ત્રણ મહિલા શિક્ષકોની સ્કૂલમાંથી હકાલપટ્ટી, કારણ જાણીને તમારું મગજ થઇ જશે સુન્ન…

38

“સ્કૂલ” તે મંદિર છે તેની દેવી હોય છે “વિદ્યા’”અને આ મંદિરના પુજારી હોય છે શિક્ષક, જે પૂરી શ્રદ્ધાથી વિદ્યાને પૂજે છે. છોકરાઓને ભણાવવાને ફર્જ માને છે અને તેને ભણાવી ગણાવીને કાબિલ બનાવવાનું કામ કરે છે કે આગળ જતા જીવનમાં મજબુત પગ પર ઉભા રહી શકે. પણ એ સમયે શું થાય જયારે પુજારીને મંદિરમાંથી કાઢી મુકવામાં આવે, તેની શ્રદ્ધાભાવનું ગળું દબાવી દેવામાં આવે. જી હા, કઈક આવું જ કઈક થયું છે છતીસગઢમાં જ્યાં એક સ્કૂલમાં ત્રણ મહિલા શિક્ષકોને પ્રબંધનને એ કહીને હટાવ્યા કે તે સુંદર નથી.

છતીસગઢના રાજ્નાદ જીલ્લામાં માનપુર વિસ્તારમાં સંચાલિત સરસ્વતી શિશુમંદિરની ત્રણ આદિવાસી મહિલા શિક્ષકોને પ્રબંધને આ કહીને નોકરીમાંથી કાઢી મુક્યા હતા કે તે સુંદર નથી. એટલું જ નહિ તેને નોકરી માંથી કાઢવાનું કારણ આદિવાસી છે તેમ પણ બનાવવામાં આવ્યું છે.

આ ઘટના બાદ માનવામાં આવી રહી છે કે બાકીના આદિવાસી શિક્ષકો અને કર્મચારીઓ પર પણ પ્રબંધનની નજર છે. તક જોતા જ તેને હટાવી દીધા. આ ત્રણ શિક્ષિકા સ્કૂલમાંથી પાછલા મહીને જ કાઢવામાં આવી છે જેની ફરિયાદ કલેકટર પાસે કરતા મામલાની તપાસ કરવાની અપીલ કરી છે. રીપોર્ટ મીડિયાની માનીએ તો સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવેલી શિક્ષિકાઓને સ્કૂલ પ્રબંધને વગર નોટીસે કાઢી નાખ્યા છે સાથે જ તેની સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો છે.

મનપુરના સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષિકા લીકેશ્વરી રાવટે, સરોજ જાડે અને ચંચલ સલામે આચાર્ય પદ પર કાર્યરત છે. શાળા પ્રબંધન દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરુ થતા પહેલા ત્રણેય ને વગર નોટીસ આપ્યા વિના નોકરીમાંથી કાઢી નાખવામાં આવી. નોકરીથી નીકળ્યા પછી આ શિક્ષકોની મુશ્કેલી વધી ગઈ છે.

નોકરીમાંથી કાઢવાનું કારણ પૂછવા છતાં શાળા શિક્ષકોએ કોઈ પણ પ્રકારની જાણકારી નથી આપી રહ્યા. જેના કારણે શિક્ષિકાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. જયારે શિક્ષિકાઓને નોકરીમાંથી કાઢવાનું કારણ પૂછવામાં આવ્યું તો શાળા પ્રબંધને કહ્યું કે તમે લોકો આદિવાસી છે તમારો વ્યવહાર પ્રિન્સીપાલ સાથે ઠીક નથી અને તમે સુંદર નથી, તેમ કહીને કાઢી નાખવામાં આવ્યા. શિક્ષિકાઓએ જણાવ્યું કે શાળા પ્રબંધન સમિતિના અધ્યક્ષ દ્વારા પણ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment