28 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

39

આજના બાળકની જન્મ રાશી ધન (નામાક્ષર: ધ, ભ, ફ, ઢ)

મેષ

સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો વધારો જોવા મળે. કામનુંભારણ, બોઝ વધવાથી શારીરિક શ્રમ જણાય.

વૃષભ

સ્થાવર મિલકતના અટવાયેલા પ્રશ્નોનું શાંતિથી નિરાકરણ આવવાની શક્યતા. ઋતુ ફેરફારથી સીઝનલ ધંધાની આવકમાં વધારો જોવા મળે.

મિથુન

રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શેર સટ્ટાકીય પ્રવૃતિમાં સાવચેતી રાખવી. આજના દિવસે મન બેચેની વ્યગ્રતા અનુભવે. અન્ય કોઈના કામ સબબ દિવસભરદોડા દોડી રહે.

કર્ક

વારસાગત મિલકતના પ્રશ્ને વાતાવરણ તંગ જોવા મળે, ઉગ્ર બોલાચાલી થવાની શક્યતાને નકારી શકાય નહિ. શરીર સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી ખાસ આવશ્યક જણાય.

સિંહ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વના કાર્યો થઇ શકે. ભાઈઓમાં નાની મોટી તકરાર જોવા મળે. પિતાઅને પુત્ર કે પુત્રી વચ્ચે નજીવી બાબતમાં સામાન્ય મન દુ:ખ જોવા મળે પણ બાળકોની મમ્મીની મધ્યસ્થી ફાયદાકારક જણાય.

કન્યા

ધંધાકીય બાબતે કરેલો પ્રવાસ લાભ અપાવે. લગ્નઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી પાત્ર મળવા માટે સમય સારો છે. નાણાકીય પરિસ્થિતિ સ્થિર રહેવાની શક્યતા જણાય.

તુલા

તમારો આજનો દિવસ આનંદથી પસાર થાય. મિશ્ર ઋતુને ધ્યાનમાં રાખી શરીર સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી. કામ કાજમાં દિવસ પસાર થાય.

વૃશ્ચિક

કોઈ આકસ્મિક ઘટના બનવાથી ભૌતિક સુખ સુવિધામાં ઘટાડો જોવા મળે. ઘરની ડામાડોળ સ્થિતિમાં નાની વ્યક્તિની વાતને પણ ખાસ મહત્વ આપવું જે તમારા લાભમાં સાબિત થઇ શકે.

ધન

આજના દિવસે માનસિક વિચારો ચકડોળની માફક ગોળ ગોળ ફરતા રહે જેથી કોઈ ચોક્કસ નિર્ણય લઇ શકાય નહિ તેવું બની શકે. કોઇપણ વાહનમાં મુસાફરી ન કરવાની સલાહ અન્યથા નાની મોટી ઈજાઓ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

મકર

નોકરીયાત વર્ગને આજનો દિવસ મોજ મસ્તી અને આનંદથી પસાર થાય. સીનીયર સીટીઝનોને આજના દિવસે કોઈ આકસ્મિક લાભ થતો જોવા મળે ઋતુ પરિવર્તનને લીધે સીઝનલ ધંધામાં અને સામાન્ય વેપારી વર્ગને આવકમાં વધારો જોવા મળે.

કુંભ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વના કાર્ય થઇ શકે. કોઈ શુભ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બની શકે. બેન્કને લગતા કામકાજમાં વ્યસ્ત રહો. ઋતુ પરિવર્તનની અસર શરીર સ્વાસ્થ્ય પર જોવા મળે.

મીન

ભાગ્યોદયની નવી તકો ખુલતી જોવા મળે. આકસ્મિક ઘન લાભની શક્યતાને નકારી શકાય નહિ. નવા ધંધામાં પ્રગતી જોવા મળે. પ્રેમાળ પત્નીનો સાથ સહકાર મળવાથી લગ્ન જીવન સુખમય જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment