3200 વર્ષ જૂની એ રહસ્યમયી મૂર્તિની કહાની, એને જે કોઈપણ અડ્ક્યું એનું થઇ જાય છે મૃત્યુ…

71

જયારે પણ પ્રાચીન મિસ્રનું નામ આવે છે, મનમાં અલગ અલગ પ્રકારના પ્રશ્ન થાય છે, જેમકે મમી, મકબરા, પિરામિડ. અહિયાં ઘણી વખત પ્રાચીન સમયની મમી મળતી રહે છે. આજે અમે તમને એક એવી રહસ્યમયી મમીની કહાની જણાવા જઈ રહ્યા છીએ, જેના વિશે કહેવામાં આવે છે કે એને આજ સુધી જેને પણ અડ્ક્યું, એનું મૃત્યુ થઇ ગયું.

આ રહસ્યમયી મમી મિસ્રના સૌથી ઓછી ઉંમરના રાજા તૂતેનખામૂનની હતી, જે લગભગ ૩૨૦૦ વર્ષથી જમીનની અંદર દફન હતી. એને ૯૭ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૧૯૯૨માં શોધવામાં આવી હતી. બ્રિટિશ પુરાતત્વવેત્તા હાર્વડ કોર્ટરએ આ રહસ્યમયી મમીની શોધ કરી હતી.

કહેવામાં આવે છે કે તૂતેનખામૂનની કબરની નીચે કિંમતી ખજાનો દટાયેલો હતો. જયારે એમની કબર શોધવામાં આવી, તો પુરાતત્વીકો એમની મમીની નીચે સીડીઓ મળી, જેનાથી એક રૂમ સુધી પહોચવાનો રસ્તો હતો. તે રૂમ સોના ચાંદીથી ભરેલો હતો.

સાથે જ તૂતેનખામૂનના મકબરાના દરવાજા પર મિસ્રની પ્રાચીન ભાષામાં એક ચેતવણી પણ લખેલી હતી. ચેતવણીમાં સાફ સાફ લખેલ હતું કે જે પણ રાજા તૂતેનખામૂનની શાંતિને ભંગ કરશે, એમનું મૃત્યુ થઇ જશે.

જો કે તેમ છતાંપણ પુરાતત્વીકોએ એ ચેતવણીને નજરઅંદાજ કરી નાખી, જેની અસર એ થઇ કે એક એક કરીને કોર્ટરની ટીમના બધા સભ્યોનું મૃત્યુ થઇ ગયું. આ બધા લોકોએ મળીને કબરમાંથી તૂતેનખામૂનની મમીને હટાવીને ખજાનો કાઢ્યો હતો.

મૃત્યુનો આ દૌર ત્યાં જ ન રહ્યો, પરંતુ હોવર્ડ કોર્ટરને જે માણસે તૂતેનખામૂનની કબર અને ખજાનો શોધવાની જવાબદારી આપી હતી, એની પણ થોડા મહિનાઓમાં રહસ્યમયી રીતે મૃત્યુ થઇ ગયું. આ માણસ હતો લોર્ડ જોર્જ કારનારવન, જેમણે સૌથી પહેલા તૂતેનખામૂનના કંકાલને અડક્યો હતો.

કહેવામાં આવે છે કે પછી તૂતેનખામૂનની રહસ્યમયી મમીને જે જે લોકોએ જોઈ, એ કા તો ગાંડા થઇ ગયા અથવા કોઈના કોઈ કારણે એમનું મૃત્યુ થઇ ગયું. મિસ્રના રાજકુમાર અલી કામિલ સાથે પણ એવું જ કઈક થયું હતું. હકીકતમાં, તેઓ અને તેમની પત્ની બંને એ રહસ્યમયી મમીને જોવા પહોચ્યા હતા, પરંતુ ઘરે પાછા આવતા સમયે જ એમની પત્નીને શું થયું કે એમણે રાજકુમારની હત્યા કરી નાખી. આ ઘટનાઓ પછીથી એ મમીને શાપિત માનવામાં આવવા લાગી.

જો કે પછી હાવર્ડ કોર્ટરની માંગ પર સરકારે એ રહસ્યમયી મમીને ફરીથી એ જગ્યા પર જ દફનાવી નાખી, પરંતુ થોડા વર્ષો પછી લોર્ડ જોર્જ કારનારવનની દીકરી લેડી એવલિનના આદેશ પર ફરીથી એ મમીને કબરમાંથી બહાર કાઢવામાં આવી અને એ મિસ્રથી લંડન લાવવામાં આવી, જ્યાં એ મ્યૂજિયમમાં રાખવામાં આવી. કહે છે કે લેડી એવલિન એ મમીથી એટલી પ્રભાવિત હતી કે દરરોજ મ્યૂજિયમમાં એને જોવા જતી હતી. એક દિવસ જયારે એ મમીને જોયા પછી બહાર આવી તો અચાનક એમને હાર્ડઅટેક આવ્યો અને એમનું મૃત્યુ થઇ ગયું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment