75 વર્ષના સુપરકુલ માજી ચલાવે છે એક અનોખો બિઝનેસ

34

એક બાજુ દુનિયામાં દરરોજ કઈકને કઈક અજીબોગરીબ થાય છે. બીજી તરફ પરાક્રમ કરનારાઓની પણ કમી નથી. આ આપણા જેવા જ માણસ છે ફર્ક માત્ર એટલો છે કે અમુક પોતાની અદ્ભુત અને અમુક પોતાના અજીબ કામના લીધે ચર્ચાનો વિષય બની જાય છે. અત્યારે, બેંગલુરૂની ૭૫ વર્ષીય વૃદ્ધ માજી પોતાના કૂલ પરાક્રમના લીધે ચર્ચામાં બનેલા છે. જાણો એમની રસપ્રદ કહાની

બેંગલુરૂના રહેનારા ૭૫ વર્ષીય વૃદ્ધ મહિલા ચર્ચાનો વિષય બનેલ છે. આનું કારણ છે એમનો મકાઈના ડોડા શેકવાની નવી રીત. આ વૃદ્ધ મહિલાનું નામ સેલઅમ્મા છે. એ મકાઈના ડોડા શેકવા માટે સોલર ફેનનો ઉપયોગ કરે છે. જો કે મકાઈના ડોડા વેચવા એમના માટે કોઈ નવું કામ નથી, પરંતુ બેંગલુરૂ વિધાનસભાની બહાર સેલઅમ્મા ૨૦ વર્ષથી લોકોને ડોડા ખવડાવી રહી છે.

અમ્માની નાની એવી દુકાન ઉપર સોલર ફેન લાગવાની કહાની પણ ઘણી રસપ્રદ છે. આટલા વર્ષોથી તે ડોડા શેકવા માટે પંખાનો ઉપયોગ કરતી હતી પરંતુ વધતી ઉંમરની સાથે હવે પંખાનો ઉપયોગ કરવા પર એમના હાથોમાં દુઃખાવો થતો હતો અને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. તેમજ સેલઅમ્મા પાસે એટલા પૈસા પણ નહતા કે તે સોલાર પંખો ખરીદી શકે.

અમ્માની આ મુશ્કેલીને જોતા સોલાર પાવર ક્ષેત્રમાં કામ કરતી એક કંપનીએ એમને સોલાર ફેન ભેટ સ્વરૂપે આપ્યો. સોલાર પંખો મેળવીને સેલઅમ્મા ઘણી ખુશ અને ઉત્સાહિત છે.

રીપોર્ટ પ્રમાણે, સેલ્કોના ઘણા કર્મચારી દરરોજ એ જ રસ્તા પરથી આવતા જતા હતા, જ્યાં અમ્મા ડોડા લઇને ઉભા રહેતા હતા. એ રોજ સેલવમ્માને ડોડા શેકતા જોતા હતા. એમની તકલીફ કર્મચારીઓથી જોવાઈ નહિ અને અમ્માને આ શ્રેષ્ઠ ભેટ આપી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment