4 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

13

આજના બાળકની જન્મ રાશી રાત્રીના 1 કલાક 43 સુધી મકર રાશી (નામાક્ષર: ખ, જ) ત્યારબાદ કુંભ રાશી (નામાક્ષર: ગ, સ, શ ષ)

આજના દિવસે રીટાયર્ડ લોકોને સરકાર તરફથી કોઈ સારા સમાચાર મળવાની શકતાને નકારી શકાય નહિ.

મેષ

આજના દિવસે કોઈ કામ સબબ આકસ્મિક બહારગામ જવાનું શક્ય બને. કોઈ સગા સંબંધી માટે દવાખાના કે હોસ્પીટલમાંદોડધામ વધી જાય.બુઝુર્ગોના લીધે ઘરમા વાતાવરણ તંગ રહેવાની શક્યતા.

વૃષભ

તમારી વાણીની મીઠાશ, અનુભવ, આવડત, જોશ જુસ્સો અને બીજા પાસે કામ લેવાની ચતુરાઈથી પ્રગતિના પંથે આગળ વધો તેવું જોવા મળે. સાસુ વહુના કજીયામાં ઘરના વડીલોએ વચ્ચે પડી સુલેહ શાંતિ કરાવવી.

મિથુન

તમારા કાર્યમાં વાતાવરણ સાનુકુળ રહેવાથી તમારી કામ કરવાની વૃતિમાં વધારો જોવા મળે. નાની મોટી ઈજાઓ થવાની શક્યતાને નકારી શકાય નહિ. કારખાના કે મશીનરી વિભાગમાં કામકરતા લોકોએ ખાસ સાવધાની રાખી.

કર્ક

જુના મિત્રો સાથે નજીવી બાબતમાં ટકરાવ થવાની શક્યતા રહેલી જોવા મળે. ધંધામાં તેજી આવવાથી આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે.આજના દિવસે માનસીન શાંતિ જાળવવી તમારા હિતમાં સાબિત થાય.

સિંહ

તમારા મનની સ્થિતિ બેચેની અનુભવતી હોવા છતાં તમે મક્કમતાથી તમારું કાર્ય કરતા રહો તેવું બની શકે.ઘરમાં કજિયા કંકાસ રહેવાથી લક્ષ્મીજીની કૃપા ઘટતી જોવા મળે. સાસરિય પક્ષે કોઈ બાબતે મધ્યસ્થી થવાનું બની શકે.

કન્યા

ઘણા સમયથી ઈચ્છિત વ્યક્તિને મળવાની મુલાકાત પૂરી થતી જણાય. સાસરિય પક્ષ તરફથી તમારે પણ કોઈ ધાર્મિક સ્થળે જવાના પ્રવાસનું આયોજન શક્ય બને. ડાયાબિટીસના દર્દીઓએ શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખવી હિતાવહ.

તુલા

આજનો દિવસ ખુબજ આનંદથી પસાર થાય. મનમાં કોઈ બાબતે ચિંતા રહે તેમ છતાં તમારા કાર્યમાં ખુશીથી દિવસ પસાર કરો. બોસ તરફથી મળેલો મીઠો ઠપકો તમારા કાર્યમાં વધારો કરે તેવું જોવા મળે.

વૃશ્ચિક

ધંધાકીય પ્રવૃતિમાં સરકારી દખલગીરી આવવાની શક્યતાને નકારી શકાય નહિ. મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહિ. ધંધાકીય ભાગીદારીમાં આર્થિક લાભ જોવા મળે.કોઈ નવા વાહનની ખરીદીની શક્યતા રહેલી છે.

ધન

આજના દિવસે બેચેની, પરિતાપ, વ્યગ્રતાનો અનુભવ થાય. કાર્યમાં ધીમી રુકાવટ જોવા મળે. શારીરિક સ્વાસ્થ્ય બાબતે ચિંતા જોવા મળે. ઘર સંસારમાં મતભેદ સાથે મનભેદ પણ જોવા મળે.

મકર

સામાન્ય ઉચાઈથી પડવા છતાં મોટી ઈજા થવાની શક્યતાને નકારી શકાય નહિ. વિદેશ પ્રવાસની શક્યતા જણાય. વડીલ વર્ગ તરફથી પુત્ર પૌત્રાદિકને કોઈ સારી ખુશ ખબરી મળવાની શક્યતા.

કુંભ

આજના દિવસે નાણાકીય બાબતમાં કોઈના જામીન ન થવું આપના હિતમાં સાબિત થાય. કોઈનું સારું કરવા જતા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જેથી સાવચેતી રાખવી તમારા હિતમાં રહે.

મીન

નાણાકીય લેવડ દેવડની બાબતમાં આપે સાવચેતી રાખવી હિતાવહ. ઘરમાં કોઈ વાદ વિવાદ કે મનદુખના કારણે બેચેની અનુભવો. ધંધાકીય બાબતે પરીશ્રમ વધે તેમ છતાં પ્રગતી જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment