400 વર્ષ જૂનુ છે આ મોતનું ઝરણું, રાતો રાત લઇ લીધો હતો 5 હજાર લોકો અને પ્રાણીઓનો જીવ

44

કહેવામાં આવે છે જ્યારે જ્યારે પ્રકૃતિ સાથે ખરાબ વર્તન થયું છે, ત્યારે ત્યારે દુનિયાને વિનાશનો સામનો કરવો પડ્યો છે. પછી એ ભલે સુનામી હોય, આખા ઉત્તરાખંડને બરબાદ કરનારી પુર હોય અથવા પછી દુનિયામાં થયેલ બાકીની વિનાશકારી ઘટનાઓ. પરંતુ ઈતિહાસમાં એક વિનાશકારી પ્રાકૃતિક વિપત્તિ પર થઇ છે, જેમાં રાતો રાત હજારથી વધારે લોકોનું મૃત્યુ થયું હતું.

૨૧ ઓગસ્ટ ૧૯૮૬એ આફ્રિકાના કૈમરૂનમાં પણ કઈક એવું જ બન્યું, જેમાં રાતો રાત હજારથી વધારે લોકોનું મૃત્યુ થઇ ગયું. લોકોના મૃત્યુનું કારણ ત્યાં આવેલ ન્યોસ ઝરણાંને માનવામાં આવે છે. આ ઘટના પછીથી આને ‘ધ બૈડ લેક’ ના નામથી પણ ઓળખવામાં આવે છે.

લોકોના કહેવા અનુસાર આ ઝરણામાં ખરાબ આત્માઓ પ્રવાસ કરે છે, જે હંમેશા કોઈને ને કોઈને પોતાનો શિકાર બનવાની તલાશમાં રહે છે. જો કે, આ વાત કેટલી સાચી છે એના વિશે કઈ કહી શકાય નહિ, પરંતુ ૧૯૮૬માં જ્યારે આ ઝરણાએ ૧૭૪૬ લોકોને પોતાના શિકાર બનાવ્યા, ત્યારથી ન્યોસ ઝરણાંને લઈને લોકોના મનમાં અજીબ ડર બેસી ગયું છે.

વૈજ્ઞાનિકો પ્રમાણે, આ તબાહીનું કારણ કઈક બીજું છે. વાત એમ છે કે, ન્યોસ ઝરણું જ્વાળામુખીના ક્રેટર પર બનેલું છે, જેના કારણે આમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ જોવા મળે છે. એ જ ગેસ રીલીઝ થવાને બદલે, એ ઝરણામાં વધતી રહી, જેના કારણે ધીરે ધીરે ઝરણાંનું પાણી બોમ્બની જેમ બનતું ગયું.

રીપોર્ટ અનુસાર, ઝરણાનાં સાડા ત્રણ લીટર પાણીમાં પાંચ ગેલન કાર્બન ડાયોક્સાઈડ હતું અને ૨૧ ઓગસ્ટ ૧૯૮૬એ ઝરણાના પાણીમાં નાનો એવો વિસ્ફોટ થયો, જેનાથી પાણી ૩૦૦ ફૂટ સુધી ઉપર આવી ગયું.

જોતા જ જોતા ઝરણાંની અંદર રહેલ જીવલેણ ગેસ હવામાં ફેલાઈ ગઈ અને ૨૦ સેકેંડમાં આ ગેસના કારણે લગભગ ૧૭૪૬ જીવતા લોકો સહીત, સાડા ત્રણ હજાર પ્રાણીઓનું મૃત્યુ થઇ ગયું. હજારો લોકોના મૃત્યુના કારણે ઝરણું બ્લૂ રંગમાંથી લાલ રંગમાં ફરી ચુક્યું હતું. ૪૦૦ વર્ષથી પણ વધારે જુના આ ઝરણાંને મોતનું ઝરણું પણ કહેવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment