૨૯ જાન્યુઆરી ૨૦૧૯ આજનું રાશી ભવિષ્ય અને જન્મ રાશી

31

આજના બાળકની જન્મ રાશી સવારના 9 કલાક અને 01 મિનીટ સુધી તુલા (નામાંક્ષર: ર, ત) ત્યારબાદ વૃશ્ચિક રાશી (નામાંક્ષર: ન, ય)

મેષ

આજના દિવસે મેષ રાશિના જાતકે નોકરી કે ધંધાના કામમાં એકાગ્રતા, શાંતિ અને સ્વસ્થતા જાળવવી તમારા હિતમાં જણાય છે. અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા. કોઇપણ બાબતમાં ઉગ્ર ના થવું માનસિક શાંતિ જાળવવી. આર્થિક સ્થિતિ મજબુત થતી જોવા મળે.

વૃષભ

ભૌતિક સુખ સુવિધામાં વધારો થઇ શકે છે. શેરસટ્ટાકીય પ્રવૃતિનું કામકાજ કરતા લોકોએ બજારોની તેજીમંદી કે વધઘટને ધ્યાનમાં રાખી નિર્ણયો લેવા. સોના ચાંદીનું કામ કાજ કરતી વ્યક્તિઓએ પોતાના કામમાં કોઈ જોખમી નિર્ણયો કરવા નહિ. નોકરી કરતા લોકોએ તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓએ આજના દિવસે ખાસ સંભાળીને રહેવું.

મિથુન

તમારા હરીફ વર્ગને કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવાનું બને. આકસ્મિકધન લાભની શક્યતાને નકારી શકાય નહિ. વેપારી વર્ગોએ પોતાના ધંધામાં બીજાની દેખાદેખી ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમને વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. આરોગ્ય બાબતે ખાસ કાળજી લેવા વિનંતી.

કર્ક

જમીન મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવે. અટકેલા કામનો ઉકેલ આવતો જણાય. નોકરી કે ધંધાના કામમાં વાતાવરણ સાનુકુળ જણાય. ઘર કે કુટુંબ કંકાસથી દુર રહેવું હિતાવહ છે. હિત શત્રુઓથી સંભાળીને રહેવું. લાંબા ગળાનું આયોજન હાલ પુરતું મુલતવી રાખવું.

સિંહ

આજના દિવસે આપને આકસ્મિક ચિંતામાં વધારો થવાની શક્યતા જણાય. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આરોગ્ય બાબતે ખાસ સાવચેત રહેવું. કોઈ આકસ્મિક ઉપાધી આવી પડવાની શક્યતાને નકારી શકાય નહિ. શુભ સમાચાર મળવાની શક્યતા નકારી શકાય નહિ.

કન્યા

લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી પાત્ર મળવાની શક્યતા જણાય.જુના સંબંધો સંસ્મરણો તાજા થવાની શક્યતા રહેલી જણાય. સીઝનલ ધંધામાં આવકમાં વધારો થાય. ખર્ચમાં આકસ્મિક વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ. નોકરી કે ધંધામાં વાતાવરણ સાનુકુળ રહે.

તુલા

ભાગ્યોદય ખુલતા આકસ્મિક ધંધો થવાનું નકારી શકાય નહિ. નોકરી કે ધંધો કરતી વ્યક્તિને રોજીંદા કામમાં સાનુકુળતા રહે. સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા. સીજનલ ધંધો કરતી વ્યક્તિએ ધંધામાં ખાસ ધ્યાન આપવું.

વૃશ્ચિક

શેરસટ્ટાકીય પ્રવૃતિનું કામકાજ કરતા લોકોએ બજારોની તેજીમંદી કે વધઘટને ધ્યાનમાં રાખી નિર્ણયો લેવા હિતાવહ રહે.માથામાં તેમજ ગળામાં દર્દ પીડાના કારણે વ્યગ્રતા અનુભવો. જમીન મકાનના પ્રશ્નોનું નિરાકરણ નજીકમાં જણાય. કમરના દુ:ખાવાને કારણે કામમાં ચિત્ત ચોટે નહિ.

ધન

વારસાઈ મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. કોર્ટ કચેરી કે કાનૂની કાર્યવાહીમાં સંભાળીને રહેવું, ધીરજ રાખવી. અંગત વાદ વિવાદ કેટંટા ફસાદમાં ધીરજથીશાંતિથી કામ લેવું.વાહન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

મકર

આજના દિવસે નોકરી કે ધંધાના કામમાં વાતાવરણ સાનુકુળ જણાય. ભૌતિક સુખ સુવિધામાં આકસ્મિક વધારો થાય. શેરસટ્ટાકીય પ્રવૃતિનું કામકાજ કરતા લોકોએ બજારોની તેજીમંદી કે વધઘટને ધ્યાનમાં રાખી નિર્ણયો લેવા. સોના ચાંદીનું કામ કાજ કરતી વ્યક્તિઓએ પોતાના કામમાં સંભાળવું.માનસિક ચિંતા હળવી થાય.

કુંભ

આજના દિવસે નાણાકીય લેવડ દેવડના વ્યવહારમાં સાવચેતી રાખવી.કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનુંનિરાકરણઆવવાની શક્યતા રહેલી છે. વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવવાની શક્યતા નકારી શકાય નહિ. બેન્કને લગતા કામમાં દોડધામ રહે.

મીન

રાજકીય ક્ષેત્રે છુપા હિત શત્રુઓથી ખાસ સાવચેત રહેવું. પુત્ર સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવે. આકસ્મિક કોઈ સારી વ્યક્તિની મૂલાકાત સંભવે છે. વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવવાની શક્યતા જણાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment