“અમરનાથ ગુફા”ને 500 વર્ષ પહેલા એક મુસલમાને શોધી હતી, જાણો ખુબ જ રસપ્રદ છે અમરનાથ બાબાનો ઈતિહાસ…

41

અમરનાથ યાત્રા ભલે હિન્દુઓની તીર્થયાત્રા હોય પણ  આ યાત્રા સાથે એક મુસલમાન પરિવાર જુના સમયથી જોડાયેલો છે. અમરનાથ ગુફાને અંદાજે 500 વર્ષ પહેલા શોધવામાં આવી હતી અને તેને શોધવાનો શ્રેય એક મુસ્લિમ, બુટા મલિકને આપવામાં આવે છે. બુટા મલિકના વંશજ આજે પણ બટકોટ નામની જગ્યા પર રહે છે અને અમરનાથની યાત્રા પરથી સીધા જોડાયેલા છે. આ પરિવારના ગુલામ હસન મલિક જણાવે છે કે તેઓએ ગુફા વિશે જે સાંભળ્યું છે તે પ્રમાણે ગુફાને તેના પૂર્વજ બુટા મલિકે શોધ્યું હતું. તેઓ જણાવે છે કે, ‘બિલકુલ પૌરાણીક કથાઓ જેવું લાગે છે સાંભળવામાં. થયું એવું કે અમારા પૂર્વજ હતા બુટા મલિક, તે ચરવાહા હતા. પહાડીઓ પર જ ઘેટા બકરા વગેરે ચરાવતા હતા. ત્યાં તેની મુલાકાત એક સાધુ સાથે થઈ અને બંનેની દોસ્તી થઇ ગઈ.’

મલિકના જણાવ્યા અનુસાર, ‘એક વાર તેને ઠંડી લાગી તો તે ગુફામાં ચાલ્યા ગયા. ગુફામાં ઠંડી લાગી તો સાધુએ તેને કાંગડી દીધી જે સવારે સોનાની કાંગડીમાં બદલાઈ ગયું.’ મલિક જણાવે છે કે સંભળાવેલી વાત અનુસાર જયારે બુટા મલિક ગુફામાંથી નીકળ્યા તો ઘણા સાધુઓનું એક ટોળું મળ્યું જે ભગવાન શંકરની તપાસમાં ફરી રહ્યા હતા. મલિક જણાવે છે કે, ‘બુટા મલિકે તે સાધુઓને જણાવ્યું કે તે હજી હમણાં ભગવાન શંકરને શાક્ષત મળીને આવ્યા છે અને તે પેલા સાધુઓને ગુફામાં લઇ ગયા. જયારે આ બધા સાધુ ગુફામાં પહોચ્યા તો બરફની વિશાળ શિવલિંગ હતી અને સાથે ગણેશજી અને પાર્વતીજી બેઠેલા હતા. ત્યાં અમર કથા ચાલી રહી હતી તે સમયે.’

મલિક જણાવે છે કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા શરુ થઇ. બાદમાં ઘણા સાધુઓ ગુફાની પાસેથી કુદી કુદીને જવા લાગ્યા તો મહારાજા રણજીતસિંહના શાસનમાં તેને બંધ કરી દીધા. મલિક જણાવે છે કે જેમ કે તે મુસલમાન પરિવાર છે તો તેને પૂજા પાઠની કોઈ પણ જાણકારી ન હતી. અમરનાથમાં ત્રણ પ્રકારના લોકો રહે છે. કશ્મીરી પંડિત, મલિક પરિવાર અને મહંત. આ ત્રણેય મળીને છડી મુબારકની રસ્મો પૂરી કરી દેતા હતા. અમરનાથની યાત્રાને લઈને વિધાનસભામાં બીલ પણ પસાર થયું હતું, જેમાં મલિક પરિવારનો પણ ઉલ્લેખ છે.

ગુલામ હસન જણાવે છે કે નહેરુજી જયારે કશ્મીર, તો મલિક પરિવારને યાદ કરતા હતા. પણ આગળ જતા પૂરું મહત્વ ફારુક અબ્દુલ્લા સરકારે પૂરું કરિ૯ નાખ્યું. પણ તે કાંગડી ક્યાં છે તે વિશે પૂછવા પર મલિક જણાવે છે કે બુટા મલિકથી આ કાંગડી તત્કાલીનરાજાઓએ લઇ લીધી હતી અને એ કોઈને ખબર નથી કે કાંગડી ક્યાં છે. તેઓ જણાવે છે કે, ‘અમે ખુબ જ પ્રયત્ન કર્યો, તેના વિશે જાણવાની પણ રાજતરંગીણીમાં પણ અમારા પરિવારનો ઉલ્લેખ છે અને આ પોરાણીક કથામાં પણ.’

મલિક જણાવે છે કે, ‘બુટા મલિકનું મૃત્યુ થયું અને ત્યાર બાદ તેની દરગાહ જંગલમાં જઈને બની. એના નામ પરથી અમારા ગામનું નામ બટકોટ પડ્યું છે. અમરનાથ યાત્રા દરમિયાન અમે લોકો માંસ નથી ખાતા કારણ કે મને ખબર છે કે આ સમયમાં માંસ ખાવાનું સારું નથી.’ મલિક જણાવે છે અમરનાથ તે તીર્થયાત્રાઓમાંથી એક છે જેનું કશ્મીરમાં આખો મુસ્લિમ સમુદાય પુરા દિલથી સન્માન કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment