27 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

20

આજના બાળકની જન્મ રાશી રાતના 12 કલાક 45 મિનીટ સુધી વૃશ્ચિક (નામાક્ષર: ન,ય) ત્યારબાદ ધન રાશી (ધ, ભ, ફ, ઢ)

મેષ

ભાગ્યોદયની નવી તકો ખુલતી જોવા મળે. આજના દિવસે કોઇપણ સાથે નાણાકીય વ્યવહાર કરવામાં સાવધાની રાખવી ખાસ જરૂરી જણાય. કોઈ શુભ સારા સમાચાર મળવાની પૂરેપૂરી શક્યતા જોવા મળે.

વૃષભ

તમારા મનની ધારણા મુજબ કામ થવાથી કામ કરવાના ઉત્સાહમાંવધારો થાય. કોઈ અગત્યની કે મહત્વની મુલાકાતમાં, બેઠક કે ચર્ચામાં ધારી સફલતા જોવા મળે. દેશનો માહોલ જોતા શેર બજારમાં ફાયદો જણાય.

મિથુન

આપના સામાજિક કે રાજકીય કાર્ય ક્ષેત્રમાં ઘર પરિવાર અને બહોળા મિત્ર વર્ગથી સાથ સહકાર મળી રહે. ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના ધંધામાં આર્થિક નાણાકીય તંગી જોવા મળે.

કર્ક

આજના દિવસે મોટાભા થઇ કોઇપણ કાર્યમાં વગર વિચાર્યે જંપલાવવું કે કુદી પડવું નહિ. તમારી બુદ્ધિ, મહેનત, અનુભવ, આવડત અને બીજા લોકો પાસે કામ કરાવવાની નિપુણતાથી તમે જીવનમાં અને ધંધામાં ખુબજ આગળ વધી શકો.

સિંહ

કોઈના અટકેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં તમારી ભૂમિકા મહત્વની જોવા મળે. કોઈપણ વસ્તુની લે વેચમાં આર્થિક લાભ જણાય. અચાનક બીજા કોઈના કામ સબબ બહારગામ જવાનું શક્ય બને.

કન્યા

જમીન મકાનની લે વેચમાં ખરીદનારને ફાયદો થતો જોવા મળે. ઋતુઓના ફેરફારને લીધે શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી તમારા હિતમાં રહે. સામાન્ય વાતચીતમાં માનસિક સંતુલન જાળવી રાખવું.

તુલા

તમારા ઉપરી વર્ગનો કે બોસનો વર્તાવ તમારા પ્રત્યે સાનુકુળ જોવા મળે. ઘર તેમજ કૌટુંબિક પરિવાર માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનું બની શકે. તમારી માનસિક સમતુલા તમને આગળ વધવામાં ખાસ મદદરૂપ થતી જોવા મળે.

વૃશ્ચિક

આજના દિવસે દોડધામ વધી જાય જેથી શારીરિક થાક જોવા મળે. ધંધાકીય પ્રવૃતિમાં આર્થિક લાભ જોવા મળે. કોઈ અગત્યના કે મહત્વના નિર્ણયો લઇ શકાય.

ધન

જીવનમાં કોઈ મોટો ભૂકંપ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. આજના દિવસે મન વ્યાકુળ રહે. આજના દિવસે તમારે બેન્કને લગતા કામકાજમાં, શેર સટ્ટાકીય પ્રવૃતિની લે વેચમાં, વિમાને લગતા કામકાજમાં કે આવી કોઇપણ પ્રવૃતિમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી જણાય.

મકર

કોઇપણ સાથેના ભાગીદારીના ધંધામાં વાદ વિવાદ કે મનદુઃખ ઉભા થતા માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરનું વાતાવરણ આનંદિત અને પ્રફુલ્લિત રહે. લગ્ન સંબંધે ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે.

કુંભ

સીઝનલ ધંધામાં ઋતુઓના ફેરફારની અસર જોવા મળે. નાણાકીય તંદી. બેન્કને લગતા કામકાજમાં અનાયાસે સમય પસાર થવાની શક્યતાને નકારી શકાય નહિ.

મીન

મનના વિચારો ચકડોળે ચડતા નિર્ણય નક્કી ન થઇ શકે. ધંધાકીય બાબતે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન આગળ જતા લાભ અપાવે. કોઇપણ પ્રકારના દસ્તાવેજ પર સહી સિક્કા કરતા પહેલા વાંચી વિચારીને શાંતિથી નિર્ણય લેવો તમારા હિતમાં રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment