ફક્ત 5 મીનીટમાં બનાવો “વેજીટેબલ સેન્ડવીચ” અમારી આ રેસીપી જોઇને….

34

આજે અમે તમારા માટે ખુબજ સરળ રેસીપી લઈને આવ્યા છીએ. આજે અમે તમને જણાવીશુંવેજીટેબલ સેન્ડવીચ રેસીપી. તમે ઘર પર જાતે ફક્ત 5 મીનીટમાં વેજીટેબલ સેન્ડવીચ બનાવી શકો છો. જો કે સેન્ડવીચ પણ અનેક પ્રકારની બનાવવામાં આવે છે. જેમ કે પોટેટો સૅન્ડવિચ, ચીઝ સેન્ડવીચ, વેજીટેબલ સેન્ડવીચ, પનીર સેન્ડવીચ વગેરે.

આજે અમે તમનેવેજીટેબલ સેન્ડવિચની જે રેસીપી બતાવવા જઈ રહ્યા છીએતેમાં અગ્નિની જરૂર પડશે નહિ. આવેજીટેબલ સેન્ડવીચ તમે અગ્નિ વગર ખુબજ આસાનીથી બનાવી શકો છો. જેમ કે બ્રેડ પર ચટણી લગાવીનેઅંદર સમારેલા ટમેટા અને ડુંગળી નાખી તેના પર ચટપટો મસાલો નાખો એટલે તમારી વેજીટેબલ બ્રેડસેન્ડવીચ તૈયાર.

જો તમે કોલેજનાવિદ્યાર્થી હો અને કોલેજે જવા માટે મોડું થતું હોય તો તમે આ ફાસ્ટ ફૂડ ઝટપટ બનાવીને ખાઈ શકો છો. પણજો તમે ઓફિસમાં કામકરતા હો તો આ રેસીપી તમને ખુબજ ઉપયોગી સાબિત થશે. તદુપરાંતજો તમે ડાયેટિંગ કરતા હો તો પણ આ વેજીટેબલ સેન્ડવીચ જરૂરથી ખાઈ શકો છો. આ સેન્ડવીચને તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો. આ વેજીટેબલ સેન્ડવીચ બાળકોને પણ ખુબજ પસંદ પડે છે.

તો ચાલો હવે અમે તમને જણાવીએ કે 5 મીનીટમાં વેજીટેબલ સેન્ડવીચ કેવી રીતે બનાવી શકાય. અને તે બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડે.

વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી.

3 પીસ બ્રેડ (bread), 2 ચમચીલીલી ચટણી (green chutney), 2 ચમચી મ્યોનીઝ (mayonnaise), 1 નંગ મીડીયમ સાઈઝની કાકડી (cucumber slice), 2 નંગ ટામેટા (tomato slice), 1 નંગ ડુંગળી (onion slice), ચાટ મસાલો (chat masalo), ટમેટો કેચપ (tomato ketchup)અને સ્વાદ અનુસાર મીઠું (salt).

વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટેનીરીત.

૧.) સૌ પ્રથમ બ્રેડની ચારે બાજુની કિનારીને છરી વડે કાપીને દુર કરો.

૨.) ત્યારબાદ બ્રેડના એક ભાગની અંદરની બાજુ લીલી ચટણી લગાવો.

૩.) અને બીજી બ્રેડની અંદરની બાજુ મ્યોનીઝ લગાવો.

૪.) હવે લીલી ચટણી લગાવેલ બ્રેડ પર સમારેલ કાકડી, ડુંગળી અને ટામેટા મુકો.

૫.) ત્યારબાદ તેના પર ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

૬.) હવે તેના પર મ્યોનીઝ લગાવેલ બ્રેડને મ્યોનીઝ લગાવેલો ભાગ અંદરની બાજુએ રહે તેમ ઉંધી કરીને મુકો.

૭.) હવે એક અન્ય બ્રેડ લઇ તેની એક સ્લાઈઝ પર ટમેટો કેચપ કે સોસ લગાવીને તેના પર ટમેટાની અને ડુંગળીની સ્લાઈઝ મુકો.

૮.) અને તેને ચાટ મસાલા વાળી અને મ્યોનીઝ વાળી બ્રેડની ઉપર ઉંધી મુકો.

૯.) પછી બ્રેડને કોઇપણ સામસામેના બે ખૂણાઓના સીધી રેખામાં ત્રિકોણના આકારમાં છરીથી કાપી લો.

૧૦.) તમારી વેજીટેબલ સેન્ડવીચ તૈયાર છે.

ખાસ સુચના.

તમને જ્યારે ઈન્સ્ટન્ટ વેજીટેબલ સેન્ડવીચ ખાવાની ઈચ્છા થાય ત્યારે જ તેને બનાવો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment