26 જુલાઈ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

179

આજના બાળકની જન્મ રાશી રાત્રીના ૧ કલાક ૦૯ મિનીટ સુધી મેષ (નામાક્ષર: અ, લ, ઈ) ત્યારબાદ વૃષભ રાશી (નામાક્ષર: બ, વ, ઉ)

મેષ

આજના દિવસે તમારી મનની ધારણા મુજબનું કામ થવાની શક્યતા જણાય. આજના દિવસે સગા સંબંધી મિત્ર વર્ગ કે ઘર પરિવાર સાથે બહારગામ જવાનું શક્ય બને. કોઈ વ્યક્તિ સાથે ભાગીદારીમાં ધંધો ન કરવો. આજના દિવસે દરેક કાર્યમાં સફળતા જોવા મળે.

વૃષભ

આજના દિવસે આપ બેચેની ચિંતા વ્યગ્રતા અસ્વસ્થતા વગેરે અનુભવો જેથી કામમાં વિચારોની એકાગ્રતા જણાય નહિ. સામાજીક ક્ષેત્રે થોડી રાહત જણાય.તમારી આર્થિક મુશ્કેલી દુર થાય. આજનો દિવસ આધી, વ્યાધી અને ઉપાધિનો રહેવાની શક્યતાને નકારી શકાય નહિ.

મિથુન

આકસ્મિક ધન લાભની શક્યતાને નકારી શકાય નહિ. મુશ્કેલીમાં મિત્ર તરફથી આર્થિક મદદ મળી રહે. આજના દિવસે તમારા દામ્પત્ય જીવનમાં થોડી કડવાશ ઉભી થાય તેવું બની શકે છે. ધંધામાં ધીમી ગતિએ પ્રગતી જોવા મળે પણ પરિણામ સારું આવવાની શક્યતા જણાય.

કર્ક

માનસિક ચિંતા હળવી થાય. ઋતુઓના ફેરફારની તમારા આરોગ્ય પર અસર જણાય. શેર સટ્ટાકીય બાબતમાં અને તેની લે વેચમાં સાવધાની રાખવી તમારા હિતમાં સાબિત થાય. આજના દિવસે કોઈ શુભ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે.

સિંહ

આજના દિવસે ઘર પરિવારનું વાતાવરણ આનંદમય રહે તેવું જણાય. સ્થાવર મિલકતના અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. આકસ્મિક કોઈ મુશ્કેલીનો સામનો કરવાનું શક્ય બને. વારસાઈ મિલકતની ભાગ બટાઈમાં તમારાપક્ષે સારું પરિણામ જોવા મળે.

કન્યા

ભાગીદારીના ધંધામાં આર્થિક લાભ જોવા મળે. અન્ય સાથે ગેરસમજ મનદુ:ખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઘર પરિવારમાંનાનો મોટો તણાવ ઉભો થવાની શક્યતાઓ રહેલી છે. રોકાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતા જણાય. બીજા લોકો માટે આર્થિક ખર્ચમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ.

તુલા

વેપાર ધંધામાં આવકમાં વધારો થાય. શેર સટ્ટાબાજી મારફતતમારી આર્થિક સ્થિતિ સુધરવાના ચાન્સ છે. આર્થિક નવી તકો સામે આવીને ઉભી રહે. આજના દિવસે માનસિક પરિતાપ બેચેની હોવા છતાં દ્રઢ વિશ્વાસથી કોઇપણ કામનું નિરાકરણ લાવી શકો.

વૃશ્ચિક

કોર્ટ કચેરીને લગતા કામકાજમાં રોકાયેલા રહો તેવું બની શકે. સામાજિક જવાબદારીમાં વધારો જોવા મળે. કાર્યની સફળતાથી આવકમાં વધારો જોવા મળે. કૌટુંબિક વાદ વિવાદ કે વિખવાદનો અંત આવી શકે છે. વારસાગત મિલકતના પ્રશ્ને વાતાવરણ તંગ થતું જોવા મળે.

ધન

ધંધાકીય પ્રવૃતિમાં વ્યસ્તતા જણાય. ઘર પરિવારના સભ્યો સાથે ધંધાકીય બાબતે કે પુત્ર-પુત્રી પૌત્રાદિકના લગ્ન સંબંધી ચર્ચા વિચારણા થાય. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. વડીલોનું માર્ગદર્શન તમારા કાર્યક્ષેત્રમાં ઉપયોગી સાબિત થાય. આજે કામની વ્યસ્તતા જણાય. દોડધામવધી જાય

મકર

નાણાકીય વ્યવહારમાં મુશ્કેલી ઉભી થતી જોવા મળે. વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. કોઈ મહત્વના કાર્યમાં ભાગ લેવાનું શક્ય બને. ભૂતકાળમાં કરેલા રોકાણથી આર્થિક લાભ થાય. તમારા આરોગ્ય બાબતની ચિંતા દુર થતી જોવા મળે. નોકરીયાત વર્ગને આજના દિવસે તેના કાર્યમાં રાહત રહે.

કુંભ

શક્ય હોય તો આજના દિવસે બહાર કે બહારગામની મુસાફરી ન કરવી તમારા લાભમાં રહે. આજના દિવસે કોઈની પાસેથી વ્યાજે કે ઉછીના નાણા ન લેવા તમારા હિતમાં રહે. આજનો દિવસ બહારના કામની વ્યસ્તતામાં પસાર થાય. આજના દિવસે મન બેચેન રહે માનસિક પરિતાપ જણાય.

મીન

નાણાકીય સ્થિતિ સધ્ધર બનતી જણાય. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય. શરીર સ્વાથ્ય બાબતે થોડી ચિંતા જોવા મળે. સાથે કામ કરતા સહ કર્મચારીઓ સાથે અણબનાવથી દુર રહેવું. શરીર સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તમારા હિતમાં સાબિત થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment