“3 ફેબ્રુઆરી 2019” આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

38

આજના બાળકની જન્મ રાશી મકર (નામાંક્ષર: ખ, જ )

મેષ

આજના દિવસે નોકરિયાત વર્ગને કે ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના કામની વ્યસ્તતા રહે. વેપાર અર્થે કે કોઈ અગત્યના કાન સબબ બહારગામ જવાનું શક્ય બને. જમીન મકાન કે વાહનની લે વેચમાં વાતાવરણ સાનુકુળ રહેવાની શક્યતા નકારી શકાય નહિ.

વૃષભ

યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. જુના મિત્રો તેમજ સ્નેહીજનોની આકસ્મિક મુલાકાત શક્ય બને. આનંદ અનુભવો.

મિથુન

આજના દિવસે મિથુન રાશિના જાતકે કોઇપણની સાથે વાદ વિવાદ વિખવાદ કે મનદુઃખ ઉભા ન થાય તેની ખાસ તકેદારી રાખવી આવશ્યક છે. કૌટુંબિક કે ઘર પરિવારના કામ કાજમાં રૂકાવટ કે મુશ્કેલી આવવાની શક્યતા જણાય. આંખને લગતી બીમારીમાં દર્દ કે પીડાનો અનુભવ થાય. કોઈ ખોટી ગેર સમજણથી ખાસ સાવચેત રહેવું.

કર્ક

જાહેર સંસ્થાકીય પ્રવૃત્તિ અંગે બહાર જવાનું થાય કે, કોઈ અગત્યની વ્યક્તિ સાથે મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય. આજના દિવસે કોઈ મહત્વના નિર્ણયો લેવામાં જરા પણ ઉતાવળ કરવી તમારા હિતમાં નથી.

સિંહ

ખર્ચમાં આકસ્મિક વધારો થવાની શક્યતા રહેલી છે. આપના કામ કાજમાં વિલંબ કે રૂકાવટ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. કામ કાજ સબબ દોડધામ વધી જાય થાક લાગે.

કન્યા

કોઈ રોકાયેલા કે અટકેલા કામનો ઉકેલ તમારી આવડત અને અનુભવના આધારે સરળતાથી લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ધ્યાન રાખવું.

તુલા

તુલા રાશિના જાતકને તેમના કાર્યમાં આકસ્મિક કોઈ ને કોઈ રૂકાવટ આવ્યા કરે. તમારા રોજીંદા કામમાં ચિત્ત લાગે નહિ. મન વ્યાકુળ રહે. જમીન મકાનના કામમાં કે વાહનની લે  વેચમાં સહી સિક્કા કરતા પહેલા જરૂરી સાવધાની વરતવી.

વૃશ્ચિક

ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યમાં રસ અને રૂચિમાં વધારો થાય. શુભ ધાર્મિક કાર્ય થવાથી કામમાં વ્યસ્ત રહો. વડીલોના આરોગ્ય બાબતે ચિંતા રહે. અગત્યના કામકાજ અંગે બહારગામ જવાનું થાય. ધંધામાં ઉજળી તકો જોવા મળે.

ધન

સામાજિક કે વ્યવહારિક કામ અંગે બહારગામ જવાનું શક્ય બને. ધંધામાં વાતાવરણ સાનુકુળ જણાય, આવકમાં વધારો જોવા મળે. સીઝનલ ધંધામાં આવક સારી જોવા મળે.

મકર

આજના દિવસે મકર રાશિના જાતકના ધાર્યા મુજબના શુભ કામ થવાની શક્યતા નકારી શકાય નહિ. પત્ની સંતાનથી સંતોષ જણાય. કોઈ મહત્વના કામથી કામમાં વ્યસ્ત રહો તેવું બની શકે.

કુંભ

વિચારોની ગડમથલને લીધે કોઈ કાર્ય કરવામાં અવઢવ અનુભવો. નિર્ણય લેવામાં મુંજવણ કે મુશ્કેલી ઉભી થાય. કોઈ કામમાં મન કે ચિત્ત લાગે નહિ. ઉતાવળમાં કોઈ અવિચારી પગલું ભરવું નહિ કે જેથી પાછળથી પસ્તાવું પડે.

મીન

વેપાર અર્થે નવા સાહસ થવાની શક્યતા જણાય છે. આપના કામમાં વાતાવરણ સાનુકુળ રહેવાની શક્યતા. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતી થતી જોવા મળે. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓ માટે સમય સારો છે. નાણાકીય સ્થિતિ મજબુત બનતી જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment