3 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

19

આજના બાળકની જન્મ રાશી સાંજના ૮ કલાક ૪૮ મિનીટ કુંભ રાશી (નામાક્ષર: ગ, સ, ષ, શ) ત્યારબાદ મીન રાશી (નામાક્ષર: દ, ચ, ઝ, થ)

મેશ

મેશ રાશિના જાતકોએ આજના દિવસે કોઇપણ કાર્ય સંભાળીને સાવચેતી પૂર્વક કરવું તમારા હિતમાં સાબિત થાય. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા જણાય. મિત્ર વર્ગ તરફથી તમામ પ્રકારની સહાયતા મળે.

વૃષભ

નાના મોટા પ્રવાસનું આયોજન થાય.શેર સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા લોકોએ સાવધાની વર્તવી તેમના હિતમાં રહે. ભારે હેવી મશીનરીના કારખાનામાં કે ફેકટરીમાં કામ કરતા લોકોએ ખાસ ધ્યાન અને સાવચેતી રાખવી અન્યથા શારીરિક ઈજા થવાની શક્યતા નકારી શકાય નહિ.

મિથુન

સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. નોકરીયાત વર્ગને તેમના સાથી સહ કાર્યકરનો યોગ્ય સાથ સહકાર મળી રહે. ભાગીદારીના વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ જણાય. સીઝનલ ધંધામાં ઋતુના ફેરફારની અસર જોવા મળે. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખવી તમારા હિતમાં સાબિત થાય.

કર્ક

આવકના સ્ત્રોતમાં આકસ્મિક વધારો થઇ શકે છે. રોકાયેલા, ફસાયેલા કે બીજાને ઉછીના આપેલ નાણા પાછા મળવાની શક્યતા રહેલી જોવા મળે. ભૌતિક સુખ સુવિધામાં ઘટાડો આવતો જોવા મળે. આજના દિવસે મન બેચની ઉચાટ વ્યગ્રતા અનુભવે. કોઈ પણ કામમાં મન કે ચિત્ત લાગે નહિ.

સિંહ

જમીન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે હિત શત્રુઓથી ભય જણાય. પુત્ર સંબંધી બાબતે ચિંતા જોવા મળે. ધાર્મિક તેમજ આધ્યામિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે.

કન્યા

ઘરમાં વાતાવરણ સાનુકુળ રહે તેમ છતાં ઘર પરિવાર સાથે વિખવાદ ઉભા થવાની શક્યતા નકારી શકાય નહિ. કોર્ટ કચેરીને લગતા કામ કાજમાં જાણકારોની સલાહ લેવી તમારા હિતમાં સાબિત થાય. રોડ રસ્તા પર આવતા જતા વાહનથી તથા પશુઓથી ઈજા થવાની શક્યતા જણાય.

તુલા

લગ્ન સંબંધી યુવક યુવતીઓ માટે વડીલોના પ્ર્યોતનો સફળ રહે અને યોગ્ય જીવન સાથી પાત્ર તરીકે મળી રહે. તમારી મહેનત આવડત બુદ્ધીચાતર્ય ધીરજ વાત કરવાની કળા તમારા કાર્યક્ષેત્રમાં લાભ અપાવે.

વૃશ્ચિક

ટુ વ્હીલર ખરીદીના યોગ જણાય. જમીન મકાન સંબંધી અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ શાંતિથી આવતું જણાય. કાયદાકાનૂની ગુચ વધુ જટિલ બનતી જાય તેવું બની શકે. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી લેવી.

ધન

શરીરના આરોગ્ય બાબતે પગની તકલીફો યથાવત રહે તેવું જોવા મળે. તમારા દરોજના રૂટીન કામ સાથે અન્યના કામ પણ કરવાના થાય તેવું બની શકે. તમારા હરીફ વર્ગ તમારી ખટપટ અને ઈર્ષા કરે તેવું જોવા મળે.

મકર

નોકરિયાત વર્ગોએ તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોએ તેમના કાર્યક્ષેત્રેમાં સાવચેતી રાખવી એમના હિતમાં રહે. તમારા જમણ ગ્રહમાં બારમો ગુરુ અને શનિની પનોતીની પ્રતિકુળતાના કારણે તમારા ઉપરી સ્ટાફ કે અધિકારી વર્ગથી ખાતાકીય મુશ્કેલી વધી શકે.

કુંભ

નોકરી કે ધંધાના કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી ખાસ જરૂરી. શેરબજારમાં લે વેચ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહે. વારસાગત મિલ્કતના ભાગ બટાઈના પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે.

મીન

જમીન મકાનની દલીલમાં નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે. નવા નવા યુગલોએ ઘરમાં વાતાવરણ શાંત રહે તેનું ખાસ ધ્યાન રાખવું. અને આજના દિવસે સાસરિયા પક્ષ તરફથી ધંધાકીય બાબત માટે આર્થીક મદદ મળવાની શક્યાતને નકારી શકાય નહિ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment