500 વર્ષ પ્રાચીન જુના શિવ મંદિરની પૂજા અને દેખરેખ કરે છે એક મુસ્લિમ પરિવાર, જાણો રસપ્રદ માહિતી…

18

અહિયાં ગુહાહાટીના રંગ મહલ ગામમાં ભગવાન શિવનું એક એવું મંદિર આવેલું છે જેને લગભગ આશરે 500 વર્ષ જુનું માનવામાં આવે છે. જો કે સૌથી અગત્યની વાત તો એ છે કે કોઈ બ્રાહ્મણ પંડિત નહિ પણ એક મુસ્લિમ શિવ ભક્ત પરિવાર પેઢી દર પેઢી તેની પૂજા અને દેખરેખ કરે છે.

આ શિવ મંદિરમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયનાં લોકો એક સાથે પૂજા અર્ચન પ્રાર્થના અને દર્શન માટે આવે છે. આસપાસના સારા ઇલાકામાં આ શિવ મંદિરની ચર્ચાઓ થાય છે અને તેને એકતાની મિસાલ ગણવામાં આવે છે. આ શિવ મંદિરની કેટલીય પેઢીઓથી દેખરેખ કરતા મુસ્લિમ પરિવારના હાલના મુખ્ય વ્યક્તિ મતીબર રહેમાનના જણાવ્યા મુજબ આ 500 વર્ષ પુરાના શિવ મંદિરની દેખરેખ અમારો પરિવાર કરતો આવ્યો છે. અહિયાં આ શિવ મંદિરમાં દરેક ધર્મના લોકો પ્રેમથી દર્શન અને પ્રાર્થના કરવા માટે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આવે છે.

એક વાત ખાસ જણાવી દઈએ કે શિવ મંદિર આ મુસ્લિમ પરીવાતના ઘરની તદ્દન નજીક આવેલું છે. જેથી ત્યાં તે સમયે તેની દેખભાળ અને પૂજા અર્ચના કરનાર કોઈ બ્રાહ્મણ ન હોવાથી આ મુસ્લિમ પરિવારના લોકો પેઢી દર પેઢીથી કરતા આવે છે. અને હાલમાં પણ આ પરંપરાને મતીબર રહેમાને જાળવી રાખી છે. એટલુજ નહિ પણ મતીબર રહેમાન દરરોજની નમાજ પઢીને આ શિવ મંદિરની સાફ સફાઈ કરે છે.

મતીબર રહેમાનની પહેલા તેના અબ્બુ એટલે કે તેના પિતાશ્રી આ મંદિરની દેખરેખ રાખતા હતા. પરંતુ જયારે તે જન્નત નશીન થયા એટલે કે તેના અવસાન બાદ મતીબર રહેમાન તે કાર્યને સમ્ભાઈ તેની પેઢી દર પેઢીની પરંપરાને નિભાવી રહ્યા છે. તેમનું કહેવું એમ છે કે તેના મૃત્યુ બાદ તેનો પુત્ર પણ આ જવાબદારી ખંતથી નિભાવશે. ખુબજ અગત્યની વાત તો એ છે કે ગુહાહાટીના આ રંગમહલ ગામના મુસ્લિમ બિરાદરો ભાઈઓ મસ્જીદમાં નમાજ પઢવાની સાથે આ શિવ મંદિરમાં દરરોજ નિયમિત દીવો પણ પ્રગટાવે છે.

આવું કઈ પહેલી વાર બન્યું નથી કે કોઈ મુસ્લિમ પરિવાર કોઈ હિન્દુના મંદિરની દેખરેખ કરી રહ્યા હોય. આની પહેલા પણ આવી અનેક ખબરો સામે આવી છે કે જ્યાં મુસ્લિમ પરિવારો હિંદુ મંદિરની દેખભાળ રાખતો હોય. અને એટલા માટે જ હિન્દુસ્તાનને “ગંગા જમુની તહજીબ” નો દેશ કહેવામાં આવે છે. આ ભારત દેશમાં જુદા જુદા સંપ્રદાયના ધર્મના લોકો એક સાથે હળી મળીને રહે છે. ઈન્સાનિયત પ્રેમ અને સદ્ભાવ ના બધાજ ગુણોને આ રંગમહલ ગામે આજે પણ જાળવી રાખ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment