50 હજારથી વધારે નકદ લેણદેણમાં “પૈન” ની જગ્યાએ કરી શકો છો “આધાર” નો ઉપયોગ, વાંચો આ માહિતી…

12

50 હજારથી વધારેના નકદ લેણદેણમાં પૈનની જગ્યાએ આધાર પણ ઉપયોગ કરી શકો છો. એટલું જ નહિ પરંતુ જે કામો માટે અત્યારે પૈનનો પ્રયોગ થાય છે, તે જગ્યાએ તેનો ઉપયોગ કરી શકો છો. આ જાણકારી રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડેયે શનિવારે આપી હતી.

તેઓએ જણાવ્યું કે બૈંક અને અન્ય સંસ્થાઓ બૈકેન્ડને ઉન્નત બનાવશે તેથી આ જગ્યાઓ પર પણ પૈનની અનિવાર્યતા છે, તે જગ્યાઓ પર આધારને સ્વીકાર્ય કરવામાં આવશે. વિતમંત્રી નિર્મલા સીતારમણના પોતાના બજેટ ભાષણમાં કરદાતાઓ માટે આઈટી ભરવામાં પૈનની જગ્યાએ આધારના ઉપયોગની વાત કહેવામાં આવી રહી છે. આ એલાન બાદ આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.

પાંડેએ જણાવ્યું કે દેશમાં 22 કરોડ લોકો પૈનને આધાર સાથે લીનક કરાવ્યું છે જયારે કે દેશમાં 120 કરોડ કરતા પણ વધારે લોકો પાસે આધારકાર્ડ છે. માની લો કે જો કોઈ પૈન ઈચ્છે છે તો તે પહેલા આધારનો ઉપયોગ કરીને પૈન બનાવો અને પછી તેનો ઉપયોગ કરવાનો શરુ કરો. આધારની સાથે એ ફાયદો થશે કે હવે તેને પૈંન નહિ બનાવવું પડે. આ ખુબ જ મોટી સુવિધા છે.

પૈનની જગ્યાએ આધારનો ઉપયોગ કરીને બેંક ખાતામાંથી 50000 થી વધારે નકદ કાઢી શકો છો અથવા જમા કરાવી શકો છો, આ સવાલ પર તેઓએ જણાવ્યું કે બિલકુલ,તમે આધારનો ઉપયોગ કરી શકો છો. કાળાનાણા પર અંકુશ લગાવવા માટે 50000 રૂપિયાથી વધારે હોટેલ અથવા વિદેશયાત્રી બિલ સમેત રોકડાની લેવડદેવડ માટે પૈનને અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું હતું. સાથે જ 10 લાખ રૂપિયાથી વધારેની અચળ સંપતિની ખરીદી માટે પણ તેને અનિવાર્ય બનાવવામાં આવ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment