૩૧ માર્ચ પછી આ 2 સરકારી બેંકો થઇ જશે બંધ !!! જાણો શું છે કારણ ???

190

નાણા મંત્રાલય સંભાળતા જ અરુણ જેટલીએ બેંકોને લગતું મોટું બયાન આપ્યું છે. એમણે કહ્યું કે બેંક યોગ્ય અને સરળ રીતે કામ કરે, એના માટે દેશને ગણ્યાગાંઠ્યા મોટા બેંકોની જરૂરિયાત છે. ભારતીય સ્ટેટ બેંકની સાથે એમના ૫ સહકારી બેંકો અને ભારતીય મહિલા બેંકના ૨૦૧૭માં વિલય પછી સરકારે આ વર્ષે દેના બેંક, વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં વિલય કરવાની મંજુરી આપી છે.

અંતર્ગત બજેટ પછી આરબીઆઈ નિર્દેશક મંડળની સાથે થનારી પરંપરાગત બેઠકને સંબોધિત કરતાં જેટલીએ કહ્યું, “એસબીઆઈના વિલયનનો અમારી પાસે અનુભવ છે અને હવે આ ક્ષેત્રમાં બીજા વિલયન થઇ રહ્યા છે.”

એમણે કહ્યું, ‘જ્યાં સુધી બેંક ક્ષેત્રની વાત છે, ભારતને ગણ્યાગાંઠ્યા મોટા બેંકોની જરૂરિયાત છે જે દરેક રીતે મજબૂત હોય. લોનના દરથી લઈને મોટા પાયાના ઉપયોગ સુધીમાં આનો લાભ ઉઠવામાં મદદ મળશે.’

કેન્દ્રીય મંત્રી મંડળએ ગયા મહિનાથી દેના બેંક, વિજયા બેંકને બેંક ઓફ બરોડામાં વિલયનને મંજુરી આપી દીધી. એનાથી દેશમાં એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક પછી એ ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. આ ત્રણેય બેંકના વિલયન ૧ એપ્રિલ ૨૦૧૯થી પ્રભાવમાં આવશે. આ વિલયન પછી સાર્વજનિક ક્ષેત્રના બેંકોની સંખ્યા ઘટીને ૧૮ રહી જશે.

કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આ ત્રણેય બેંકોના વિલયનથી કર્મચારીઓને અસર નહિ થાય. એક પણ કર્મચારીઓની છુટ્ટી નહિ થાય, કેમકે દેના અને વિજયા બેંકના કર્મચારીઓને બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

કેન્દ્ર સરકારનું માનીએ તો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારએ બેન્કિંગ ક્ષેત્રમાં એકત્રીકરણના ઉદેશ્યથી સુધારાના પગલા અમલ કરવામાં આવ્યા હતા. આ સુધાર ઉપાયના લાગુ થવાથી બેંક ઓફ બરોડા દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે, જેની પાસે ૧૪.૮૨ લાખ કરોડ રૂપિયાનું સંયુક્ત માર્કેટ હશે. બેંકોના વિલયનનો પહેલો નિર્ણય ‘વૈકલ્પિક તંત્ર’ સ્વર લેવામાં આવ્યો છે, જેમાં જેટલી સિવાય રેલમંત્રી પીયૂષ ગોયલ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ શામેલ છે.

સીધી વાત છે કે ગયા લગભગ બે વર્ષની અંદર બીજી વખત સરકારી બેંકોનું વિલયન કરવામાં આવી રહ્યું છે. આની પહેલા ભારતીય સ્ટેટ બેંકના પાંચ સ્ખરી બેંકો અને ભારતીય મહિલા બેંકનું આમાં ૧ એપ્રિલ, ૨૦૧૭એ વિલયન કરવામાં આવ્યું હતું. એના પછી એસબીઆઈ દેશના સૌથી મોટી બેંક બની ગયું અને દુનિયાનું શીર્ષ ૫૦ બેંકોમાં શામેલ થઇ ગયો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment