૩૧ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

43

આજના બાળકની જન્મ રાશી સાંજના ૬ કલાક અને ૪૦ મિનીટ સુધી વૃશ્ચિક (નામાંક્ષર: ન, ય) ત્યારબાદ ધન રાશી (નામાક્ષ્ર: ધ, ભ, ફ, ઢ)

મેષ

આજના દિવસે તમારા હાથે કોઈ શુભ ધાર્મિક કાર્ય થવાની શક્યતા જણાય. દિવસ પસાર થતો જાય તેમ હળવાસ અને રાહતનો અનુભવ જોવા મળે. લગ્ન જીવન સુખમય બની રહે.

વૃષભ

આજના દિવસે નોકરી કે ધંધાના કામકાજમાં ચિંતા કે મુશ્કેલી ઉભી થવાની શક્યતા રહેલી છે. ભાગ્યોદયની તક જણાય છે.કામમાં શ્રમ થાક લાગે કંટાળો આવે કામમાં ચિત્ત લાગે નહિ.રાજકીયક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે.

મિથુન

કોર્ટ કચેરીના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પર અનાયાસે ગુસ્સો આવી જાય તેવું બની શકે. માનસિકવ્યગ્રતા રહે. સુસ્તી, બેચેની કે આળસને લીધે ધાર્યું કામ થાય નહિ.

કર્ક

નોકરિયાત વર્ગને પદમાં બઢતી કે પરિવર્તન થવાના સંજોગો દેખાય છે. રોકાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતા જણાય. આજના દિવસે ધાર્મિક તેમજ આધ્યાત્મિક કામ થાય.

સિંહ

આજે દિવસ પસાર થતો જાય તેમ તમારા કાર્યમાંચિંતા કે મુશ્કેલીમાં રાહત થતી જોવા મળે. શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ છે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની સંભાવના.

કન્યા

નોકરી કે ધંધાનું કામ કરતા કરતા શરીરમાં થાક લાગે. મન અસ્વસ્થ રહે. પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહી.

તુલા

આજના દિવસે તમારા હાથે કોઈ શુભ મંગલ ધાર્મિક કાર્ય થવાની શક્યતા નકારી શકાય નહિ. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનો ખ્યાલ રાખવો. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.

વૃશ્ચિક

નોકરીયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના કામમાં બીજાનો સાથ સહકાર મળી રહે. આર્થિક નાણાકીય મુશ્કેલી ઓછી થવાની શક્યતા રહેલી છે.

ધન

વેપાર અર્થે કરેલ પ્રવાસમાંખાસ કઈ લાભ મળે નહિ. પણ પ્રવાસમાં કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાત ભવિષ્યમાં લાભ અપાવે તેવું બની શકે. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારી ચિંતા કે મુશ્કેલીમાં સતત ઘટાડો થતો જોવા મળે.

મકર

આજના દિવસે તમારા હાથે કોઈ શુભ મંગલ ધાર્મિક કાર્ય થવાની શક્યતા રહેલી જણાય છે. નોકરી કે ધંધાના કાર્યક્ષેત્રમાં વાતાવરણ સાનુકુળ રહે.

કુંભ

ઘાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે. આવકના સ્ત્રોતમાં વધારો થઇ શકે છે. આજના દિવસે તમારા હાથે કોઈ ધાર્મિક માંગલિક કાર્ય થવાની શક્યતા જણાય.

મીન

પુત્રપૌત્રા દિકને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. મિલકતને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની સંભાવના નકારી શકાય નહિ. તમારા કાર્યક્ષેત્રમાં આજનો દિવસ આનંદથી પસાર થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment