27 જુલાઈ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

159

આજના બાળકની જન્મ રાશી વૃષભ (નામાક્ષર: બ, વ, ઉ)

મેષ

દિવસ દરમ્યાન કામનું ભારણ વધી જવાથી માનસિક બેચેની ચિંતા જોવા મળે. રાજકીય કામમાં કે સરકારી પ્રવૃતિમાં વાતાવરણ સાનુકુળ જણાય. કામની વ્યસ્તતામાં ઘટાડો થતા માનસિક બેચેની ચિંતા દુર થાય. આજના દિવસે દરેક કાર્યમાં સાવધાની રાખવી ખાસ જરૂરી છે.

વૃષભ

વાહન સંભાળીને ધીમેથી ચલાવવું હિતાવહ છે. નોકરીમાં કે ધંધામાં માનસિક શાંતિ રાખવી જરૂરી જણાય છે. ભાગ્યોદયની નવી તકો ખુલતી જોવા મળે. યાત્રા કે પ્રવાસમાં કોઈ મહત્વની વ્યક્તિની મુલાકત તમારા કાર્ય ક્ષેત્રમાં લાભ અપાવે.

મિથુન

શેર સટ્ટામાં સારો લાભ જોવા નમળે તેવું બની શકે. વાહન અકસ્માતથી સંભાળીને રહેવું હિતાવહ. વધારે શ્રમ મહેનત કરવાથી થાક જણાય, બેચેની જોવા મળે આજના દિવસે માનસિક શાંતિ જાળવી રાખવી ખાસ જરૂરી છે.

કર્ક

તમારાહિત શત્રુઓ ખટપાટિયા અને તમારી પ્રગતિની ઈર્ષા કરનાર વિરોધીઓથી તમારા કાર્યક્ષેત્રમાં અડચણ ઉભી થાય તેવું જોવા મળે. કોર્ટ કચેરી કે કાયદા કાનુનમાં ધીરજથી કામ લેવું તમારા હિતમાં સાબિત થાય.

સિંહ

નોકરી કે ધંધામાં મહત્વના નિર્ણયો લેવામાં ખાસ સાવધાની રાખવી. તમારા યશ, ધન અને કીર્તિમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ. કાનુની કાર્યવાહીમાં નવી અડચણો ઉભી થતી જોવા મળે. નાણાકીય લેતી દેતીમાં સાવધાની રાખવી ખાસ જરૂરી જણાય.

કન્યા

આરોગ્ય બાબતે સાવચેત રહેવું. આર્થિક નાણાકીય મુશ્કેલીમાંધીમે ધીમે ઘટાડો થતો જોવા મળે. આકસ્મિક ખર્ચમાં વધારો જોવા મળે.રક્તચાપ એટલે કે બ્લડપ્રેશર અને મધુપ્રમેહ એટલે કે ડાયાબીટીસની તકલીફની તમારા આરોગ્ય પર અસર જોવા મળે.

તુલા

પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે. આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી પસાર થવાની શક્યતા. નોકરિયાત વર્ગને કે ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને માટે વાતાવરણ સારું રહેવાની શક્યતા. કાર્યમાં રુકાવટ આવે તેવું બની શકે.

વૃશ્ચિક

તમારા કામમાં તમારા સહ કર્મચારીની મદદ ઉપયોગી સાબિત થઇ શકે. સીઝનલ ધંધાની આવકમાં વધારો થાય. શેર સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા લોકો માટે સમય સાનુકુળ રહેવાની શક્યતા. રાજકીય ક્ષેત્રે અચાનક કદ અને કાઠીમાં વધારો થતો જોવા મળે.

ધન

કોઇપણ બાબતમાં વિચારોની દ્વિધામાં દિવસ પસાર થાય તેવું બની શકે. દરરોજના રૂટીન કામકાજ સિવાય સામાજિક અને વ્યવહારિક કામમાં સતત વ્યસ્ત રહેવાનું બની શકે. કોર્ટ કચેરીને લગતા કામ કાજમાં વિલંબ થવાની શક્યતા જણાય.

મકર

કોઈ અકળ અને ગહન માનસિક ચિંતા રહેવાથી તમારા શરીર સ્વાશ્ય પર અસર થવાની શક્યતા નકારી શકાય નહિ. આજના દિવસે કોઈ મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહિ. ઘર માટે કોઈ કીમતી વસ્તુની ખરીદીને નકારી શકાય નહિ.

કુંભ

સીઝનલ ધંધામાંઆવકમાં ઘટાડો જોવા મળે. કોઇપણ મહત્વના નિર્ણયો લેવામાં જરાપણ ઉતાવળ કરવી નહિ અન્યથા મુશ્કેલી ઉભીથાય તેવું બની શકે. આજનો દિવસ તમારા અને બીજા કોઈના કામની દોડાદોડીમાં પસાર થાય તેવું બની શકે.

મીન

તમારો હરીફ વર્ગ કે છુપા હિત શત્રુ તમારી મુશ્કેલી વધારવાનો પ્રયત્ન કરી શકે છે. આજના દિવસે દરેક બાબતમાં સાવધાની રાખવી આપના માટે ખાસ જરૂરી જણાય છે. વાતાવરણ સાનુકુળ રહે.આકસ્મિક કોર્ટ કચેરીનું કામ આવી જવાની શક્યતાને નકારી શકાય નહિ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment