3500 વર્ષ પહેલા પણ થતો હતો પ્રેગનેન્સી ટેસ્ટ, આ રીતે જણવામાં આવતું હતું કે મહિલા પ્રેગ્નેટ છે કે નહિ…

15

મહિલાઓનું જો પ્રેગનેન્સી ટેસ્ટ કરવો હોય તો એના માટે આજકાલ માર્કેટમાં ઘણી પ્રકારના ઉપકરણ આવેલા છે, જેનાથી તરત જ ખબર પડી જાય છે કે મહિલા પ્રેગ્નેટ છે કે નહિ. પરંતુ જરાક વિચારો કે પ્રાચીન સમયમાં આની ખબર કઈ રીતે લગાવામાં આવતી હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી ૩૫૦૦ વર્ષ પહેલા પણ પ્રેગનેન્સી ટેસ્ટ કરવામાં આવતો હતો. સાથે જ એ સમયના લોકો પાસે એ જાણવામાં પણ સક્ષમ હતા કે મહિલાના ગર્ભમાં ઉછરતું બાળક દીકરો છે કે દીકરી.

ન્યૂ કિંગડમ ઈરાના પૈપીરસ એટલે કે લેખિત દસ્તાવેજમાં આ વાતનો ઉલ્લેખ છે કે મિસ્રમાં ઘણા વર્ષો પહેલા પણ પ્રેગનેન્સી ટેસ્ટ કરવામાં આવતા હતા. આ લેખિત દસ્તાવેજમાં આંખોના રોગ સંબંધી ઈલાજ વિશે પણ જણાવામાં આવ્યું છે.

પૈપીરસ અનુસાર, ૧૫૦૦થી 1300 ઈસા પૂર્વે વચ્ચે મહિલાઓના પ્રેગનેન્સી ટેસ્ટ માટે પોતાના યૂરિનની સાથે ઘઉં અને જવ એક બેગમાં નાખવામાં આવતા  હતા. થોડા દિવસો પછી આ બેગને ફરીથી જોવામાં આવતું હતું. જો ઘઉં અને જવના બીજ ઉગવા લાગે તો એનો મતલબ છે કે મહિલા પ્રેગ્નેટ છે અને જો કંઈપણ ના ઊગે તો એનો મતલબ મહિલા પ્રેગ્નેટ નથી.

પૈપીરસમાં પ્રેગનેન્સી સિવાય છોકરી અને છોકરાના જન્મની ઓળખ માટે પણ રીત લખેલી છે. એ સમયે જો બેગમાં જવ ઉગતા, તો એમ સમજવામાં આવતું કે દીકરાનો જન્મ થશે અને જો ઘઉં ઉગતા તો એમ સમજવામાં આવતું કે દીકરીનો જન્મ થશે.

કાર્લ્સબર્ગ પૈપીરસ કલેક્શનના પ્રમુખ કિમ રિહોલ્ટ અનુસાર, પ્રાચીન મિસ્ર સાથે જોડાયેલા ઓછામાંઓછા ૧૨ સંરક્ષિત ચિકિત્સા ગ્રંથ હતા. જો કે આ ક્ષતિગ્રસ્ત છે અને પ્રાચીન લિપિમાં લખેલા છે, જેને વાંચવા ઘણા મુશ્કેલ છે. એમણે જણાવ્યું કે આ ચિકિત્સા ગ્રંથોમાં બીજા ઘણા ચોકાવનારા ખુલ્લાસા થઇ શકે છે. હાલમાં આ ચિકિત્સા ગ્રંથોનું અનુવાદ કરવાના પ્રયત્ન ચાલુ જ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment