નામાક્ષર: ગ, શ, ષ સ) ત્યારબાદ મીન રાશી (નામાક્ષર: દ, ચ, ઝ, થ)

મેષ

આજના દિવસે કોઇપણ કામ કાજમાં ઉતાવળિયો નિર્ણય લેવો નહિ. અન્યથા ભારે નુકશાન થવાની શક્યતા રહેલી છે. જીવનમાં ઉતાર ચઢાવ આવવાની શક્યતા જણાય. શરીરના સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી હિતાવહ છે.

વૃષભ

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને પણ યાત્રા કે પ્રવાસમાં સામાન્ય વિઘ્ન આવતું જણાય. રોકાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. આરોગ્ય બાબતે સમય સારો રહે.

મિથુન

આર્થિક નાણાકીય સ્થિતિ વધારે મજબુત થતી જોવા મળે. કોઈ અગત્યના કે મહત્વના નિર્ણયો લઇ શકાય. શરીરના સ્વાસ્થ્ય બાબતે ચિંતામાં ઘટાડો થાય.

કર્ક

ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યમાં આજના દિવસે સમય વધારે આપવાનું બની શકે. નવી તકો સંભવી શકે છે. શરીર સ્વાસ્થ્યમાં સામાન્ય ઋતુગત ફેરફારો થવાની શક્યતા રહેલી છે.

સિંહ

ઘર પરિવારને લગતી બાબતો વધુ ગૂંચવાતી જાય તેવું બનવાની સંભાવના રહેલી છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય બની રહે. આરોગ્ય સામાન્ય રહેવાની શક્યતા જણાય.

કન્યા

તમારા મનની વાતને બીજા સામે રજુ કરવામાં જરા પણ વિલંબ કરવો નહિ. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખવી. ઘર પરિવાર તેમજ કૌટુંબિક વાતાવરણમાં શાંતિ જણાય.

તુલા

બીજાના કામની કે અન્ય કોઈપણ  કામની જવાબદારી તમારે તમારા પર ન લેવી આપના હિતમાં રહેશે. પારિવારિક સુખ સારું રહેશે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું.

વૃશ્ચિક

કોઈ સામાજિક પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે. પૈસાનો ઉપયોગ કોઈ સારા કાર્યમાં થઇ શકે છે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ આનંદથી પસાર થાય.

ધન

આજના દિવસે કોઈ નવી યોજના પર કાર્ય આગળ વધતું જોવા મળે.યાત્રા કે પ્રવાસનું આયોજન અચાનક સંભવી શકે. નાની નાની કે સામાન્ય ઈજાઓ ન થાય તેની સાવચેતી રાખવી.

મકર

કોઈ નવા કાર્યની શરૂઆત થવાની શક્યતાને નકારી શકાય નહિ. અન્ય વ્યક્તિ સાથે ગેરસમજ કે મનદુ:ખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શરીર સ્વાસ્થ્યની કાળજી રાખવી તમારા હિતમાં જણાય.

કુંભ

વેપાર અર્થે કરેલો પ્રવાસ નિરર્થક ન જાય, લાભ અપાવે. મધ્યાંતર બાદ જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ કોઈ એવા સમાચાર મળે કે જેનાથી બેચેની અનુભવો. મન વ્યગ્રતા કે ઉદ્વેગ અનુભવે.

મીન

આકસ્મિક કોઈ નવી તક સામેથી આવી મળે કે નવી તક ઉભી થાય. તમારા રોજીંદા કામમાં વ્યસ્તતા રહેવાની શક્યતા રહે. શરીર સ્વાસ્થ્ય સારું રહે. શેર સટ્ટાકીય બાબતમાં સાવધાની રાખવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment