5 ફેબ્રુઆરી 2019 આજનું રાશી ભવિષ્ય અને જન્મ રાશી

24

આજના બાળકની જન્મ રાશી સાંજના૭ કલાક અને ૩૬ મિનીટ સુધી મકર (નામાક્ષર: ખ, જ), ત્યારબાદ કુંભ રાશી (નામાંક્ષર: ગ, શ, ષ, સ).

મેષ

આજના દિવસે કોઈ મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહિ. વાહન સંભાળીને ધીમેથી ચલાવવું હિતાવહ છે. નોકરીમાં કે ધંધામાં માનસિક શાંતિ રાખવી જરૂરી જણાય છે.

વૃષભ

કોઈ અગત્યની વ્યક્તિ સાથેની મુલાકાત લાભ અપાવે. વાતાવરણ સાનુકુળ રહે. સંયુક્ત ભાગીદારીના ધંધામાં ભાઈઓનો સાથ સહકાર મળવાની શક્યતાને નકારી શકાય નહિ. સીઝનલ ધંધાની આવકમાં વધારો જોવા મળે.

મિથુન

આકસ્મિક ખર્ચમાં વધારો જોવા મળે. વાહન અકસ્માતથી સંભાળીને રહેવું હિતાવહ. આજના દિવસે મિથુન રાશિના જાતકે માનસિક શાંતિ જાળવી રાખવી ખાસ જરૂરી છે. આરોગ્ય બાબતે સાવચેત રહેવું આર્થિક નાણાકીય ભીડ અનુભવો.

કર્ક

રાજકીય કામમાં કે સરકારી પ્રવૃતિમાં વાતાવરણ સાનુકુળ જણાય. તમારી ઈચ્છિત કે મનપસંદ વ્યક્તિની મુલાકાતમાં સફળતાનીશક્યતાને નકારી શકાય નહિ. સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવચેત રહેવાની જરૂર જણાય.

સિંહ

તમારો હરીફ વર્ગ કે છુપા હિત શત્રુ તમારી મુશ્કેલી વધારવાનો પ્રયત્ન કરી શકે છે.સીઝનલ ધંધામાં આવકમાં ઘટાડો જોવા મળે. આજના દિવસે દરેક બાબતમાં સાવધાની રાખવી આપના માટે ખાસ જરૂરી જણાય છે.

કન્યા

કન્યા રાશિના જાતકો આજના દિવસે પોતાની બુદ્ધિ, અનુભવ, આવડત અને જાત મહેનતના આધારે કોઇપણ અશક્ય કાર્યનો ઉકેલ લાવવામાં સફળ રહો. તમારા કોઇપણ કામમાં સંતાનનો સાથ અને સહકાર મળવાની પૂરી શક્યતા રહેલી છે.

તુલા

આજના દિવસે જમીન, મકાન, વાહનની લે વેચમાં કે કોઇપણ કામમાં જરા પણ ઉતાવળ કે ગફલત કરવી નહિ. મિત્ર સર્કલની અણધારી ચિંતાને લીધે તમારું મન તમારા કાર્યમાં લાગે નહિ. આકસ્મિક કોર્ટ કચેરીનું કામ આવી જવાની શક્યતાને નકારી શકાય નહિ.

વૃશ્ચિક

તમારા યશ, ધન અને કીર્તિમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ. તમારા કામમાં તમારા સહ કર્મચારીની મદદ ઉપયોગી સાબિત થઇ શકે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે. આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી પસાર થવાની શક્યતા.

ધન

દરરોજના રૂટીન કામકાજ સિવાય સામાજિક અને વ્યવહારિક કામમાં સતત વ્યસ્ત રહેવાનું બની શકે. સીઝનલ ધંધાની આવકમાં વધારો થાય. શેર સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા લોકો માટે સમય સાનુકુળ રહેવાની શક્યતા.

મકર

કોઇપણ મહત્વના નિર્ણયો લેવામાં જરાપણ ઉતાવળ કરવી નહિ અન્યથા મુશ્કેલી ઉભી થાય. કોઇપણ બાબતમાં વિચારોની દ્વિધામાં દિવસ પસાર થાય તેવું બની શકે.

કુંભ

કોર્ટ કચેરીને લગતા કામ કાજમાં વિલંબ થવાની શક્યતા જણાય. કાર્યમાં રુકાવટ આવે. જેથી મુશ્કેલી અનુભવો. ખર્ચમાં આકસ્મિક વધારો થવાથી આર્થિક નાણાભીડ અનુભવો. દરેક કાર્યમાં સાવધાની રાખવી ખાસ જરૂરી છે.

મીન

તમેધારેલા સારા કામનું નિરાકરણ આવવાથી તમારામાં આનંદ અને ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નોકરિયાત વર્ગને કે ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને માટે વાતાવરણ સારું રહેવાની શક્યતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment