૭ ફેબ્રુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

27

આજના બાળકની જન્મ રાશી કુંભ (નામાક્ષર: ગ, શ, ષ, સ)

મેષ

તમારા કામની પ્રશંસા થવાથી કામ કરવાના ઉત્સાહમાં વધારો જોવા મળે. આકસ્મિક સફળતાને લીધે આનંદ જણાય. વાતાવરણ સાનુકુળ રહેવાની શક્યતા રહેલી છે.

વૃષભ

તમારા અટકેલા કાર્યોનો ઉકેલ આવવાની શક્યતા જણાય. નોકરીયાત વર્ગને અને ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને અન્યનો સાથ સહકાર મળવાની શક્યતાને નકારી શકાય નહિ.

મિથુન

સંયુક્ત ભાગીદારીના ધંધામાં ભાઈઓનો સાથ સહકાર મળી રહેવાની શક્યતા. નોકરી કે ધંધા બાબતે બહારગામ જવાનું શક્ય બને. આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે.

કર્ક

વધુ પડતો શ્રમ કરવાથી કે દોડધામ કરવાથી તમારી તબિયત ના બગડે તેનું ખાસ ધ્યાન રાખવું. કામ કરવાની ઈચ્છા થાય પણ સ્વાસ્થ્યની અસ્વસ્થતા જણાય. ઋતુગત બીમારીમાં સાવચેતી રાખવી.

સિંહ

જાહેર કામ કાજમાં વાતાવરણ સાનુકુળ જોવા મળે. જમીન, મકાન કે વાહનની લે વેચમાં લાભ જોવા મળે. આકસ્મિક કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાત સંભવે.

કન્યા

સરકારી કે રાજકીય કામ બાબતે દોડાદોડી રહે. કોર્ટ કચેરીના કામ સબબ ખર્ચમાં વધારો થવાની શક્યતા જણાય. વાહન અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું.

તુલા

વડીલોની આમન્યા જાળવવી, માન મર્યાદાનો ખ્યાલ રાખવો. વારસાઈ મિલકતના ઝગડાનો શાંતિ અને સુલેહથી ઉકેલ આવી શકે છે. વેપાર અર્તે કરેલો પ્રવાસ લાભ અપાવે.

વૃશ્ચિક

આજના દિવસે કોઈ નવા સાહસિક કાર્યો મુલતવી રાખવા. મનને કંટ્રોલમાં રાખવું હિતાવહ છે. ઘરની બહારનું ખાવા પીવાથી આરોગ્ય ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું.

ધન

ઘર પરિવારની કે સાસરિય પક્ષની આકસ્મિક કામની જવાબદારીઆવી જવાથી તમારા રોજીંદા કામમાં રૂકાવટ આવે. સામાજિકપદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ.

મકર

રોજગારીની નવી તકો સામેથી મળવાની શક્યતા જણાય. તમારા હિત શત્રુઓથી ખાસ સાવચેત રહેવું. મન વ્યગ્રતા ઉદ્વેગ અનુભવે. કોઈની સાથે મતભેદ કે મનભેદ ટાળવા.

કુંભ

આર્થિક નાણાકીય વ્યવહારની લેવડ દેવડ કરવા બાબતે સાવચેતી રાખવી. આવકમાં વધારો જોવા મળે. શારીરિક પીડા યથાવત રહે. વાહન સંભાળીને ચલાવવું.

મીન

આરોગ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અન્યથા તબિયત વધુ બગડવાની શક્યતા જણાય. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે. દિવસ માનસિક વ્યગ્રતા અને ઉદ્વેગમાં પસાર થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment