૬ વર્ષની બાળકી કરી રહી છે લકવાગ્રસ્ત પિતાની સાર સંભાળ, જાણીને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત…

38

પેલી કહેવત છે ને ‘સમય માણસને બધુજ શીખવાડી દે છે’ પરંતુ અહિયાં જેની વાત અમે કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત છ વર્ષની છોકરીની છે. સમયે આ નાના એવા ખંભા પર બહુજ મોટી જવાબદારી નાખી દીધી છે કે આટલી નાની એવી ખેલકૂદ કરવાની ઉંમરમાં આ છોકરી મોટી જવાબદારી ભરેલું જીવન જીવે છે. તેની સ્ટોરી જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

આ છોકરી આજે આજ કારણના લીધે ફેમસ થઇ ચુકી છે. તે પોતાના પિતાનો સહારો બનીને તેમની સાર-સંભાળ કરે છે. હકીકતમાં, થયું એવું કે ૨ વર્ષ પહેલા આ છોકરીના પિતાનો એક્સીડેંટ થઇ ગયો હતો. જેના પછી તેના પિતાનું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું. ત્યારથી આ છોકરી એકલી પોતાના પિતાનું ધ્યાન રાખી રહી છે.

મીડિયા રીપોર્ટસ મુજબ સ્ટોરી ચીનના નીંગજીયા રાજ્યની છે. અહિયાં ટીયાન હૈચેંગ અને તેમની છ વર્ષની દીકરી જીયા બંને સાથે રહે છે. ટીયાનનું માર્ચ ૨૦૧૬ માં એક જડપથી આવતી ટેક્સી સાથે એક્સીડેંટ થઇ ગયું હતું. આ અકસ્માતમાં ટીયાનની છાતીથી માંડીને નીચેના ભાગ સુધીનું શરીર કામ કરતુ બંધ થઇ ગયું. તેના શરીરે તેનો સાથે છોડી દીધો.

અકસ્માતના લગભગ દોઢ મહિનાની અંદર ટીયાનની વાઈફે સાત વર્ષ જુના લગ્ન તોડી નાખ્યા અને તેને એકલો મુકીને જતી રહી. ટીયાન પર દુખોનો પહાડ તૂટી પડ્યો. તેને સમજાયું જ નહિ કે તે શું કરે. ટીયાનની પત્ની પોતાની સાથે દીકરાને પણ લઇ ગઈ પરંતુ તેની પાસે પોતાની દીકરી જીયાને છોડીને જતી રહી. માંના ગયા પછી જીયાએ પિતાની જવાબદારી સંભાળી અને ત્યારથી તે ટીયાનનું ધ્યાન રાખે છે.

આ નાની એવી છોકરી પોતાનું બાળપણ છોડીને એક એવી દુનિયામાં જીવવા લાગી કે જ્યાં તેને રોજ સવારે ૬ વાગે ઉઠવું પડતું. તેના પછી તેને લગભગ કલાક સુધી પોતાના પિતાની માંસપેશીઓને માલીશ કરવી પડતી. આ દરમિયાન તે તેમના ઘાવને ડ્રેસિંગ પણ કરતી હતી. જીયા જ પિતાને બ્રશ કરાવતી હતી. નાસ્તો કરાવ્યા પછી તે સ્કુલ જતી હતી.

જીયા ન હોય ત્યારે તેના દાદા દાદી ટીયાનનું ધ્યાન રાખતા હતા. સ્કુલથી આવતા જ જીયા પિતાને જમાડતી અને પછી ઘરમાં હરવા ફરવામાં તેમની મદદ કરતી હતી. આ બધું કરવામાં જીયા થોડી પણ ન થાકતી પરંતુ પિતાની સેવા કરીને બહુજ ખુશ થતી હતી. તેને પોતાના પિતાની શેવિંગ કરવી બહુજ ગમે છે.

જીયા પોતાની માંને મિસ નથી કરતી, બસ તેને યાદ છે તો માત્ર તેનો ભાઈ. તે તેને ક્યારે પણ નથી ભૂલતી. તે પોતાની માંને એટલા માટે પસંદ નથી કરતી કેમ કે તેને જીયાના પિતાની સંભાળ રાખી ન હતી અને તે જીયાના પિતાને છોડીને જતી રહી હતી. એવા સમયમાં જયારે તેમને સૌથી વધુ જરૂરિયાત હતી. જીયા પોતાના ભાઈની બહુજ નજીક છે એટલા માટે તે તેના ભાઈને હમેશાં યાદ કરે છે.

લગભગ ચાર વર્ષની ઉંમરમાં જીયાએ ફેમેલીની જવાબદારીને સમજવાનું શરુ કક્રિ દીધું હતું. તે જે પણ કરતી તેનાથી ટીયાન પણ  બહુજ ખુશ છે અને તે તેના પર ગર્વ કરે છે.

ટીયાનને લાગે છે કે તેની દીકરી સૌથી ખાસ છે. તે અઘરામાં અઘરું કામ કરી શકે છે. પરંતુ સૌથી વધુ મુશ્કેલી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં થાય છે. ટીયાનનો વજન બહુજ વધુ છે, એટલા માટે ઉભા કરવામાં અને બેસાડવામાં તેમની નાની દીકરીને બહુજ મુશ્કેલી થાય છે.

ટીયાનને જ્યારથી તેમની પત્ની છોડીને ગઈ છે પછી ક્યારે પણ તેમને મળવા નથી આવી. છતાં પણ ટીયાને અજી સુધી પોતાની પત્ની પાસેથી તલાક નથી માંગ્યો. ટીયાનનું ઘર ખેતી કામમાંથી થનારી કમાણીથી ચાલે છે. પિતાને લઈને જીયાનું સમર્પણ, ઇચ્છાશક્તિ અને સાહસને જોઇને ચીનમાં લોકો તેના ફેન બની ગયા છે. ગામડાના લોકો જીયાની ઘણી મદદ પણ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment