32 વર્ષની આ મહિલા ઊંઘમાંથી જાગી, તો પોતાની ઉંમરને 15 વર્ષની અનુભવવા લાગી, જાણો રહસ્યમય વાત….

9

એક સવારે નાઓમી જૈકબ્સ ઉઠી અને તેમને યાદ ન હતું કે તે કોણ છે. આ વર્ષે એપ્રિલમાં તે બ્રિટેન શહેર મૈનચેસ્ટરમાં જાગી અને હેરાન થઇ ગઈ. તે જાગી તો પોતાને તેમણે ૧૫ વર્ષની છોકરીના રૂપમાં જોય જયારે કે તેમની ઉંમર ૩૨ વર્ષ હતી. તે જાગી હતી ૨૦૦૮ માં પરંતુ તેમના માટે વર્ષ હતું ૧૯૯૨. તે પાછળની સદીમાં પહોચી ગઈ હતી.

“ પહેલા થોડીક વાર મેં વિચાર્યું કે હું અત્યારે એક સપનું જોય રહી છું. પરંતુ આતો એક ખરાબ સપનું હતું. હું જેવી જ રૂમમાં જાગી, તે પણ ઓળખાતો ન હતો”. “મને યાદ છે કે મેં જે પહેલી વસ્તુ જોય, તે પરદા હતા અને મને તે પણ ઓળખાતા ન હતા. તિજોરી, બેડ જેના પર હું ઊંઘી હતી.. રૂમમાં બધુજ વિચિત્ર હતું. મેં પોતાનું શરીર જોયું, મેં એક પાયજામો પહેર્યો હતો જેને મેં ક્યારે પણ જોયો ન હતો” “મેં પોતાને અરીસામાં જોય, મારો ચહેરો બદલાઈ ગયો હતો. તે પીળો પડી ગયો હતો અને હું જુવાન દેખાઈ રહી હતી. જયારે મેં પહેલીવાર જોરથી વાત કરી તો મને મારી અવાજ અલગ લાગી.” પરંતુ અલગ શું હતું?

‘ભવિષ્યમાં’ પહોચી ગઈ હતી નાઓમી

“મને લાગી રહ્યું હતું કે હું ૧૫ વર્ષની છું. મારી બધી ભાવનાઓ ૧૫ વર્ષની છોકરીની હતી અને મેં વિચાર્યું કે આ વર્ષ ૧૯૯૨ છે.” પરંતુ આ ૧૯૯૨ ન હતું અને નાઓમી ૧૫ વર્ષની ન હતી. તે ૨૦૦૮ હતું અને ત્યારે તે ૩૨ વર્ષની હતી. નાઓમી પાછળના દોઢ દશકાથી પોતાની બધીજ યાદશક્તિ ખોય બેસી છે. નાઓમીને હવે ૨૧મી સદીનો સામનો કરવાનો હતો. ૨૧મી સદીનું જીવન, ટેકનીક, સંસ્કૃતિ અને ખબરો. જે વર્ષમાં તે પોતાને સમજી રહી હતી, તેમાં નતો ઈંટરનેટ હતું, નતો સોસીયલ મીડિયા અને નતો સ્માર્ટફોન.

માત્ર એટલું જ નહિ, તેમની હકીકતના હિસાબથી તો દક્ષીણ આફ્રિકામાં નસ્લીય રાજનીતિક અને સામાજિક વ્યવસ્થા આજે પણ ત્યાજ ઉભી હતી અને નેલ્સન મંડેલાનો સ્વતંત્રતા આંદોલન અજી પૂરું ન થયું હતું. ઈરાકમાં સદ્દામ હુસૈન સત્તામાં હતા જયારે ઇંગ્લેન્ડમાં રાજકુમારી ડાયનાના પ્રશંસક વધતા જઈ રહ્યા હતા અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં કોઈ કાળા વ્યક્તિનું વાઈટ ‘વ્હાઈટ હાઉસ’ સુધી પહોચવાની ઈચ્છા રાખવી એક સપના જેવું હતું.

નાઓમી યાદ કરે છે, “વાહ, હું વિશ્વાસ નથી કરી શકતી. મેં ક્યારેય વિચાર્યું પણ નહતું કે હું પોતાની જિંદગીમાં એવું થતા જોય શકીશ. પહેલા તો મેં વિચાર્યું કે કોઈ મજાક છે, આ ઓબામાં કોણ છે? શું હકીકતમાં તે છે?” પરંતુ સૌથી મુશ્કેલ હતું પોતાને આ હકીકતથી વાકેફ કરાવવું કે તે લિયો નામના એક ૧૦ વર્ષના છોકરાની માં હતી. પહેલા ૨૪ કલાકો સુધી હું આ વાતને સમજી જ ન શકી કે મારો એક દીકરો છે. હું હેરાન હતી, મારો દીકરો હસતા હસતા ક્લાસની બહાર આવી રહ્યો હતો અને હું બસ તેને જોય રહી હતી.”

નાઓમી જયારે ૧૫ વર્ષની હતી તો એક પત્રકાર અથવા લેખક બનવા ઇચ્છતી હતી. દુનિયાભરમાં ફરવા ઇચ્છતી હતી અને એક મોટા મકાનમાં રહેવા ઇચ્છતી હતી, પરંતુ તેને જાણ્યું કે તે સિંગલ પેરેન્ટ હતી, જે પોતાના ખર્ચ માટે સરકાર પર નિર્ભર હતી. તે બેરોજગાર હતી અને મનોવિજ્ઞાનનું ભણતી હતી. જેને ભણવા માટેનું ૧૫ વર્ષની નાઓમીએ વિચાર્યું પણ નહતું. “હું આ પુખ્ત નાઓમીને પસંદ નતી કરી શકતી, મને સમજાયું નહી કે હું અહિયાં સુધી કેવીરીતે પહોચી.

તે મને તોડી રહ્યું હતું, કન્ફ્યુજ કરી રહ્યું હતું. હું આ સ્થિતિમાં પોતાને જરાઈ પસંદ ન કરતી હતી, નતો આ ઘરમાં રહેવા ઇચ્છતી હતી અને નતો આ જીંદગીમાં.” જેટલું તે પોતાની જિંદગી વિશે જાણતી હતી, એટલી જ તેને આ જિંદગી પસંદ આવતી નહતી. તેમણે મહેસુસ કર્યું કે વર્તમાનમાં જીવવા માટે તેમણે પોતાના અતીથને બદલવું પડશે.

જવાબ બેડની નીચેથી મળ્યો

તે એક ડોક્ટર પાસે ગયા જેને તેમની મદદ પણ ન કરી અને તેમના પર વિશ્વાસ પણ ન કર્યો. એટલા માટે તેમણે જાતે જ ગોતવાનું હતું કે કઈ રીતે પોતાને સારું કરી શકાય છે. “હું પોતાની યાદશક્તિ ગોતી રહી હતી અને સૌથી પહેલા તો મારે એ જાણવું હતું કે આ ખરેખર થયું કઈ રીતે, હું એવી સ્થિતિમાં પહોચી કઈ રીતે.”

તેમની બહેન સિમોન અને તેમની સૌથી સારી દોસ્ત કેટી, જે શરૂઆતથી તેમની મદદ કરી રહી હતી, તેમણે જણાવ્યું કે નાઓમી કિશોરાવસ્થાથી જ છાપામાં બહુજ લખતી રહી છે અને તે સમાચાર પત્ર ઘરમાં જ ક્યાક હશે. થોડું ગોતવા પર તેને બેડની નીચે સમાચાર પત્રોથી ભરેલું એક બોક્સ મળ્યું જેમાં તેમના ખોવાયેલા ૧૬ વર્ષની યાદો હતી અને તેમના પ્રશ્નોના જવાબ પણ હતા.

સમાચાર પત્રો માટે લખેલા જનરલમાં ઘણુંબધું હતું જે તોડી નાખે એવું હતું. તેમને ખબર પડી કે તેમને ડ્રગ્સની આદત હતી અને એકવાર તે ખોવાઈ પણ ગઈ હતી. “એક સમયે મારી પાસે એક સફળ બિજનેસ અને મારું ઘર હતું અને પછી થોડીક સમસ્યાઓના કારણે હું એક બહુજ ખરાબ રસ્તા પર ચાલી નીકળી અને મેં મારો બીજનેસ ગુમાવ્યો, પોતાનું ઘર ગુમાવ્યું. મને ડ્રગ્સની સમસ્યા હતી.” “હું બેઘર થઇ ચુકી હતી અને તે સમયે મને ખબર પડી કે મને બાઈપોલર ડીસઓર્ડર છે.”

પરંતુ સમાચાર પત્રોમાં બીજું કઈ પણ હતું.

“તે સમયે બધુજ બદલાઈ ગયું જયારે મેં તે સમાચાર પત્રોમાં વાચ્યું કે એક બાળકના રૂપમાં મારું શોષણ કરવામાં આવ્યું હતું અને મેં તે ખરાબ આદતને ૬ વર્ષની ઉંમરથી ૨૫ વર્ષની ઉંમર સુધી દાટીને રાખ્યું હતું.” આ કલ્પના કરવી મુશ્કેલ છે કે જે છોકરી આ સમયે ૧૫ વર્ષની ઉંમરમાં પોતાને મહેસુસ કરી રહી છે તેને પોતાની જ કડવી યાદોને પોતાના જ જનરલથી વાંચવું કેવું લાગી રહ્યું હશે જે તેને ૨૫ વર્ષની ઉંમરમાં લખ્યું હતું.

છતાં પણ અજી ઘણા પ્રશ્નોના જવાબ બાકી હતા

તેમને ૧૯૯૨ થી ૨૦૦૮ વચ્ચેની જિંદગી શું કામ યાદ નથી? શું થયું હતું જયારે તે ૧૫ વર્ષની હતી? ખરેખર ૧૫ વર્ષની ઉંમર જ કેમ? નાઓમી કહે છે, “બહુજ તણાવ હતો, મારો પરિવાર તૂટી ગયો હતો. મારા નવા પિતાએ અમને છોડી દીધા હતા. મારી માં સાથે મારો સંબંધ તૂટી ગયો હતો.”

તે સમાચાર પત્રો મુજબ, નાઓમીની માં દારૂની લતની શિકાર હતી અને તે બંનેની વચ્ચે ઘણો ખરાબ જગડો થયો હતો. નાઓમી જણાવે છે કે, “તે જગડા પછી માં પીવા લાગી અને મેં પોતાને મારી નાખવાની કોશિશ કરી. ૧૫ વર્ષની ઉંમરમાં મેં જે નિર્ણય લીધા, તેમણે જ મારી જિંદગીની દિશા નક્કી કરી” પોતાની યાદોને ખોયા પછી પહેલીવાર નાઓમી પોતાની સાથે થયેલી દરેક વસ્તુનો સામનો કરવા તૈયાર હતી. અને એક ઉનાળાની સવારે, તેમની યાદોને ખોવાના લગભગ ત્રણ મહિના પછી, નાઓમી જાગી તો એકદમ અલગ મહેસુસ કરી રહી હતી. તેમની યાદશક્તિ પછી આવી ગઈ હતી અને તેમને ખબર હતી કે તે ૩૨ વર્ષની હતી અને તે વર્ષ ૨૦૦૮ હતું.

તેમની સાથે થયું શું હતું ?

નાઓમીને ૩ વર્ષ પછી ખબર પડી કે ખરેખર થયું શું હતું. “હું એક બહુજ સારા મનોચિકિત્સકને મળી અને જે કઈ થયું હતું, તેમને બધુજ જણાવ્યું. મારી જિંદગીની લગભગ આખી સ્ટોરી. તેમણે ઘણું રીસર્ચ કર્યું, પોતાના સહયોગીયો સાથે વાત કરી અને બધા આ વાત પર સહમત થયા કે મને ડીસોસીએટીવ એમનિજિયા હતું.” આ એક દુર્લભ પ્રકારનું એમનિજિયા છે. તેમની યાદશક્તિ ભુલાઈ ગઈ ન હતી પરંતુ ગંભીર તણાવના કારણે તેમના મગજ પર જટકો લાગ્યો હતો. બીમારીની ખબર પડતા જ તેમને થોડી રાહત મહેસુસ થઇ. પોતાની બીમારી લઈને નાઓમીએ ‘દ ફોર્નગોટન ગર્લ’ નામની એક બુક પણ લખી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment