4500 વર્ષ પહેલા ગાયબ થઇ ગયા હતા પુરૂષો, પછી આ રીતે વધી વસ્તી, શોધમાં થયો આશ્ચર્ય કરી નાખે તેવો ખુલાસો….

18

શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે કોઈ દેશમાં પુરૂષ સંપૂર્ણપણે લુપ્ત થઇ ગયા હોય. ખરેખર તમે આજથી પેલા આવું ક્યારે પણ સાંભળ્યું નહિ હોય, પરંતુ આ એકદમ સાચું છે. દુનિયામાં એક દેશ એવો પણ છે, જ્યાં ૪૫૦૦ વર્ષ પહેલા પુરૂષ સપૂર્ણપણે લુપ્ત થઇ ગયા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે ખરેખર એ દેશમાં શું થયું હશે, ત્યાની વસ્તી વધી કે પછી તે દેશ જ લુપ્ત થઇ ગયો.

હકીકતમાં, તે દેશ લુપ્ત ન થયો પરંતુ આજે ત્યાની વસ્તી લગભગ ૪.૬૪ કરોડ (૨૦૧૫ ની જનગણના મુજબ) છે. આજે આ દેશ યુરોપનો બીજો સૌથી મોટો દેશ બની ચુક્યો છે.

આ દેશમાં લગ્નની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વર્ષ રાખવામાં આવી છે, જયારે ભારતમાં છોકરાઓ માટે ૨૧ વર્ષ અને છોકરીઓ માટે ૧૮ વર્ષ છે. છતાં પણ પહેલા આ લગ્નની ઉંમર ૧૪ વર્ષ હતી, જેને ૨૦૧૫ માં વધારવામાં આવી.

સંયુક્ત રાષ્ટ્રની એક રીપોર્ટ મુજબ, વર્ષ ૨૦૫૦ સુધીમાં આ દેશ દુનિયાની સૌથી ઘરડો દેશ હશે, કેમ કે આ સમય સુધીમાં આ દેશની લગભગ ૪૦ ટકા વસ્તીની ઉંમર ૬૦ વર્ષ કરતા ઉપરની હશે.

મીડિયા રીપોર્ટ મુજબ, ૧૧ મી સદીમાં આ દેશ પર મુસલમાનોનું રાજ હતું, પરંતુ સંન ૧૨૩૮ થી ઘણા ઈસાઈ રાજ્યોએ સાથે મળીને તેની સાથે યુદ્ધ કરવાનું ચાલુ કર્યું અને થોડાક દસકામાં દેશના મોટાભાગના વિસ્તાર તેમની પાસેથી જીતી લીધા.

આ દેશનું નામ છે સેપ્ન. શોધમાં જાણવા મળ્યું છે કે લગભગ ૪૫૦૦ વર્ષ પહેલા અહિયાં પુરૂષ સંપૂર્ણપણે લુપ્ત થઇ ગયા હતા. વૈજ્ઞાનિકોનું માનીએ તો લગભગ ૪૫૦૦-૪૦૦૦ વર્ષ પહેલા કાંસ્ય યુગ દરમિયાન થયું હતું.

શોધ મુજબ, પછી રૂસના મેદાની વિસ્તારમાંથી લોકો સ્પેનમાં આવ્યા અને ત્યાજ રહેવા લાગ્યા. આ આધાર પર માનવામાં આવે છે કે સ્પેનમાં રહેલા પુરૂષો રૂસી પ્રજાતિના છે. આશ્ચર્યની વાત તો એ છે કે રૂસની મહિલાઓના આવવાના સબૂતો મળતા નથી. વૈજ્ઞાનિકોને અજી સુધી આ વાતની જાણકારી નથી મળી કે રૂસથી માત્ર પુરૂષ જ કેમ આવ્યા?

વૈજ્ઞાનિકોએ આશરે ૮૦૦૦ વર્ષ પહેલાના અવશેષોમાંથી મળેલા પુરૂષોના વાઈ ગુણસૂત્રનો અભ્યાસ કરીને આ વાતનો ખુલાસો કર્યો. સંશોધકોના મત મુજબ, ત્યાની મહિલાઓએ પણ રૂસી પુરૂષો સાથે જ રહેવાનું સ્વીકારી લીધું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment