28 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

15

આજના બાળકની જન્મ રાશીધન (નામાક્ષર: ધ,ભ,ફ, ઢ)

આજનું ચિંતન જન્મ કુંડળીમાં ભાગ્યનો ગ્રહ મજબુત સ્થિતિમાં હોવા છતાં પણ જન્મ કુંડળીમાં રહેલ “કાલસર્પ યોગ” જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં સ્થિરતા ન આવવા દયે તેવું બની શકે.

મેષ

આજના દિવસે તમને દરેક બાબતમાં અસલામતીનો ભય રહે તેવું બની શકે. રાજકીય ક્ષેત્રે તનતોડ મહેનત કરવા છતાં યોગ્ય લાભથી વંચિત રહો તેવું બની શકે. પથારીવશ વૃદ્ધ લોકોની સ્થિતિ યથાવત રહે તેવું બની શકે. ધંધા બાબતે કોઈ નવી ઓફર આવી શકે છે.

વૃષભ

કોઈ અન્ય કારનો સર આજના દિવસે તમારા ઉત્સાકમાં વધારો જોવા મળે. સીનીયર સિટીઝનો માટે આજનો દિવસ સારો રહે. બીજાના ઘરના ઘરકામ કરતા લોકોની નાણાકીય સ્થિતિ સુધારતા ઘરમાં આનંદનું વાતાવરણ જોવા મળે.

મિથુન

ઘર પરિવારના વડીલોનો તમને યોગ્ય સાથ સહકાર મળી રહે તેવું જોવા મળે. આત્મવિશ્વાસ મજબુત કરી તમારી શક્તિ અને યોગ્ય કાર્યક્ષમતાનો ઉપયોગ થઇ શકે તેવું બને. કુટીર ઉદ્યોગના ધંધામાં સરકારી લાભ જોવા મળે.

કર્ક

કોઇપણ કાર્યક્ષેત્રમાં તમારા હાથ નીચેના કર્મચારીનો પણ યોગ્ય ખ્યાલ રાખવો જરૂરી જણાય. તમારા મનમાં રહેલ ધંધાકીય યોજનાઓ બાબતે સાવચેત રહેવું અન્યથા કોઈ તેનો ગેર લાભ ઉઠાવે તેવું બની શકે. ધંધાકીય પ્રવૃત્તિની સાથે સાથે શરીર સ્વાસ્થ્યનો પણ ખાસ ખ્યાલ રાખવો જરૂરી જણાય.

સિંહ

શક્ય હોય ત્યાં સુધી પતિ પત્નીએ દામ્પત્ય જીવનમાં તેમજ ઘર પરીવારે એક બીજા સાથેની ગેર સમજો દુર કરવાના પ્રયત્નો કરવાથી અરસ પરસ લાભ જોવા મળે. રાજકીય ક્ષેત્રે શ્રમ વધે લાભ ઘટે તેવું બની શકે છે. વેપારી વર્ગને તેમના વેપારમાં નવા નવા સાહસો કરવાની તક જોવા મળે.

કન્યા

કાયદા કાનૂની બાબતમાં સંભાળીને રહેવું. સીઝનલ ધંધામાં કૈક નવીનતા લાવવાથી આર્થિક નાણાકીય સુધારો જોવા મળે. શરીર સ્વાસ્થ્ય બાબતે કમરની અને પગનાં દુખાવાની સ્થિતિમાં સુધારો જોવા ન મળે. ઘર પરિવારની ચિંતા વધવાથી આર્થીકનાણાકીય ખર્ચમાં વધારો થાય તેવું બની શકે.

તુલા

નવા આયોજન વિશે કંઈપણ વિચારતા હો તો તમારા ખાસ હિતેચ્છુ સાથે તમારા મનના વિચારોને બેજીજક રજુ કરો, નવા રસ્તાઓ ખુલા થશે. હકારાત્મક દ્રષ્ટિકોણ કે વિચારો તમને જરૂર લાભ અપાવશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થતાઘર પરિવાર સમાજ તેમજ મિત્ર વર્ગમાં તમારી કદર થાય માં વધે.

વૃશ્ચિક

ઘર પરિવાર મિત્રો સ્નેહીજનો સાથે મતભેદ દુર થતા સંબંધમાં વધારો જોવા મળે.અતિશય શ્રમ કે મહેનત કરવા છતાં ભાગ્યના પલડામાં સુધારો જોવા ન મળે તેવું બની શકે. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારી મુશ્કેલીમાં વધારો જોવા મળે તેવું બની શકે.

ધન

તમારા મિત્ર સર્કલમાં તમારા કામની કદર અને પ્રશંસા થાય. ગ્રહોના ફેરફારથી તમારી આર્થિક કે ધંધાકીય સ્થિતિ મજબુત બનતી જોવા મળે. તમારા કામમાં રાજકીય તેમજ સરકારી હસ્તક્ષેપ રહેવાથી કામ કરવાની મુશ્કેલી જણાય.

મકર

નકારાત્મક વિચારોને દુર કરવાથી તમારા વ્યવસાયમાં લાભ જોવા મળે. વડીલોનું માર્ગદર્શન તમને ઉપયોગી થાય તેવું બની શકે. તમારા યોગ્ય અને મહત્વના વિચારોનો કારણ વગર બફાટ કરીને વેડફી ન નાખો.

કુંભ

જમીન મકાન સંપતિના પ્રશ્ને વાદ વિવાદ વિખવાદ ઉભા થાય તેવું બની શકે. આજના દિવસે તમારી ગણતરી કે ધારણા મુજબનું કામ થઇ શકે નહિ તેવું બની શકે. આકસ્મિક બહાર કે બહારગામ જવાનું થવાથી દિવસ આનંદમાં પસાર થાય.

મીન

કોઇપણ અગત્યના નિર્ણય બાબતે જરાપણ ઉતાવળ કરવી નહિ. તમારા કામમાં કોઈને કોઈ કારણોસર રુકાવટ આવતી જોવા મળે તેવું બની શકે. તમારા હરીફ વર્ગનો અને હિત શત્રુઓનો ધોબી પાછળ પરાજય થાય તેવું જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment