4 વફાદાર કુતરાઓ પોતાના માલિકને બચાવવા માટે “કોબ્રા” સાપ સાથે લડી પડ્યા, જુઓ અંતમાં થયું ચારેયનું મૃત્યુ…

26

કુતરાની વફાદારીના કિસ્સાઓ આપણે પેઢી દર પેઢીથી સાંભળતા આવ્યા છીએ. અને નાનપણથી તેના વિષે વાંચતા આવ્યા છીએ. કુતરાઓએ તેના જાતિગત સ્વભાવ અને DNA પ્રમાણે એકવાર ફરીથી તેની વફાદારી પૂરવાર કરી દીધી છે. હકીકતમાં વાત એમ બની કે બિહારના ભાગલપૂરમાં ચાર પાલતું કુતરાઓએ તેના માલિક અને તેના પરિવારનો જીવ બચાવવા માટે ભયંકર વિષધર કોબ્રા સાપ સામે લડીને પોતાનો જીવ જોખમમાં મૂકી તેના માલિક અને તેના પરિવારનો જીવ બચાવીને તેઓ મોતને ભેટ્યા. આ આખી ઘટના CCTV માં રેકોર્ડ થઇ ગઈ છે.

હકીકતમાં, બિહારના ભાગલપૂરમાં સાહેબગંજ કોલોનીમાં રહેતા ચિકિત્સક ડોકટર પૂનમ મોસેસે તેમના ઘરમાં ચાર કુતરાઓ પાળ્યા હતા. આ ચાર કુતરાઓને પૂનમના ભાઈ બોબી મોસેસે તેના પરિવારના સભ્યોની માફક રાખ્યા હતા. ડોક્ટર પૂનમ મયાગંજ હોસ્પીટલમાં ડોક્ટર તેરીકે સેવા આપતા હતા. તેના જણાવ્યા મુજબ મંગળવારની રાતે આ ચારેય કુતરાઓ અચાનક જોરજોરથી બસવા લાગ્યા. થોડો સમય રાહ જોયા પછી પણ તેના ભસવાનો અવાજ બંધ ન થયો ત્યારે મેં બહાર જઈને જોયું તો ચારેય કુતરાઓ એક ભયંકર સાપ સાથે ઝાપાઝપી કરી રહ્યા હતા. અને સાપને ઘાયલ કરી ચુક્યા હતા. થોડીક વારમાં ચારમાંથી ત્રણ કુતરાઓ બેહોશ થઇ ત્યાજ ઢળી પડ્યા હતા. જ્યારે એક કુતરો હજી પણ ભયંકર કોબ્રા સાપ સાથે એકધારો લડી રહ્યો હતો. અંતે કોબ્રા સાપને મારીને તેણે તેના માલિક અને પરીવારનો જીવ બચાવીને  પોતાનો જીવ આપી દીધો.

CCTV માં રેકોર્ડ થયેલ ઘટના મુજબ ડોકટર પૂનમના ભાઈએ જણાવ્યું કે ઘરની બહાર કેમ્પસમાં દરરોજ રાત્રે અમે કુતરાઓને છુટ્ટા મૂકી દઈએ છીએ. મંગળવારની રાત્રે એક ખતરનાક વિષધર કોબ્રા સાપ ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે આ કુતરાઓની તેજ ધ્રાણેન્દ્રિય એટલે કે સુંઘવાની શક્તિથી સચેત થતા તેની નજર કોબ્રા સાપ પર પડતા તેઓ સતત ભસવા લાગ્યા અને સાપ સાથે લડવા લાગ્યા.

જો કે, કોબ્રા સાપ સાથે લડતા લડતા સાપના ડંખના ઝેરથી ચારેય કુતારાઓનું મૃત્યુ થયું. આ સારી ઘટના ઘરની સામેના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ. જે અમે બાદમાં વિસ્તારથી જોઈ ત્યારે હકીકતમાં શું બન્યું હતું તે જાણવા મળ્યું. ડોકટર પૂનમના ભાઈ બોબીએ કહ્યું કે આ ચારેય કુતરાઓ જ્યારથી પપી એટલે કે ગલુડીયા હતા ત્યારથી અમારા ઘરમાં એક પરિવારના સભ્યોની માફક ઉછર્યા છે અને એક સાથે મોટા થયા છે. હાલમાં આ વફાદાર કુતરાઓના મોતથી આખો ઘર પરિવાર શોકમાં છે. આસપાસના લોકો અત્યારે તો આ ચારેય કુતરાઓની વફાદારીની અને બહાદુરીની વાતો કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment