6 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

44

આજના બાળકની જન્મ રાશી કુંભ (નામાક્ષર: ગ, શ, ષ, સ)

આજનો સંકેત – આગામી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને તેમની મહેનત કરતા પણ વધારે ફળ મળવાની શક્યતા જણાય.

મેષ

આજના દિવસે મન બેચેન રહે માનસિક પરિતાપ જણાય. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં રોકાયેલા રહો તેવું બની શકે.શક્ય હોય તો આજના દિવસે બહારગામ જવાનું મુલતવી રાખવું આપના હિતમાં સાબિત થાય.

વૃષભ

આગામી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને તેમની મહેનત કરતા પણ વધારે ફળ મળવાની શક્યતા જણાય. નવા આયોજનો સફળતા પૂર્વક પાર પાડી શકો. શરીર સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તમારા હિતમાં સાબિત થાય.

મિથુન

નાણાકીય વ્યવહારમાં મુશ્કેલી ઉભી થતી જોવા મળે. આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો તમારા હિતમાં સાબિત થાય. હેવી મશીનરીના કારખાના કે ફેક્ટરીમાં કામ કરતા લોકોને કોઈ મોટો અકસ્માત થવાની શક્યતા નકારી શકાય નહિ.

કર્ક

આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે આધી, વ્યાધીઅને ઉપાધિનો રહેવાની શક્યતાને નકારી શકાય નહિ. આજનો દિવસ માનસિક સમતુલા જાળવી રાખી શાંતિથી પસાર કરવો. ધંધામાં આકરી સ્પર્ધા જોવા મળે જેથી બજારની રુખ પારખી ધંધામાં ધ્યાન આપવું તમારા હિતમાં સાબિત થાય.

સિંહ

આજના દિવસે કોઇપણ કામમાં જાગૃતિ કે સાવધાની રાખવી જરૂરી જણાય. ખાનગી કંપનીમાં સર્વિસ કરતા નોકરીયાત વર્ગને તેના કામની કદર રૂપે પ્રમોશનની શક્યતા જણાય.ઉચાઇ પરથી પગ લપસીને પડી જવાથી શરીરમાં ફેકચર થવાની શક્યતા જણાય.

કન્યા

રોકાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતા જણાય. નોકરીયાત વર્ગને તેમના સાથી કર્મચારીનો યોગ્ય સાથ સહકાર મળી રહે. આજના દિવસે દરેક કાર્યમાં સફળતા જોવા મળે. પ્રગતિ જાણાય.

તુલા

આજના દિવસે કોઈ શુભ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે. આજે કામની વ્યસ્તતા જણાય. દોડધામ વધી જાય. શરીર સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તમારા હિતમાં સાબિત થાય. ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે.

વૃશ્ચિક

ઘર પરિવારના કામ કાજઉપરાંત સગા સ્નેહીજનોના કામમાં વ્યસ્ત રહો તેવું બની શકે. વારસાઈ મિલકતની ભાગ બટાઈમાં તમારા પક્ષે સારું પરિણામ જોવા મળે. આકસ્મિક કોઈ મુશ્કેલીનો સામનો કરવાનું શક્ય બને.

ધન

પૂત્ર પૌત્રાદિકની બોર્ડની પરીક્ષાની ચિંતામાં માનસિક બેચેની પરિતાપ જણાય. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે વડીલોની હાજરીમાં મિલન મુલાકાત ગોઠવાય.

મકર

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે વ્યસ્ત રહે તેવું બની શકે. શરીર અને મનની અસ્વસ્થતા તમને બેચેન બનાવી શકે છે. વાહન ચલાવતી વખતે બીજાની બેદરકારીથી અકસ્માત થવાની શકયતાનકારી શકાય નહિ..

કુંભ.

આજના દિવસે માનસિક પરિતાપ બેચેની હોવા છતાં દ્રઢ વિશ્વાસથી કોઇપણ કામનુંનિરાકરણ લાવી શકો. બીજા લોકો માટે આર્થિક ખર્ચમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ.

મીન.

તમારા આત્મબળ, મનોબળ, દ્રઢ વિશ્વાસ, બુદ્ધિ ચાતુર્ય અનેશાબ્દિકછટાથીતમેતમારા હરીફોને કે પ્રતિ સ્પર્ધીઓને પરાજીત કરવામાં સફળતા મેળવશો.ધંધામાં ધીમી ગતિએ પ્રગતી જોવા મળે પણ પરિણામ સારું આવવાની શક્યતા જણાય.કોઈ આકસ્મિક એવી ઘટના બને કે જેનાથી તમારા જીવનની દશા અને દિશા બંને બદલાઈ જાય સારું પરિણામ જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment