40 વર્ષ પહેલા થઇ હતી હત્યા, પેટમાં પડેલા બીજથી ઉગી આવ્યું ઝાડ, જાણો હેરાન કરી દે તેવી આ હકીકત ઘટના…

45

40 વર્ષ પહેલા એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવ્યું હતું. તેના પેટમાં અન્જીરનું બીજ હતું, જેથી તે એક ઝાડ બની ગયો. સાંભળવામાં આ વાત ભલે અજીબ લાગે, પણ આ બિલકુલ સાચું છે. માહિતી અનુસાર, 1974માં અહમેટ હ્યુંર્નાર નામના એક વ્યક્તિને ગ્રીક અને ટર્કીશ સંઘર્ષની વચ્ચે મારી નાખ્યો હતો. ઘણા વર્ષો સુધી તેની ડેડ બોડી પણ મળી ન હતી. પણ જ્યાં તેનું મૃત્યુ થયું હતું ત્યાં એક ઝાડ ઉગી આવ્યું હતું અને તપાસ કરી તો તેના મૃત્યુનું રહસ્ય દુનિયાની સામે આવ્યું.

મામલો સાઇપ્રસનો છે. ખબરના જણાવ્યા અનુસાર હ્યુંર્નાર અને એક અન્ય વ્યક્તિએ સંઘર્ષ દરમિયાન ગુફાની અંદર ડાયનામાઈટથી ઉડાવી દીધો હતો. તે દરમિયાન ગુફામાં એક છેદ બની ગયું. છેદથી સુરજની રોશની એ અંધારી ગુફામાં પ્રવેશવા લાગી અને હ્ગ્યુરનરના પેટમાં પડેલા અંજીરના બીજને ફૂલવાનો અવસર મળી ગયો. જોતા જોતા જ છોડ એક મોટું અંજીરનો છોડ બની ગયો.

તે ઝાડ પર વર્ષ 2011માં સૌથી પહેલા શોધ કર્તાઓનું ધ્યાન ગયું. શોધકર્તાનું ધ્યાન ગયું અને શોધકર્તા એ વાતથી હેરાન હતો કે કેવી રીતે ગુફાની અંદરથી ઝાડ નીકળી શકે છે અને એ પણ એવા પહાડી વિસ્તારમાં સામાન્ય રીતે અંજીર ઝાડ જ જોવા મળતા નથી.

રીસર્ચ દરમિયાન ઝાડની આસપાસ ખોદાઈ કરવામાં આવી અને આ રીતે લાશ દબાયેલી હોવાની વાત સામે આવી. પોલીસે જયારે ખોદાઈ શરુ કરી તો કુલ ત્રણ શવ જપ્ત કર્યા. તપાસ દરમિયાન ખબર પડી કે અહમેટ હગયુંર્નર અને અન્ય બે લોકોને ડાયનામાઈટથી ઉડાડી દીધા હતા. ધમાકાના કારણે ગુફામાં છેદ થઇ ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મરતા પહેલા હ્ગ્યુરનરે અંજીર ખાધું હશે.

હ્ગ્યુરનરની બહેન મુનુર હર્ગ્યુંસનના જણાવ્યા અનુસાર, “અમે જે ગામમાં રહેતા હતા ત્યાં અંદાજે ચાર હજાર લોકો હતા જ્યાં અડધી વસ્તી ગ્રીક અને અડધી વસ્તી તુર્કી હતી. 1974માં તણાવ શરુ થઇ ગયો હતો. મારો ભાઈ ટર્કીશ રસીસ્ટેન્ટ ઓર્ગનાઈઝેસનમાં સમાવેશ થઇ ગયો હતો. 10 જુને ગ્રીક મારા ભાઈને પકડીને લઇ ગયા.”

મુનુરનું જણાવવાનું છે કે તેને પોતાના ભાઈને ખુબ જ શોધ્યો પણ પણ ન મળ્યો. તેઓએ જણાવ્યું કે, “અમારા બ્લડ સેમ્પલ અને લાશના ડીએનએ એકબીજાથી ભળી ગયા અને આ કારણે ખબર પડી કે મારા ભાઈને છેલ્લો સમય ક્યાં વિતાવ્યો હતો. અંજીરના ઝાડના કારણે મારા ભાઈની ખબર પડી શકી.”

તમને જણાવી દઈએ કે સાઇપ્રસે 1981માં 2000 લોકોની શોધ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી જે 1963 થી 1974ની વચ્ચે ગાયબ અજ્ઞા હતા. કમિટીને લાપતા લોકોનું લિસ્ટ બનાવવા ઉપરાંત એ પણ ખબર પડવાની હતી કે તે લોકોની સાથે આખરે થયું શું ?

લાપતા લોકોની શોધ કરવા 1 હજાર 222 વાર ખોદાઈ અભિયાન ચલાવવામાં આવ્યું, પણ ફક્ત 26 ટકા જ મામલાઓમાં જ ફક્ત અવશેષો મળી શક્યા. શોધકર્તાઓની ટીમ પાછલા 12 વર્ષોમાં અહમેટ હ્ગ્યુરનર ઉપરાંત 890 લોકોના અવશેષ શોધી શકી છે.

હાલમાં તો અમે તો એજ કહીશું કે અહમેટ હ્ગ્યુરનરની કહાની ખરેખર હેરાન કરી દેવાવાળી છે, જ્યાં એક મૃત શરીરે ઝાડના સ્વરૂપમાં જન્મ લીધો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment