૬ કલાકથી ઓછી ઊંઘ તમને બનાવી શકે છે આ બીમારીનો શિકાર

65

આજકાલ લોકો રાત્રીમાં પૂરી ઊંઘ લેવાની જગ્યાએ મોબઈલ અને ઈંટરનેટ પર લાગ્યા રહે છે. જેના કારણે તેની ઊંઘ પૂરી નથી થઇ શકતી અને સવારે ઉઠીને ઓફિસે જાય છે એવામાં ક્યારેક ૪ કલાકની ઊંઘ લે છે તો ક્યારેક ૫ કલાક ઊંઘ લે છે, જો તમારી સાથે પણ આવું થાય છે તો સાવધાન થઇ જાઓ કારણકે ૬ કલાકથી ઓછી ઊંઘ લેનાર લોકોને હદય સંબંધી બીમારી હોવાનો ભય રહે છે.

હાલમાં જ થયેલી તપાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે જે લોકો રાત્રે ઊંઘ પૂરી કરવાની જગ્યાએ આખી રાત ફોન ઉપર લાગ્યા રહે છે તે કેટલીક ખતરનાક બીમારીઓનો શિકાર થઇ શકે છે. આવા લોકોમાં એથીરોસ્ક્લેરોસિસ નામની ખતરનાક બીમારી થઇ જવાનો ખતરો વધી જાય છે. આ બીમારીમાં શરીરની નાડીઓમાં કચરો જામી જાય છે જેનાથી તે સખત અને સંકોચાઈ જાય છે અને પછી લોહીનો સંચાર ઓછો થઇ જાય છે. જે સૌથી મોટું કારણ છે હદય રોગનું.

હદય સબંધી બીમારીને રોકવા આપણે સારું ખાવા પીવાનું, સાચી દવાઓ અને અલગ પ્રકારના ઉપચારથી કરી શકીએ છીએ. ડોક્ટરનું પણ કહેવું છે કે આ બીમારીથી બચવા માટે સૌથી પેલા તમારે ઊંઘ પૂરી લેવી જોઈએ અને ભૂલથી પણ ઊંઘ સાથે ખેલવાડ ન કરો.

જો ઊંઘ પૂરી નહિ હોય તો તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી શકે છે. આપણો સ્વભાવ ચિડચિડીયો થઇ જાય છે અને આપણુ મન કામમાં લાગતું નથી. જેની સીધી અસર આપણા કામ પર પડે છે જાણકારોનું કહેવું છે કે જો કોઈ કારણથી તમારી ઊંઘ પૂરી નથી થઇ શકતી તો તમે વિકેન્ડમાં તમારી ઊંઘ પૂરી કરી શકો છો, પણ આ વાતનનો ખ્યાલ જરૂર રાખો કે તમે આવશ્યકતાથી વધારે ના સુવો. વધારે પડતી નીંદર લેવી મતલબ માથાનો દુઃખાવો આળસને બોલાવો દેવો છે.

આ દિવસોમાં યુવાઓ સ્લીપિંગ ડીસઓર્ડરનો શિકાર થઇ રહ્યા છે. આજ કારણ છે કે તેના અંદર હિંસા અને આક્રોશ વધતો નઝરે આવે છે અને વિચારવાની ક્ષમતા ઓછી થઇ રહી છે. તણાવથી બચવા માટે દારૂ અને સિગારેટનો સહારો લે છે જો તેના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment