આ બિલાડી મૃત્યુ પામી, 700 કરોડ રૂપિયાની હતી આ બિલાડી, આ બિલાડી સોશ્યલ મીડિયા પર એટલી બધી પ્રખ્યાત હતી કે ફેસબુક પર તેના 85 લાખ ફોલોઅર્સ હતા…

6

ઇન્ટરનેટની દુનિયામાં ખુબજ પ્રખ્યાત થયેલ બિલાડીનું મૃત્યુ થયું છે. ગ્રમ્પી નામની આ બિલાડી સોશ્યલ મીડિયા પર એટલી બધી પ્રખ્યાત હતી કે ફેસબુક પર તેના 85 લાખ, ઈંસ્ટાગ્રામ પર 25 લાખ અને ટવીટર પર 15 લાખથી પણ વધારે ફોલોઅર્સ હતા. આ ગ્રમ્પી બીલાડીનું ચાલુ મહિનાની 14 મી તારીખે મૃત્યુ થયું. ત્યારે તેની ઉમર “ફક્ત” સાત વર્ષની હતી. 2001 માં જ્યારે તેણીના ફોટા ઇન્ટરનેટ પર આવવા લાગ્યા ત્યારે ગ્રેમી કેટ લોકપ્રિય બની હતી.

એરીજોનામાં રહેતી “ગ્રમ્પી કેટ”ની શેઠાણીએ તેની પાળીતી બિલાડી ગ્રમ્પીનું મૃત્યુ થયાની વાતને સોશ્યલ મીડિયા પર પુષ્ટી કરી છે. તેમને ટ્વીટર પર વધુમાં જણાવ્યું કે, અમે અમારી અતિ પ્યારી અને વ્હાલી ગ્રમ્પી ઉર્ફે ગ્રેસી કેટના મૃત્યુની જાહેરાત કરતા ખુબજ દુ:ખની લાગણી અનુભવીએ છીએ. આ બિલાડીનું ચિત્ર પ્રતિક્રિયા તરીકે અને મીમ માટે પણ વપરાય છે. સ્ટેન લી અને જેનિફર લોપેઝ સહિતના સેલિબ્રિટીઝ સાથે આ બિલાડીના ઘણા ફોટા છે.

2001 માં જ્યારે તેણીના ફોટા ઇન્ટરનેટ પર આવવા લાગ્યા ત્યારે ગ્રમ્પી કેટ વધુ લોકપ્રિય બની. ગ્રમ્પિ કેટને લઈને ‘ઇન્ટરનેટ પર ખૂબ જ સારી રીતે મીમ બનાવવામાં આવ્યા હતા, પુસ્તકો પણ લખવામાં આવ્યા હતા અને તેની મુવી પણ બનાવવામાં આવી હતી. 2012 માં પહેલીવાર એક યુટ્યુબ વિડીયોના કારણે “ગ્રમ્પી કેટ” પ્રખ્યાત થઇ હતી. 2012 માં ગ્રમ્પી કેટના વિડીયોને 1.5 કરોડથી પણ વધુ લોકોએ જોયો હતો.

આ“ગ્રમ્પી કેટ” ને કારણે તેની શેઠાણી તબાથા બુંદસેન અબજો રૂપિયાની માલિક બની ગઈ હતી. આ“ગ્રમ્પી કેટ” નું સાચું નામ ટારડર સોસહતું. પણ તે ગ્રમ્પી કેટના નામે વધુ પ્રખ્યાત થઇ હતી. આ બિલાડીના નામે લગભગ 700 કરોડની સંપતિ હોવાનું માનવામાં આવે છે. આ ગ્રમ્પી કેટની શેઠાણી તબાથા બુંદસેને પોતાના સત્તાવાર પૃષ્ઠ પર લખ્યું કે 7 વર્ષની ઉમરમાં બીમારીને કારણે ગ્રમ્પી કેટની એરિઝોનામાં અમારા ઘરમાં મૃત્યુ થયું હતું. ગ્રમ્પી કેટના મૃત્યુપરતેના ચાહકોએ ઇન્ટરનેટ પર સંવેદના ખેદ શોક અને દુ::ખ જાહેર કર્યું છે, અને હજુ પણ કરી રહ્યા છે.

સોશ્યલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ બિલાડીને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત ઘણા લોકોએ બિલાડી સાથેફોટા પણપોસ્ટ કર્યા છે અને લાગણી સભર ભાવુક સંદેશાઓ પણ લખ્યા છે.જયારે ઘણા લોકોએ “ગ્રમ્પી કેટ” ને સુપર ક્યુટ કેટનું સંબોધન કર્યું છે.“ગ્રમ્પી કેટ” ને બીમારીને કારણે કોઈ મોટા અને સારા ડોક્ટર પાસે તેની સારવાર– ઈલાજ કરાવવામાં આવતો હતો. પણ“ગ્રમ્પી કેટ” ને થયેલ એક ઇન્ફેકશનને કારણે ડોક્ટરની સારવાર કારગત ન નીવડતા 14 મે ના રોજ “ગ્રમ્પી કેટ” ગૌલોક નિવાસી થયેલ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment