7 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

39

આજના બાળકની જન્મ રાશી કર્ક (નામાક્ષર: ડ હ)

મેષ

આજના દિવસે કોઈ શુભ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે. ભાગ્યોદયની નવી તકો સામેથી આવવાની શક્યતા જણાય. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે વડીલોની હાજરીમાં મિલન મુલાકાત ગોઠવાય. આજનો દિવસ વ્યસ્ત રહે તેવું બની શકે.

વૃષભ

ઉચાઇ પરથી પગ લપસીને પડી જવાથી શરીરમાં ફેકચર થવાની શક્યતા નકારી શકાય નહિ. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા રહેલી છે. આજનો દિવસ આધી, વ્યાધી અને ઉપાધિનો રહેવાની શક્યતાને નકારી શકાય નહિ.

મિથુન

કોર્ટ કચેરીને લગતા કામકાજમાં રોકાયેલા રહો તેવું બની શકે. આજે કામની વ્યસ્તતા જણાય. દોડધામવધી જાય. શરીર સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તમારા હિતમાં સાબિત થાય. ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે.

કર્ક

નાણાકીય વ્યવહારમાં મુશ્કેલી ઉભી થતી જોવા મળે. આજના દિવસે દરેક કાર્યમાં સફળતા જોવા મળે. પ્રગતિ જાણાય. કોઈ આકસ્મિક એવી ઘટના બને કે જેનાથી તમારા જીવનની દશા અને દિશા બંને બદલાઈ જાય સારું પરિણામ જોવા મળે.

સિંહ

આજના દિવસે મન બેચેન રહે માનસિક પરિતાપ જણાય. નોકરીયાત વર્ગને તેમના સાથી કર્મચારીનો યોગ્ય સાથ સહકાર મળી રહે. ઘર પરિવારના કામ કાજ ઉપરાંત સગા સ્નેહીજનોના કામમાં વ્યસ્ત રહો તેવું બની શકે. શરીર અને મનની અસ્વસ્થતા તમને બેચેન બનાવી શકે છે.

કન્યા

જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા રહેલી છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. ખાનગી કંપનીમાં સર્વિસ કરતા નોકરીયાત વર્ગને તેના કામની કદર રૂપે પ્રમોશનની શક્યતા જણાય. બીજા લોકો માટે આર્થિક ખર્ચમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ.

તુલા

વાહન અને જમીનના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય. આર્થિક મુશ્કેલીઓ દુર થવાની શક્યતા નકારી શકાય નહિ. નવા આયોજનો સફળતા પૂર્વક પાર પાડી શકો. આજના દિવસે માનસિક પરિતાપ બેચેની હોવા છતાં દ્રઢ વિશ્વાસથી કોઇપણ કામનુંનિરાકરણ લાવી શકો.

વૃશ્ચિક

કૌટુંબિક વાદ વિવાદ અને વિખવાદનો અંત આવી શકે છે. હેવી મશીનરીના કારખાના કે ફેક્ટરીમાં કામ કરતા લોકોને કોઈ મોટો અકસ્માત થવાની શક્યતા નકારી શકાય નહિ. આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે. વારસાઈ મિલકતની ભાગ બટાઈમાં તમારા પક્ષે સારું પરિણામ જોવા મળે.

ધન

જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. ધંધામાં આકરી સ્પર્ધા જોવા મળે જેથી બજારની રુખ પારખી ધંધામાં ધ્યાન આપવું તમારા હિતમાં સાબિત થાય. આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો તમારા હિતમાં સાબિત થાય.

મકર

રોકાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતા જણાય. છુપા હિત શત્રુઓથી સાવચેત રહેવાની ખાસ જરૂર. શક્ય હોય તો આજના દિવસે બહારગામ જવાનું મુલતવી રાખવું આપના હિતમાં સાબિત થાય. આકસ્મિક કોઈ મુશ્કેલીનો સામનો કરવાનું શક્ય બને.

કુંભ

આજનો દિવસ માનસિક સમતુલા જાળવી રાખી શાંતિથી પસાર કરવો. વિદેશથી શુભ સમાચાર મળે. રોજગારીની નવી તકો ઉભી થાય. શરીર સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તમારા હિતમાં સાબિત થાય. વાહન ચલાવતી વખતે બીજાની બેદરકારીથી અકસ્માત થવાની શકયતાનકારી શકાય નહિ.

મીન

આજના દિવસે કોઇપણ કામમાં જાગૃતિ કે સાવધાની રાખવી જરૂરી જણાય. તમારા આત્મબળ, મનોબળ, દ્રઢ વિશ્વાસ, બુદ્ધિ ચાતુર્ય અને શાબ્દિક છટાથી તમે તમારા હરીફોને કે પ્રતિ સ્પર્ધીઓને પરાજીત કરવામાં સફળતા મેળવશો. ધંધામાં ધીમી ગતિએ પ્રગતી જોવા મળે પણ પરિણામ સારું આવવાની શક્યતા જણાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment