ATM માંથી ૩ કલાક સુધી રૂપિયાનો વરસાદ થયો, લોકોએ લૂટ્યા એક લાખ વીસ હજાર રૂપિયા…

21

તમે ATM વિશે તો સાંભળ્યું જ હશે. ATM એટલે ઓટોમેટેડ ટેલર મશીન. જેને લોકો સામાન્ય ભાષામાં એનીટાઈમ મની (કોઇપણ સમયે પૈસા મેળવો) કહે છે. આ ATM ની સુવિધા બેંક તરફથી લોકોને ખાસ પ્રકારના આપેલા કાર્ડ દ્વારા લોકો ATM માંથી પોતાની જરૂરિયાત મુજબ અને બેન્કના નીતિ નિયમો મુજબ બેંકના પોતાના ખાતામાં રહેલી બચતમાંથી રકમ કાઢી શકે છે.

પરંતુ જો તમે ATM માંથી પૈસા કાઢવા જાવ અને પૈસા કાઢવા માટે તમે જે રકમ એકાઉન્ટ ATM માં એન્ટર કરી હોય તેના કરતા ડબલ, ત્રણ ગણી કે ચાર ગણી રકમ કે પૈસા નીકળવા માંડે તો તમે ખુશીથી ઉછળવા માંડશો. અને તમારો આનંદ બેવડાઈ નહિ ચોવડાઈ જશે. તો ચાલો આજે અમે તમને ક્યાં અને કઈ રીતે પૈસાનો વરસાદ વરસ્યો તેના વિશે જણાવીએ.

હકીકતમાં મધ્ય પ્રદેશમાં એક ભાઈએ ATM માંથી પોતાની જરૂરિયાત મુજબ 100, 200 કે 500 રૂપિયા કાઢવા માટે ATM ની પ્રોસીજર પૂરી કરી જેવું એન્ટરનું બટન OK કર્યું ત્યાં ATM માંથી મૂળ રકમની જગ્યાએ ATM નીકોઈ ટેકનીકલ ખામીને લીધે ડબલ કે ત્રણ ગણા રૂપિયા નીકળવાનું ચાલુ રહ્યું. જેવી આ ખબર અન્ય લોકોમાં ફેલાઈ ગઈ લોકો ATM માંથી પૈસા લેવા દોડતા આવ્યા.

હકીકતમાં આ ઘટના કે બનાવ મધ્ય પ્રદેશના અલીરાજપુર જીલ્લાના આમલા લાઈનમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ નો છે. આ ATM માં રૂપિયા ગોઠવતી વખતે કોઈ ટેકનીકલ ખામીને લીધે આ ગડબડનો લાભ પૂરા જોશથી લોકોએ ઉઠાવ્યો. જો કે આ ઘટનાની સુચના કે જાણકારી ATM માં કેશ રાખતી એજન્સીને થઇ તેમને તાત્કાલિક અસરથી ATM મશીન બંધ કરાવી દીધું. પરંતુ તે પહેલા જોત જોતામાં ATM માંથી 98 લોકોએ લગભગ 1 લાખ20 હજાર રૂપિયાથી પણ વધારે રૂપિયા કાઢી લીધા.

હકીકતમાં બન્યું એવું કે ATM માં કેશ ગોઠવતી વખતે થયેલ કોઈ ટેકનીકલ પ્રોબ્લેમને કારણે મશીનમાંથી 100 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાની નોટ નીકળવા લાગી. જેથી લોકોએ તેનો લાભ ઉઠાવ્યો. ત્યારબાદ ATM માં કેશ રાખતી એજન્સીના અધિકારીઓએ વધારે રૂપિયા કાઢનાર લોકોની જાત તપાસ કરી તેમનો સંપર્ક કર્યો અને વધારાના રૂપિયા પાછા જમા કરાવવાનું સમજાવ્યું. કેટલાક લોકોનો ફોન મોબાઈલથી સંપર્ક કરવાની કોશિશ કરી તેમને પણ સમજાવીને વધારાના રૂપિયા એજન્સીમાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું.

આ ઘટનાનું મુખ્ય કારણ એ છે કે ATM માં રૂપિયા 100 ના કેસેટના ખાનામાં ભૂલથી 500 રૂપિયાની નોટો મુકવાની ગડબડને લીધે થયું. આ વાતની જાણકારી ઈન્દોરની લોજી કેયર કંપની કસ્ટડીયન એજન્સીના કર્મચારી વિશાલના જણાવ્યા મુજબ 7 ડીસેમ્બરના બપોરના 12:30 કલાકે અમે આ ATM માં કેશનું લોડીંગ કર્યું હતું. પરંતુ આ સમયે ભૂલથી 100 ની કેસેટમાં 500 ની નોટ લોડ થઇ ગઈ. જેના કારણે ATM માંથી 100 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાની નોટ નીકળવા લાગી. આમ ATM નો ટેકનીકલ પ્રોબ્લેમ કે ખામી નહોતી પણ માનવીય ભૂલને કારણે આમ થયેલ.

ATM માં કેશ રાખતી એજન્સીના અધિકારીઓના કહેવા મુજબ આ ઘટનાની જાણ અમને બપોરના 3 કલાક અને 30 મીનીટે એટલે કે સાડા ત્રણ કલાકે થઇ એટલે અમે પહેલું કામ ATM બંધ કરવાનું કર્યું. અને 100 રૂપિયાની કેસેટના ખાનામાંથી અને 500 રૂપિયાની કેસેટના ખાનામાંથી કેશનીફેર બદલી કરી નાખી. ત્યારબાદ અમે એવા લોકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો જેમણે ATM માંથી સૌથી વધારે કેશ કાઢી હતી.

જો કે આ ઘટના પછી બેંક તરફથી કોઈ વિગતવાર ખુલાસો કે સમાચાર મળ્યા નથી. આ સાથે એક વાત સ્પષ્ટ છે કે મનુષ્યે બનાવેલા મશીન ત્યારે જ ભૂલ કરે છે જયારે મોટાભાગે માનવીય ભૂલ હોય. ટેક્નોલોજી પર બ્લાઇન્ડિંગ ભરોસોમન પર પૂરા વિશ્વાસથી કરવો જોઈએ. અન્યથા મશીન પણ ઉપર મુજબ દગો દઈ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment