42 વર્ષની મહિલાને 26 વર્ષના મોટા પુરુષ સાથે થયો પ્રેમ, જાણો બંનેની લવ સ્ટોરી…

27

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ ક્યારેય પણ અને ગમે ત્યાં થઇ શકે છે. કોઈને પોતાનો પ્રેમ પહેલા મળી જાય છે તો કોઈને થોડોક લાંબી રાહ જોવી પડે છે. આવી જ એક પ્રેમ કહાની છે ૪૨ વર્ષના ભારતીય ડોક્ટર અને બિઝનેસ વુમન અપ્રિતમ કરી, જેને પોતાનાથી ૨૬ વર્ષ મોટા પુરુષ ઇડ સાથે પ્રેમ થયો. આ કોઈ સામાન્ય લવ સ્ટોરી નથી પરંતુ ઉતાર ચઢાવથી ભરેલી છે.

ઈંસ્ટાગ્રામ પેજ પર છપાયેલ લવ સ્ટોરી પ્રમાણે નાના ગામ માંથી આવનારી અપ્રિતમ જ્યારે પહેલા ઇડને મળી તો એ આફ્રિકા જઈ રહ્યો હતો, પરંતુ ઇડની ફ્લાઈટ લેટ થઇ. ઇડએ અપ્રિતમને ડીનર માટે ઇન્વાઇટ કરી, અપ્રિતમએ હા પાડી. બંનેએ સાથે જમ્યું અને સમય વિતાવ્યો. અપ્રિતમએ જણાવ્યું કે આ પહેલી મુલાકાત બિલકુલ અજીબ નહતી પરંતુ બંને ખુબજ કમ્ફટેર્બલ હતા.

ડીનર પછી ઇડ આફ્રિકા માટે નીકળી ગયા, પરંતુ  પાછા આવવા સુધી બંને એકબીજાના ટચમાં રહ્યા. દરરોજ એકબીજાના હાલચાલ પૂછવા, કામ વિશે પૂછવું અને જમવા વિશે પૂછવું જેવી વાતો સતત કરી, જેણે બંનેને એકબીજાની ખુબજ નજીક લાવી દીધા.

ઇડના પાછા મુંબઈ આવવા પર બંનેની મુલાકાતો વધી અને ખાલી બે મહિનાઓમાં જ બંનેએ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો. પરંતુ અપ્રિતમના પરિવારના લોકોએ પહેલા સાથ ન આપ્યો. કેમકે ઇડનો તલાક થઇ ચુક્યો હતો અને પહેલી પત્નીને ૩ દીકરીઓ પણ હતી.

પરંતુ બંનેએ એકબીજાનો સાથ ન છોડ્યો અને પરિવારને મનાવ્યો. અપ્રિતમએ કહ્યું કે આમારી બંને વચ્ચે એકબીજા માટે પ્રેમ, સન્માન અને કનેક્શન હતું, જે કારણથી અમે બંને એકબીજા સાથે  બહુ કમ્ફટેબલ અનુભવીએ છીએ.

અમે બંનેએ લગ્ન પણ ખુબજ મજેદાર રીતે કર્યા. લગ્નના દિવસે અપ્રિતમ જીન્સ અને ટી શર્ટમાં પહોંચી. બંનેએ એકબીજાને વીટીં પહેરાવી, જેને એ સમયે આર્ચિજમાંથી માત્ર ૧૦૦ રૂપિયામાં ખરીદ્ધી. અપ્રિતમ પ્રમાણે આ એમની ડ્રીમ વેન્ડિંગ હતી.

હવે અપ્રિતમ અને ઇડ બંને દુનિયા ફરે છે. એકબીજાના પરિવાર સાથે સમય વિતાવે છે અને રાજી ખુશીથી રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment