“બોડી” બનાવવા જીમ જાવ છો તો જરૂર વાચો આ જાણકારી…

31

કોણ નથી ચાહતું કે તે ફીટ રહે, ઉપરથી જો તમે બોલીવુડ સેલીબ્રીટીની જેમ ૬ પેક્સ બનવવાની ચાહત રાખો છો તો આં જાણકારી માત્ર તમારી માટે જ છે. હકીકતમાં, ફીટ રહેવાની ચાહત તમને બીમાર કરી શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ફીટ રહેવાથી કોઈ બીમાર કેવી રીતે પડી શકે છે. હકીકતમાં, એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે છોકરા સિક્સ પેક્સ બનાવવાની ચાહત રાખે છે તે ભયંકર બીમારીનો શિકાર થઇ શકે છે.

છોકરાઓને બોડી બનાવવાનો બહુજ શોખ હોય છે અને તેના માટે તે જીમમાં કલાકો પરસેવો પાડે છે. ડાયટ ફોલો કરે છે ત્યારે તે ૬ અથવા ૮ પેક્સ બનાવી શકે છે. પરંતુ તેમની સિક્સ પેક્સની ચાહત તેમને બીમાર કરી શકે છે. હકીકતમાં, હાલમાં જ કરવામાં આવેલી સ્ટડીથી જવા મળ્યું છે કે જે પુરૂષ ૬ પેક્સ એબ્સ બનાવવાની કોશીશમાં રાતદિવસ લાગેલા રહે છે તેમનામાં આ ખતરનાક બીમારીનો ખતરો બીજાની સરખામણીમાં વધુ રહે છે.

નૌરવેજીયન યુનીવર્સીટી ઓફ સાઈન્સ એન્ડ ટેકનોલોજી અને હાવર્ડ યુનીવર્સીટીના શોધકર્તાઓએ સંશોધનમાં પ્રાપ્ત કર્યું કે છોકરાઓએ પોતાની બોડીને લઈને જે ઈમેજ ડીસઓર્ડર છે તેમાં અને તેમના માનસીક સ્વાસ્થ્યની વચ્ચે ઊંડો સબંધ જોવા મળ્યો છે. ૬ પેક્સ એબ્સ બનાવતી વખતે સમય એજ સૌથી મોટો ખતરો હોય છે.

શોધકર્તાઓનું એ પણ કહેવું છે કે એવું કરવાથી પુરૂષો માત્ર ડીપ્રેશન નોજ નહિ પરતું વીકેન્ડમાં વધુ ખાવાથી, શરાબ પીવાથી અને સ્ટેરોયડ્સ વગેરેનો ઉપયોગ કરવાનો ખતરો પણ વધુ રહે છે.

સ્ટડીથી એ વાત સામે આવી કે માત્ર દસ ટકા પુરૂષોને જ પોતાની બોડી પસંદ નથી હોતી. શોધના લીડ ઓર્થર ડો. નીત્ર ટેટલીનું કહેવું છે કે સંશોધન દરમિયાન વધુ પુરૂષોનું કહેવું છે કે તે એક દિવસ વર્કઆઉટ નથી કરતા તો તેમને દોષી જેવું મહેસુસ થાય છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment