7 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

82

આજના બાળકની જન્મ રાશી બપોરના 2 કલાક 14 મિનીટ સુધી કુંભ (નામાક્ષર: ગ,શ, ષ, સ) ત્યારબાદ મીન રાશી (નામાક્ષર: દ,ચ, ઝ, થ)

આજનું ચિંતન – દોઢ વર્ષ બાદ આજથી શરુ થતું રાહુનું રાશી પરિવર્તન દરેક રાશીને રાહુના સ્થાન પ્રમાણે જુદી જુદી અસર કરશે.

મેષ

આજથી રાહુ મિથુન રાશિમાં પરિભ્રમણ શરુ કરે છે જેથી આપ દોઢ વર્ષ બાદ ચોથા રાહુના બંધન માંથી મુક્ત થાવ છે જેથી તમારા દરેક કાર્ય ક્ષેત્રમાં તમે હળવાસ અને રાહતનો અનુભવ કરી શકો.

વૃષભ

રાહુના રાશી પરિવર્તનથી કોઈની સાથે ચાલી રહેલા કે થયેલા વાદ, વિવાદ કે સંઘર્ષનું નિરાકરણ આવતું જોવા મળે. દરેક કામનો ઉકેલ આવવાની શક્યતા.

મિથુન

આજથી રાહુ તમારી મિથુન રાશિમાં પ્રવેશી પરિભ્રમણ શરુ કરે છે. જેથી માનસિક પરિતાપ બેચેની વ્યગ્રતાનો અનુભવ જોવા મળે. રોકાયેલા નાણા પરત મળવાની શક્યતા જણાય.

કર્ક

આજથી કર્ક રાશિના જાતકો બારમાં રાહુના બંધનમાંદોઢ વર્ષ સુધી રહેશે. જેથી રાહુની અસરથી ચિંતા રહે ખર્ચમાં વધારો થાય. આરોગ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી. રાહુની અસર ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે પણ જોવા મળે.

સિંહ

આજે રાહુનું પરિભ્રમણ મિથુન રાશિમાં શરુ થાય છે. જેથી આપ દોઢ વર્ષ બાદ આજથી બારમાં રાહુના બંધનમાંથી થવાના કારણે હળવાસ અને રાહતનો અનુભવ જોવા મળે.

કન્યા

રાહુના મિથુન રાશીમાં પરિવર્તનની અસર કન્યા રાશિના જાતકો પર પણ થવાની શક્યતા જણાય. સમયે સમયે ધંધો બદલતા વર્ગને ધંધામાં સ્થિરતા જોવા મળે. વડીલ વર્ગના આરોગ્ય બાબતની ચિંતા રહે.

તુલા

રાહુના રાશી પરિવર્તનની અસર તમારા વિલંબમાં પડેલા કાર્ય પર તમારા હિતમાં જોવા મળે.

વૃશ્ચિક

આજથી રાહુનું મિથુન રાશિમાં પરિવર્તન થતા તમે દોઢ વર્ષ માટે આઠમાં સ્થાનમાં રાહુના બંધનમાં રહેશો. આઠમાં સ્થાનમાં રાહુ આધી,વ્યાધી, ઉપાધી, સંકટ, મુશ્કેલી આવવાની શક્યતાનો સૂચક છે. શરીર સ્વાસ્થ્ય બાબતે જાળવવું ખાસ જરૂરી જણાય.

ધન

આજે રાહુના અન્ય રાશિમાં પરિવર્તનથી ધન રાશિના જાતકો દોઢ વર્ષ બાદ આજથી આઠમાં સ્થાનમાં રહેલ રાહુના બંધનમાંથી મુક્ત થશો. જેથી માનસિક પરિતાપ, બેચેની, ચિતામાં પણ સારી રીતે તમે તમારું ધાર્યું કામ કરી શકો. કાર્યમાં સફળતા પ્રગતી જોવા મળે.

મકર

આજથી થતું રાહુનું રાશી પરિવર્તન તમારા નોકરી કે ધંધામાં સારું ફળ અપાવે. આધી,વ્યાધી, ઉપાધી, સંકટ, મુશ્કેલી દુર થતી જોવા મળે. ધાર્યા કામ થાય. કાર્યમાં સફળતા મળે. ઘર પરિવારમાં ઉદભવેલા મનભેદ દુર થાય.

કુંભ

શેર સટ્ટાકીય બાબતમાં આજના દિવસે ખાસ સાવધાની રાખવી આપના હિતમાં સાબિત થાય. બજારોની તેજી મંદીની અસર ધંધામાં વર્તાય. નોકરી ધંધાના કામમાં વ્યવસ્થિત ધ્યાન આપવું.

મીન

આજથી રાહુનું મિથુન રાશિમાં સ્થાન પરિવર્તન થઇ દોઢ વર્ષ માટે પરિભ્રમણ શરુ થવાથીઆપ દોઢ વર્ષ બાદ ચોથા સ્થાનમાં રાહુના બંધનમાંઆવવાથી નોકરી કે ધંધા બાબતે માનસિક ચિંતાનો અનુભવ કરો તેવું બની શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment