7 માં ધોરણમાં ભણતા છોકરાએ 2 વર્ષની માસૂમ બાળકી સાથે કર્યું દુષ્કર્મ, ટીવી દેખાડવાના બહાને લઇ જતો અને પછી કરતો આવું કામ…

22

પટિયાલામાં બે વર્ષની માસૂમ સાથે સાતમાં ધોરણમાં ભણતા છોકરા દ્વારા દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટના પછી આરોપી ફરાર છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને ચાર પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી લીધો છે. મામલાના તપાસ અધિકારી ઈએસઆઈ સુખદેવ સિંહએ જણાવ્યું કે પીડિત બાળકીની માં એ પોલીસને બયાન આપ્યું છે કે તેણી પોતાની બાળકી સાથે શનિવારે રૂમમાં સુતી હતી.

એ જ સમયે સાતમાં ધોરણમાં ભણતા ૧૪ વર્ષના છોકરાએ પોતાની બહેન સાથે રૂમમાં આવ્યો અને બાળકીને ટીવી દેખાડવાના બહાને પોતાની સાથે લઇ ગયો. એના લગભગ ૨૦ મિનિટ પછી એને પોતાની બાળકીના જોર જોરથી રોવાનો અવાજ સંભળાયો. જ્યારે બહાર આવીને જોયું તો આ અવાજ આરોપી છોકરાના રૂમમાંથી આવતો હતો.

જ્યારે બાળકીની માં આરોપી છોકરાના રૂમમાં પહોંચી તો ત્યાંનું દ્રશ્ય જોઇને એના પગ નીચેથી જમીન ખસી ગઈ. આરોપી છોકરો બાળકી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. બાળકીની માં ને જોઇને આરોપી તક મળતા ફરાર થઇ ગયો. પોલીસ અનુસાર આરોપીનું પરિવાર મૂળરૂપથી યૂપીના રહેનારા છે.

ગયા કેટલાય વર્ષોથી આ લોકો પટિયાલામાં ભાડે રૂમ રાખીને રહે છે. આરોપી છોકરા વિરુદ્ધ પોલીસે વિવિધ કલમોમાં કેસ નોંધી લીધો છે. એ બાજુ, બાળકીને હોસ્પિટલમાં દાખલ કરીને એનું મેડિકલ કરાવામાં આવી રહ્યું છે. બાળકી હાલમાં સારવાર હેઠળ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment