5 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

33

આજના બાળકની જન્મ રાશી કુંભ (નામાક્ષ્ર : ગ, શ, સ, ષ)

મેષ

આજના દિવસે વિચારની સભાનતા સાથે થોડીક કાળજી રાખી વાણી વિલાસ પર કંટ્રોલ રાખવો. આવક કરતા જાવક વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. બીજાની દેખાદેખીનું અનુકરણ કરવા જતા હંસનીચાલ કાગડો કરવા જાય તેવી સ્થિતિ ઉભી થાય તેવું બની શકે.

વૃષભ

તમારા કામકાજના કાર્યક્ષેત્રમાં સ્થાન પરિવર્તન આવવાની શક્યતા નકારી શકાય નહિ. જૂની અને નવી પેઢી વચ્ચેના વિખવાદની ખાઈ વધતી જોવા મળે જેથી ઘરનું સંતુલન જળવાઈ નહિ.

મિથુન

તમારી ધારણા મુજબનું કામ થવાની શક્યતા જણાય. શરીર સ્વાસ્થ્ય સારું રાખવ માટે યોગ, પ્રાણાયમ, એકસરસાઈઝ વગેરે કરવા તમારા લાભમાં રહે. આવક જાવક સમતોલ રહે તેવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કર્ક

રચનાત્મક પ્રવૃતિમાં ભાગ લઇ આગળ વધવાના ચાન્સ રહેલા જણાય. ઋતુ બદલાવની અસર તમારા શરીરના સ્વાસ્થ્ય પર જોવા મળે. તમારી પ્રગતીની ઈર્ષાથી તમારા હિત શત્રુઓ તમારી પીઠ પાછળ મેલી રમત રમતા જોવા મળે.

સિંહ

ધંધાકીય કાર્ય ક્ષેત્રમાં હરીફ વર્ગનો વધારો થવાથી આવકમાં ઘટાડો જોવા મળે. અંગત જીવનના પ્રશ્ને માનસિક બેચેની વ્યગ્રતા ચિંતા રહે. સીનીયર સીટીઝનોએ આરોગ્યમાં ફેરફાર જણાય તો ફેમીલી ડોક્ટરની સલાહ લેવી હિતાવહ.

કન્યા

ધંધાકીય બાબતે સામેથી આવેલી તકનો ભરપૂર લાભ ઉઠાવવો. કૌટુંબિક કજિયા કંકાસથી દુર રહેવું. બીજા કોઈના કામ સબબ આકસ્મિક દોડધામ વધી જાય. માનસિક બેચેની ચિંતા જોવા મળે.

તુલા

કરેલી મહેનતનું ફળ જોવા મળે. ઈશ્વર ભક્તિમાં શ્રધ્ધા રાખવી. શંકર ભગવાને ધતુરાનું ફૂલ ચઢાવવાથી ઈચ્છિત મનોકામનાઓ પૂરી થાય. તમારા જીવનમાં પ્રગતી થવાની ઉજળી તકો સામેથી આવતી જોવા મળે.

વૃશ્ચિક

વારસાગત મિલકતોની ભાગ બટાઈમાં ભાઈઓ કે કજીન ભાઈઓ સાથે વહેવારતૂટવાનો પ્રસંગ ઉભો થઇ શકે છે. નાની નાની ઈજાઓ થવાની શક્યતાને નકારી શકાય નહિ. સંયુક્ત પરિવારમાં અમુક બાબતોમાં મતભેદ ઉભા થવાથી શાબ્દિક ટકરાવ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

ધન

વધારાની આવકના સ્ત્રોતથી આવકમાં વધારો થતા નાણાકીય તંગી હળવી થતી જોવા મળે. ઘરમાં વડીલની જીવનશૈલીથી વિનાકારણ વિખાવાદો ઉભા થવાનું કારણ બની શકે. અચાનક પથરીનું નિદાન થતા માનસિક ચિંતા વધે તેવું બની શકે.

મકર

દામ્પત્ય જીવનમાં મનભેદ નહિ પણ મતભેદ જોવા મળે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે ધારણા મુજબના મહત્વના કાર્યો થવાથીઆનંદમાં વધારા સાથે જીવનમાં પ્રગતી જોવા મળે. અન્ય સાથે વાદ વિવાદ કે વિખવાદથી દુર રહેવું.

કુંભ

સુસુપ્ત પડેલી સમસ્યાઓ તમારા જીવનમાં ફરીથી આવવાની શક્યતાને નકારી શકાય નહિ. જૂની બીમારીમાં વડીલની સલાહ લાભદાયક જોવા મળે. નાની નાની વાતોમાં ગુસ્સે ન થવું આપના હિતમાં જણાય.

મીન

આવકના સાધનનાસ્ત્રોતમાં બદલાવ આવવાથી આગળ જતા પ્રગતી સાધી શકો. સમાજમાં માન સન્માનમાં વધારો થાય. આજના દિવસે થોડીક આર્થિક તંગી નાણાભીડ જોવા મળે. જુના કે નવા ધંધાકીય બાબતે મીટીંગનું આયોજન થાય, અથવા ધંધાના સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને. પ્રગતી જણાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment