29 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

29

આજના બાળકની જન્મ રાશી સવારના કલાક અને મીનટ સુધી ધન રાશી (નામાક્ષર: ધ, ભ, ફ, ઢ) ત્યારબાદ મકર રાશી (નામાક્ષર: ખ, જ)

મેષ

અત્યંત સાવધાની પૂર્વક આજનો દિવસ પસાર કરવો તમારા હિતમાં સાબિત થાય. જમીન મકાનને લગતા પ્રશ્નો વધુ ગૂંચવાતા તેની નિરાકરણ ન આવે તેવું બની શકે. તમે કરેલી મહેનતનું ફળ તમારી અપેક્ષા કે ધારણા મુજબ ન પણ આવે તેવું બની શકે.

વૃષભ

નાની નાની બાબતોમાં ઘર પરિવારમાં કજિયા કંકાસ ન થાય તેની ખાસ કાળજી રાખવી. આર્થિક નાણાકીય વ્યવહારની લેવડ દેવડ સમજી વિચારીને સાવચેતી પૂર્વક કરવી. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું તમારા લાભમાં જણાય.

મિથુન

આયાત નિકાસમાં ફેરફાર જણાતા મુશ્કેલી ઉભી થવાની શક્યતા જોવા મળે. દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ જોવા મળે. પરદેશથી સ્વજન બાબતે કોઈ દુ:ખદ સમાચાર સાંભળવા મળે. ઘર પરિવાર કૌટુંબિક કે ધંધાકીય નિર્ણયો એક બીજા સાથે વિચાર વિમર્શ કરી સમજી વિચારીને શાંતિથી કરવા.

કર્ક

નવા ટુવ્હીલ કે ફોર વિલની ખરીદી થવાની શક્યતા જણાય. નોકરિયાત વર્ગને તેમના સ્થાનમાં બદલી કે બઢતીના યોગ જણાય છે. માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ ઉગ્ર ચર્ચાઓ વાદ વિવાદ બાદ સકારાત્મક આવતું જોવા મળે.

સિંહ

ભાગીદારીના ધંધામાં નવા ભાગીદારો આવવાની શક્યતાને નકારી શકાય નહિ. વ્યવહારિક સંબંધોમાં અને શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવી જરૂરી જણાય. આજના દિવસે તમારા કાર્યથી તમે અન્ય લોકોને પ્રોત્સાહિત અને પ્રભાવિત કરવામાં ખાસ મદદરૂપ થઇ શકશો.

કન્યા

તમારી પ્રગતિથી ઘર પરિવાર કે સ્નેહી જનોમાંથી કોઈની છુપી નારાજગી જોવા મળે. અન્ય કોઈની ખટપટને લીધે હાથમાં આવેલી તક જતી રહે કે છીનવાઈ જાય તેવું બની શકે. ઘરમાં કે બહાર કોઈ નાની નાની બાબતમાં માનસિક સંતુલન ગુમાવવું નહિ પણ ધીરજથી કામ લેવું.

તુલા

અજાણ્યા લોકોની વાકચાતુર્યમાં આવી જઈ છેતરાઈ જવાની શક્યતા નકારી શકાય નહિ. નવા આર્થીક નાણાકીય સ્ત્રોતનું નિર્માણ શક્ય બને. નાના મોટા અકસ્માત કે સામાન્ય ઈજાઓથી બચવું. નાના મોટા યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને.

વૃશ્ચિક

આર્થિક ઉપાર્જન વધારવા માટે સાઈડ બિજનેશ શરુ થાય તેવું શક્ય બની શકે. કોર્ટ કચેરીને લગતા કામમાં શાંતિ રાખવી ઉતાવળ ન કરવી, નિરાતે ઉકેલ આવવાની શક્યતા રહે. તમારા અટવાયેલા કે અધૂરા કાર્યો પૂરા થતા જોવા મળે. કોઇપણ શુભ હેતુથી કરેલો પ્રવાસ તમને લાભ અપાવે.

ધન

બીજાને મદદ કરવાની તમારી ભાવના ક્યારેક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજના દિવસે કોઇપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા વડીલોના આશીર્વાદ માર્ગદર્શન અને સલાહ સૂચન લઇ વિચાર વિમર્શ કરી આગળ વધવું તમારા લાભમાં સાબિત થાય.

મકર

રીટાયર્ડ નોકરીયાત વર્ગને પેન્શનને લગતા રોકાયેલા કાર્યમાં સફળતા મળતી જોવા મળે. આર્થિક મુશ્કેલીઓ દુર થાય તેમ છતાં મનની ધારણાઓ કે ઈચ્છાઓ પૂરી ન થાય તેવું બની શકે. આજના દિવસે વાણી વિલાસ અને વર્તન પર કાબુ રાખવો ખાસ જરૂરી છે.

કુંભ

કોઇપણ વ્યક્તિ પાસેથી ઉછીના પૈસા લઈ કરજ ન કરવું તમારા લાભમાં રહે. તમારા કે અન્ય કોઈના સ્વાસ્થ્ય બાબતે દવાખાનાની કે હોસ્પીટલની મુલાકાત લેવાનું શક્ય બની શકે. કોઈના સાથ સહકારથી લાંબી મુસાફરીની શક્યતાને નકારી શકાય નહિ. રચનાત્મક પ્રવૃતિમાં ભાગ લેવાનું શક્ય બની શકે.

મીન

આવક કરતા ખર્ચ ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું.ખોટી ચર્ચાઓમાં કે કારણ વગરના વાદ વિવાદમાં સમય પસાર ન કરવો. સામાજિક જવાબદારી નિભાવતા લોકોને તેમની જવાબદારીમાં અપેક્ષા કરતા વધારે જવાબદારી જોવા મળે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment