આજનું દૈનિક રાશી ભવિષ્ય ૩૧ / ૧૨/ ૨૦૧૮

92

મેષ
આજનો શુભ રંગ: લાલ અને શુભ અંક: ૧ અને ૮ છે. આજના દિવસે કોઇપણ નિર્ણય ઉતાવળથી કરવો નહિ. નવી યોજનાઓ શક્ય બને. નોકરી કે ધંધામાં અને ધર પરિવારમાં પત્ની સંતાનનું કામ થાય.

વૃષભ
આજનો શુભ રંગ: સફેદ અને શુભ અંક: ૨ અને ૭ છે. સગા સંબંધી કે મિત્ર સર્કલમાંથી આર્થિક મદદ મળવાની શક્યતા રહેલી છે. ઋતુગત બીમારીઓથી સંભાળવું. કામની વ્યસ્તતા રહે.

મિથુન
આજનો શુભ રંગ: લીંબુડીયો અને શુભ અંક: ૩ અને ૬ છે. કોઇપણ કાર્યમાં સારું પરિણામ મેળવવા માટે સખ્ત મહેનત કરવી પડે. આજના દિવસે ખોટા ખર્ચાઓ ન થાય, આર્થિક ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું. દરેક કાર્યક્ષેત્રમાં કે બાબતમાં સાવચેત રહેવું હિતાવહ.

કર્ક
આજનો શુભ રંગ: દુધિયો અને શુભ અંક: ૪ છે. આકસ્મિક આવી પડેલ જવાબદારીનો કુશાગ્રતાથી ઉકેલ લાવવો જરૂરી. કાયદાકીય બાબતોમાં ઉકેલ આવતો જણાય. જુના રોગનું નિરાકરણ થાય. સગા સંબંધી ઘર પરિવાર કે મિત્ર વર્ગથી થોડી ચિંતા રહે.

સિંહ
આજનો શુભ રંગ: સોનેરી અને શુભ અંક: ૫ છે. આવકમાં વધારો થાય. દિવસના મધ્યાંતર બાદ આકસ્મિક કોઈ નવી તક મળવાની શક્યતા. આજના દિવસે દિવસ દરમ્યાન ધીરજ અને શાંતિ રાખવી. જુના સંસ્મરણો તાજા થાય.

કન્યા
આજનો શુભ રંગ: લીલો અને શુભ અંક: ૮ અને ૩ છે. શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે લાંબી મુસાફરી ન કરવી. નવા કોઇપણ સાહસમાં આંધળુકિયા કુદી પડવું નહિ. આજે સરેરાશ હળવાસ રાહત અને આનંદનો અનુભવ કરો.

તુલા
આજનો શુભ રંગ: સફેદ અને શુભ અંક: ૭ અને ૨ છે. કરેલી મહેનતનું ફળ મળે. સામાજિક સમસ્યા દુર થતી જણાય.આરોગ્ય બાબતે ધ્યાન રાખવું. ખોટા આર્થિક ખર્ચા ન કરવા. ખાવા પીવામાં ધ્યાન રાખવું.

વૃશ્ચિક
આજનો શુભ રંગ: લાલ અને શુભ અંક: ૮ અને ૧ છે. દામ્પત્ય જીવન સુખમય રહે અને તેમાં ઉલ્લાસ અને ઉમંગની અનુભૂતિ જણાય. આજનો દિવસ કામની વ્યસ્તતામાં પસાર થાય. નાણાકીય જવાબદારી વધે.

ધન
આજનો શુભ રંગ: પીળો અને શુભ અંક: ૯ અને ૧૨ છે. અંગત સંબંધોમાં નવા વળાંકો આવવાની શક્યતા જણાય. આર્થિક સંકટ કે મુંજવણ દૂર થાય. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી.

મકર
આજનો શુભ રંગ: વાદળી અને શુભ અંક: ૧૦ અને ૧૧ છે. આજના દિવસે ખોટા વાદ વિવાદથી બચવું. તમારા કાર્ય ક્ષેત્રમાં ઉતર ચઢાવની શક્યતા. માનસિક શાંતિ રાખવી.

કુંભ
આજનો શુભ રંગ: વાદળી અને શુભ અંક: ૧૧ અને ૧૦ છે. કારણ વગરની નકામી વાતોમાં ટાઈમ પસાર કરવો નહિ જે તમારા લાભમાં રહેશે. તમારા કાર્ય ક્ષેત્રમાં બદલી કે બઢતી મળવાના યોગ. આજના દિવસે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું.

મીન
આજનો શુભ રંગ: પીળો અને શુભ અંક: ૧૨ અને ૯ છે. શરીરનું આરોગ્ય સંભાળવું. આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય. ખોટા ખર્ચાઓ ન કરવા. વાણી અને વ્યવહારમાં નમ્રતા રાખવી. માનસિક શાંતિ જાળવવી.ખાવા પીવામાં ખાસ કાળજી લેવી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment